હાય રે ગુજરાત! ભ્રષ્ટ અધિકારીઓનું લાંચ માટે 'EMI મોડલ', નથી પૈસા? વાંધો નહીં...હપ્તે હપ્તે આપો લાંચ

હાલ ગુજરાત મોડલ ઉપરાંત ગુજરાતના જ એક અલગ EMI મોડલ વિશે પણ ચર્ચાઓ જોરશોર થઈ રહી છે. આ ઈએમઆઈ મોડલ કોઈ વસ્તુ માટે નહીં પરંતુ લાંચ માટે જોવા મળી રહ્યુ છે. છે ને આઘાતજનક વાત...લોકો હવે લાંચ પણ ઈએમઆઈમાં આપશે.

હાય રે ગુજરાત! ભ્રષ્ટ અધિકારીઓનું લાંચ માટે 'EMI મોડલ', નથી પૈસા? વાંધો નહીં...હપ્તે હપ્તે આપો લાંચ

વારંવાર ગુજરાત મોડલ વિશે આપણે સાંભળીએ છીએ. જે માત્ર ગુજરાત જ નહીં પરંતુ દેશભરમાં ચર્ચામાં હોય છે. જ્યારે પણ વિકાસની વાત આવે ત્યારે ગુજરાત મોડલ ચર્ચામાં આવી જાય છે. જો કે હાલ ગુજરાત મોડલ ઉપરાંત ગુજરાતના જ એક અલગ EMI મોડલ વિશે પણ ચર્ચાઓ જોરશોર થઈ રહી છે. આ ઈએમઆઈ મોડલ કોઈ વસ્તુ માટે નહીં પરંતુ લાંચ માટે જોવા મળી રહ્યુ છે. છે ને આઘાતજનક વાત...લોકો હવે લાંચ પણ ઈએમઆઈમાં આપશે. એટલે કે ભ્રષ્ટાચાર તો દૂર નહીં થાય ભઈ...તમને લાંચ આપવામાં સરળતા રહે તેવી કોઈ ગોઠવણ કરીશું. બરાબરને...આવું જ કઈંક. 

ઈએમઆઈ મોડલ
હવે તમે એવું માની લો કે તમને કોઈ કહે કે  કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ લાંચ લેવા માટે ઈએમઆઈની સુવિધા આપી રહ્યા છે તો તમે વિશ્વાસ નહીં કરી શકો. મીડિયા રિપોર્ટ મુજબ ગુજરાતમાં હાલના દિવસોમાં આ મોડલ ખુબ પ્રચલિત બન્યું છે જે સંલગ્ન અનેક મામલાઓ સામે આવી ચૂક્યા છે. ગુજરાતમાં આ વર્ષે ઈએમઆઈ પર લાંચના 10 ચોંકાવનારા મામલા સામે આવ્યા છે. 

લો બોલો લોકો પર બોજ ન પડે એટલે
ગુજરાતના કેટલાક ભ્રષ્ટ અધિકારીઓએ લાંચ લેવાની અનોખી રીત અપનાવી છે. અધિકારી લાંચથી કોઈને પરેશાની ન થાય એટલે ઈએમઆઈમાં લાંચ લે છે. ચોંકાવનારી વાત એ છે કે લોકો ભ્રષ્ટ અધિકારીઓને ઈએમઆઈ એટલે કે હપ્તામાં લાંચ પણ આપી રહ્યા છે. આ વર્ષે એસીબી દ્વારા આવા 10 કેસ નોંધાયા છે. 

અંગ્રેજી અખબાર ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં છપાયેલા એક રિપોર્ટ મુજબ EMI માં લાંચના પૈસા લેવાનું ચલણ ખુબ લોકપ્રિય થઈ રહ્યું છે. ગુજરાત એન્ટી કરપ્શન બ્યૂરો (ACB) ના અધિકારીઓનું કહેવું છે કે આ વર્ષે જ આવા 10 કેસ સામે આવ્યા છે. 

કયા કયા મામલા
માર્ચ મહિનામાં GST ફેક બિલ કૌભાંડમાં એક વ્યક્તિ પાસેથી 21 લાખ રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી. જેમાં 2 લાખ રૂપિયાના 10 હપ્તા અને એક લાખ રૂપિયાનો એક હપ્તો આમ પૂરી લાંચના પૈસા અધિકારીને આપવાના હતા. તેનાથી આરોપી પરેશાન ન થાય અને અધિકારીને પણ પૂરા પૈસા મળી જાય. 

ખેડૂતને પણ ન છોડ્યા
4 એપ્રિલના રોજ સુરતમાં એક ઉપ સરપંચે એક ગ્રામીણને ખેતરને સમતલ કરવા માટે 85000 રૂપિયાની લાંચ માંગી હતી. કપરી નાણાકીય સ્થિતિ જોતા આરોપીઓએ દયા દાખવી અને તેમણે તે બીચારા ગરીબની સામે ઈએમઆઈનો વિકલ્પ આપ્યો. જેમાં 35000 રૂપિયા પહેલા અને બાકીના પૈસા ત્રણ હપ્તામાં આપવાનું કહ્યું. 

ગુજરાતના સાબરકાંઠામાં પણ બે ભ્રષ્ટ પોલીસકર્મીઓએ કઈંકઆવો જ કાંડ કર્યો. તેમણે સાબરકાંઠાના એક વ્યક્તિ પાસેથી 4 લાખ રૂપિયાની લાંચ લીધી અને ફરાર થઈ ગયા. જે વ્યક્તિ પાસેથી 4 લાખ રૂપિયાની લાંચલીધી તેણે 10 લાખ રૂપિયાની લાંચ આપવાની હતી. જેમાંથી 4 લાખ રૂપિયા તેનો પહેલો હપ્તો હતો. 

શું કહે છે એસીબી
એસીબીના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે એક વ્યક્તિ જે ઘર, કાર કે કોઈ પણ કિંમતી વસ્તુ ખરીદવામાં અસમર્થ છે તે ઈએમઆઈ પર લોન લે છે. ભ્રષ્ટ અધિકારીઓ હવે લાંચ માટે આવો જ વિકલ્પ અજમાવી રહ્યા છે. એસીબીના ડાઈરેક્ટર અને ડીજીપી (કાયદો અને વ્યવસ્થા) શમશેર સિંહેના જણાવ્યાં મુજબ આ તો બસ એક નાનો મામલો હોઈ શકે છે કારણ કે એજન્સી ફક્ત એવા કેસની તપાસ કરે છે જે તેમની જાણમાં આવ્યા છે. આવા અનેક મામલા હોઈ સકે છે. જે હજુ સુધી જાણમાં આવ્યા નથી. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news