મહારાષ્ટ્ર: દિગ્ગજ નેતાએ કહ્યું- 'અમારી પાસે 170 MLAનું સમર્થન, આગામી CM શિવસેનાનો જ બનશે'
મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાને લઈને શિવસેના અને ભાજપ વચ્ચે ખેંચતાણ વધી રહી છે.
Trending Photos
મુંબઈ: મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાને લઈને શિવસેના અને ભાજપ વચ્ચે ખેંચતાણ વધી રહી છે. શિવસેનાના દિગ્ગજ નેતા અને રાજ્યસભા સાંસદ સંજય રાઉતે આજે મોટો દાવો કરતા કહ્યું કે શિવસેના પાસે 170 ધારાસભ્યોનું સમર્થન છે.
(શિવસેના રાજ્યસભા સાંસદ સંજય રાઉત)
રાજ્યસભા સાંસદ સંજય રાઉતે એમ પણ કહ્યું કે સમર્થન આપનારા વિધાયકોની સંખ્યા વધીને 175 સુધી થઈ શકે છે. શિવસેના નેતાએ વ્યંગ કરતા કહ્યું કે ભલે ભાજપ પોતાનો મુખ્યમંત્રી બનાવવા માટે રેસકોર્સ અને વાનખેડે સ્ટેડિયમ બુક કરે, પરંતુ આગામી મુખ્યમંત્રી શિવસેનાનો જ રહેશે.
જુઓ LIVE TV
સંજય રાઉતે શરદ પવાર સાથે થયેલી પોતાની બેઠકને યોગ્ય ઠેરવી અને શરદ પવારના ખુબ વખાણ કર્યાં. તેમણે કહ્યું કે 'શરદ પવાર જેવા કદના નેતા દેશમાં નથી. મહારાષ્ટ્રની આવી સ્થિતિમાં તેમની સાથે વાત કરવી કશું ખોટું નથી.'
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે