મૃત્યુઆંકમાં સતત ઘટાડો: છેલ્લા 12 દિવસથી 300થી ઓછા મોત, નવા સ્ટ્રેઇનથી 71 લોકો થયા સંક્રમિત

દેશમાં દૈનિક ધોરણે મૃત્યુઆંકમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. દેશમાં છેલ્લા 12 દિવસથી સળંગ દૈનિક ધોરણે નવા મૃત્યુની સંખ્યા 300થી ઓછી નોંધાઇ રહી છે. ત્વરિત ટ્રેસિંગ અને ટ્રેકિંગ, સઘન અને વ્યાપક પરીક્ષણ, પ્રમાણભૂત તબીબી વ્યવસ્થાપનના પ્રોટોકોલના ચુસ્ત પાલન સહિત અસરકારક કન્ટેઇન્મેન્ટ વ્યૂહનીતિના કારણે મૃત્યુનું સ્તર નીચું લાવવાનું સુનિશ્ચિત થઇ શક્યું છે.

મૃત્યુઆંકમાં સતત ઘટાડો: છેલ્લા 12 દિવસથી 300થી ઓછા મોત, નવા સ્ટ્રેઇનથી 71 લોકો થયા સંક્રમિત

નવી દિલ્હી: દેશમાં દૈનિક ધોરણે મૃત્યુઆંકમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. દેશમાં છેલ્લા 12 દિવસથી સળંગ દૈનિક ધોરણે નવા મૃત્યુની સંખ્યા 300થી ઓછી નોંધાઇ રહી છે. ત્વરિત ટ્રેસિંગ અને ટ્રેકિંગ, સઘન અને વ્યાપક પરીક્ષણ, પ્રમાણભૂત તબીબી વ્યવસ્થાપનના પ્રોટોકોલના ચુસ્ત પાલન સહિત અસરકારક કન્ટેઇન્મેન્ટ વ્યૂહનીતિના કારણે મૃત્યુનું સ્તર નીચું લાવવાનું સુનિશ્ચિત થઇ શક્યું છે.

રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશની સરકારો દ્વારા અસરકારક અમલીકરણના કારણે દર્દીઓની વહેલી ઓળખ, ત્વરિત આઇસોલેશન અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા કેસનું સમયસર તબીબી વ્યવસ્થાપન શક્ય બન્યું છે.

ભારતમાં છેલ્લા 7 દિવસમાં પ્રત્યેક દસ લાખની વસ્તીએ નવી એક વ્યક્તિનું મૃત્યુ નોંધાયું છે. આ નવી સફળતા અસરકારક કોવિડ વ્યસ્થાપન અને કેન્દ્ર સરકારની પ્રતિભાવક નીતિનો પૂરાવો આપે છે.

અન્ય એક સિદ્ધિરૂપે, ભારતમાં નોંધાયેલા કુલ પોઝિટીવ કેસમાંથી હવે સક્રિય કેસની સંખ્યામાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. દેશમાં સક્રિય કેસનું ભારણ માત્ર 2,27,546 કેસ રહ્યું છે. કુલ પોઝિટીવ કેસમાંથી સક્રિય કેસનો હિસ્સો વધુ ઘટીને 2.2%થી ઓછો (2.19%) થઇ ગયો છે.

દૈનિક ધોરણે નવા સાજા થનારા દર્દીઓની સંખ્યા નવા નોંધાતા દર્દીઓ કરતાં વધુ રહેતી હોવાથી કુલ સક્રિય કેસના ભારણમાં ચોખ્ખો ઘટાડો નોંધાઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં નવા 21,314 દર્દીઓ સાજા થયા હોવાનું નોંધાયું છે. આ કારણે છેલ્લા 24 કલાકમાં કુલ સક્રિય કેસની સંખ્યામાં 3,490 દર્દીનો ચોખ્ખો ઘટાડો નોંધાયો છે.

ભારતમાં દૈનિક ધોરણે નવા નોંધાતા કેસની સંખ્યા છેલ્લા કેટલાક દિવસથી 20,000થી નીચે રહી છે. છેલ્લા 24 કલાકમાં નવા 18,088 દર્દીઓ પોઝિટીવ હોવાનું નોંધાયું છે.

છેલ્લા 7 દિવસમાં ભારતમાં પ્રત્યેક દસ લાખની વસ્તીએ સરેરાશ 96 નવા કેસ નોંધાયા છે. બ્રાઝિલ, રશિયા, ફ્રાન્સ, ઇટાલી, યુએસએ અને યુકે જેવા દેશોમાં આ આંકડો ઘણો વધારે છે.

ભારતમાં કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા 1 કરોડના આંકડાની વધુ નજીક પહોંચી ગઇ છે અને આજે આ આંકડો 99,97,272 નોંધાયો છે. દૈનિક નવા નોંધાતા કેસની સરખામણીએ નવા સાજા થતા દર્દીઓની સંખ્યા વધુ રહેવાશી સાજા થવાનો દર વધીને 96.36% થઇ ગયો છે. નવા સાજા થયેલા દર્દીઓમાંથી 76.48% કેસ દસ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં સાજા થયા છે.

કેરળમાં એક દિવસમાં કોવિડમાંથી સૌથી વધુ 4,922 દર્દી સાજા થયા છે. ત્યારબાદ, સાજા થનારા સર્વાધિક દર્દીઓ મહારાષ્ટ્રમાં છે જ્યાં એક દિવસમાં વધુ 2,828 દર્દીની રિકવરી નોંધાઇ છે જ્યારે છત્તીસગઢમાં છેલ્લા 24 કલાકમાં વધુ 1,651 દર્દી સાજા થયા છે. 

નવા નોંધાયેલા સંક્રમિતોમાંથી 79.05% દર્દીઓ દસ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી છે.

કેરળમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ 5,615 દર્દી પોઝિટીવ નોંધાયા છે. આ ઉપરાંત, મહારાષ્ટ્રમાં નવા 3,160 અને છત્તીસગઢમાં નવા 1,021 કેસ ગઇકાલે નોંધાયા હતા.

દેશમાં છેલ્લા 24 કલાકમાં વધુ 264 દર્દીએ જીવ ગુમાવ્યો છે જેમાંથી 73.48% દર્દીઓ દસ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી મૃત્યુ પામ્યા હતા.

નવા નોંધાયેલા મૃત્યુઆંકમાંથી 24.24% એટલે કે 64 દર્દીઓ મહારાષ્ટ્રમાં મૃત્યુ પામ્યા છે. છત્તીસગઢમાં વધુ 25 દર્દીઓ જ્યારે કેરળમાં વધુ 24 દર્દીઓ મૃત્યુ પામ્યા હોવાનું નોંધાયું છે.

સૌથી પહેલા યુકેમાંથી મળેલા નોવલ કોરોના વાયરસના નવા સ્વરૂપના કારણે ભારત કુલ સંક્રમિતોની સંખ્યા હવે 71 થઇ ગઇ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news