COVID 19 vaccine: સીરમે કોવિશીલ્ડ વેક્સિનની કિંમત ઘટાડી, અદાર પૂનાવાલાએ કરી જાહેરાત

વેક્સિનના ભાવ જાહેર થયા બાદ દેશમાં રસીની અલગ-અલગ કિંમતને લઈને વિવાદ શરૂ થયો હતો. હવે સીરમે રસીના ભાવ ઘટાડવાની જાહેરાત કરી છે. 

COVID 19 vaccine: સીરમે કોવિશીલ્ડ વેક્સિનની કિંમત ઘટાડી, અદાર પૂનાવાલાએ કરી જાહેરાત

નવી દિલ્હીઃ ભારતમાં 1 મેથી કોરોના રસીકરણના ત્રીજા તબક્કાનો પ્રારંભ થઈ રહ્યો છે. આ તબક્કામાં દેશભરમાં 18 વર્ષથી મોટી ઉંમરના તમામ લોકોને કોરોના વેક્સિન આપવામાં આવશે. આ વચ્ચે ભારતમાં વેક્સિન ઉત્પાદક કંપની સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયા ('Serum Institute of India) અને ભારત બાયોટેકે પોતાની વેક્સિનના ભાવ નક્કી કર્યા હતા. ત્યારબાદ આ ભાવને લઈને વિવાદ શરૂ થયો હતો. હવે સીરમ ઈન્સ્ટિટ્યુટે રાજ્ય સરકારો માટે વેક્સિનની કિંમતમાં ઘટાડાની જાહેરાત કરી છે. 

કંપનીના સીઈઓ અદાર પૂનાવાલાએ કરી જાહેરાત
સીરમ ઈન્સ્ટિટ્યુટે કોવિશીલ્ડ વેક્સિનની કિંમતમાં 100 રૂપિયાનો ઘટાડો કર્યો છે. પુણે સ્થિત સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયા (SII) એ પોતાની કોવિડ-19 વેક્સિન કોવિશીલ્ડની રાજ્યો માટે 400 રૂપિયા પ્રતિ ડોઝ કિંમત નક્કી કરી હતી. હવે તેમાં ઘટાડો કરી 300 રૂપિયા પ્રતિ ડોઝ કરી દેવામાં આવી છે. કંપનીના સીઈઓ અદાર પૂનાવાલાએ આ સંબંધમાં જાહેરાત કરી છે. 

— ANI (@ANI) April 28, 2021

છેલ્લા 24 કલાકમાં નવા 3.60 લાખથી વધુ કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે સવારે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 3,60,960 દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ કેસનો આંકડો 1,79,97,267 પર પહોંચ્યો છે. જેમાંથી 29,78,709 દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે. એક દિવસમાં 2,61,162 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. જ્યારે 3293 લોકોના કોરોનાથી મોત થયા છે. આ સાથે કુલ રિકવર થયેલા દર્દીઓનો આંકડો 1,48,17,371 પર પહોંચ્યો છે જ્યારે કુલ મૃત્યુઆંક 2,01,187 થયો છે. સતત વધી રહેલો મૃત્યુઆંક અને દૈનિક કેસનો આંકડો ભયજનક સ્થિતિ દર્શાવી રહ્યા છે. રસીકરણ અભિયાન હેઠળ દેશમાં અત્યાર સુધીમાં કુલ 14,78,27,367 લોકોને રસી આપવામાં આવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news