The Kashmir Files: ધ કાશ્મીર ફાઈલ્સ ફિલ્મ વિશે શરદ પવારે કહ્યું- 'કમનસીબ! સત્તામાં બેઠેલા...'

એનસીપીના અધ્યક્ષ શરદ પવારે ફિલ્મ 'ધ કાશ્મીર ફાઈલ્સ' વિશે મોટું નિવેદન આપ્યું છે.

The Kashmir Files: ધ કાશ્મીર ફાઈલ્સ ફિલ્મ વિશે શરદ પવારે કહ્યું- 'કમનસીબ! સત્તામાં બેઠેલા...'

મુંબઈ: એનસીપીના અધ્યક્ષ શરદ પવારે ફિલ્મ 'ધ કાશ્મીર ફાઈલ્સ' વિશે મોટું નિવેદન આપ્યું છે. અત્રે જણાવવાનું કે હાલ મહારાષ્ટ્રના રાજકારણમાં મસ્જિદોમાં લાઉડસ્પીકરના મોટા અવાજનો મુદ્દો ચર્ચામાં છે. રાજ ઠાકરેની પાર્ટી એમએનએસે આ મુદ્દે આક્રમક વલણ અપનાવીને રાજ્યની મહાઆઘાડી સરકાર પર નિશાન સાધ્યું છે. 

શરદ પવારે ફિલ્મ વિશે કરી આ વાત
એનસીપીના વરિષ્ઠ નેતા શરદ પવારે કહ્યું કે એક વ્યક્તિએ હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારને દર્શાવતી ફિલ્મ  બનાવી. જે દર્શાવે છે કે બહુસંખ્યક હંમેશા અલ્પસંખ્યક પર હુમલા કરે છે અને જ્યારે તે બહુમત મુસ્લિમ હોય છે તો હિન્દુ સમુદાય અસુરક્ષિત થઈ જાય છે. તેમણે સાથે એ પણ કહ્યું કે આ દુર્ભાગ્યપૂર્ણ છે કે સત્તામાં બેઠેલા લોકોએ આ ફિલ્મનો પ્રચાર કર્યો. 

— ANI (@ANI) April 11, 2022

પહેલા પણ આપ્યું હતું નિવેદન
નોંધનીય છે કે એનસીપી અધ્યક્ષ શરદ પવારે થોડા દિવસ પહેલા પણ ભાજપ પર કાશ્મીરમાંથી કાશ્મીરી પંડિતોના પલાયન વિશે ખોટો પ્રચાર કરીને ઝેરીલો માહોલ પેદા કરવાનો આરોપ લગાવ્યો હતો. ત્યારે દિલ્હી શાખાના અલ્પસંખ્યક વિભાગના એક સંમેલનને સંબોધિત કરતા પવારે કહ્યું હતું કે ફિલ્મને સ્ક્રિનિંગ માટે મંજૂરી આપવી જોઈતી નહતી. તેને પણ ટેક્સફ્રી કરવામાં આવી અને દેશને એકજૂથ રાખવા માટે જવાબદાર લોકો ગુસ્સો ભડકાવનારી ફિલ્મો દેખાડવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે. 

અત્રે જણાવવાનું કે મહારાષ્ટ્રના રાજકારણમાં મસ્જિદોમાં લાઉડસ્પીકરનો મોટો અવાજ ખુબ ચર્ચામાં છે. રાજ ઠાકરેના પક્ષ એમએમએસે આ મામલે પ્રદેશની મહાઆઘાડી સરકારને નિશાના પર લીધી છે. ભાજપ પણ અનેક મામલાને લઈને ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી સરકારને ઘેરી રહી છે. આવામાં હવે ફિલ્મ 'ધ કાશ્મીર ફાઈલ્સ' દ્વારા શરદ પવારે ભાજપના ટોચના નેતાઓ પર જે નિશાન સાધ્યું છે તેને લઈને હાલ તો કોઈ પ્રતિક્રિયા આવી નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news