Prices of COVID Vaccine Updates: શરૂઆતમાં કેમ સસ્તી હતી COVID વેક્સિન, હવે કેમ મોંઘી? સીરમે જણાવ્યું કારણ

દુનિયાની સૌથી મોટી કંપની સીરમે કહ્યું કે, કોવિડ-19 રસી કોવિશીલ્ડની કિંમત રાજ્ય સરકારો માટે 400 રૂપિયા પ્રતિ ડોઝ અને ખાનગી હોસ્પિટલો માટે 600 રૂપિયા પ્રતિ ડોઝ હશે. 
 

 Prices of COVID Vaccine Updates: શરૂઆતમાં કેમ સસ્તી હતી  COVID વેક્સિન, હવે કેમ મોંઘી? સીરમે જણાવ્યું કારણ

નવી દિલ્હીઃ Prices of COVID Vaccine Updates: દુનિયાની સૌથી મોટી વેક્સિન નિર્માતા ભારતીય કંપની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ જણાવ્યું કે, આખરે શરૂઆતમાં કોરોના વેક્સિન કેમ સસ્તી હતી અને હવે કેમ મોંઘી થઈ છે. સીરમ ઇન્સ્ટિટ્યૂટનું કહેવું છે કે અગ્રિમ ફન્ડિંગ એટલે કે એડવાન્સ ફન્ડિંગને કારણે  COVID વેક્સિનની શરૂઆતી કિંમતો વૈશ્વિક સ્તર પર ઓછી હતી. પરંતુ હવે કંપનીનું કહેવું છે કે તેણે સ્કેલિંગ એટલે કે મોટા સ્તર પર વેક્સિન ઉત્પાદન માટે રોકાણ કરવું પડશે તેથી કિંમતોમાં વધારો થયો છે. સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ જણાવ્યું કે, એડવાન્સ ફન્ડિંગને કારણે દુનિયાભરમાં કોવિડ વેક્સિનની શરૂઆતી કિંમત ઓછી હતી, હવે ઉત્પાદન વધારવા માટે રોકાણ કરવુ પડશે. પરંતુ આ સાથે સીરમે કહ્યું કે તે રસીના સીમિત ભાગને ખાનગી હોસ્પિટલોમાં 600 રૂપિયા પ્રતિ ડોઝ વેચવામાં આવશે. તેણે કહ્યું કે, રસીની કિંમત હજુ ઘણી અન્ય ચિકિત્સા સારવારની તુલનામાં ઓછી છે. 

મહત્વનું છે કે થોડા સમય પહેલા રસી બનાવનારી દુનિયાની સૌથી મોટી કંપની સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ કહ્યું હતું કે, કોવિડ-19 રસી કોવિશીલ્ડની કિંમત રાજ્ય સરકારો માટે 400 રૂપિયા પ્રતિ ડોઝ તથા ખાનગી હોસ્પિટલો માટે 600 રૂપિયા પ્રતિ ડોઝ હશે. કંપનીના મુખ્ય કાર્યકારી અધિકારીએ તે પણ કહ્યું કે, 150 રૂપિયા પ્રતિ ડોઝનો કરાર સમાપ્ત થયા બાદ કેન્દ્ર સરકાર માટે પણ ભાવ 400 રૂપિયા પ્રતિ ડોઝ હશે. 

— ANI (@ANI) April 24, 2021

સરકારે 18 વર્ષથી વધુ ઉંમરના બધા નાગરિકો માટે રસીકરણના નિર્ણય બાદ એસઆઈઆઈએ એસ્ટ્રાઝેનેકાની રસીની કિંમતની જાહેરાત કરી જેને તે પુણેમાં પોતાનાા પ્લાન્ટમાં તૈયાર કરી રહી છે. સીમર ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ એક નિવેદનમાં કહ્યું, અમારી ક્ષમતાના 50 ટકા ભારત સરકારના રસીકરણ કાર્યક્રમ માટે અને બાકી 50 ટકા ક્ષમતા રાજ્ય સરકારો અને ખાનગી હોસ્પિટલો માટે હશે. કંપનીએ કહ્યું કે, સરકારના નિર્દેશોને જોતા કોવિશીલ્ડની કિંમત રાજ્ય સરકારો માટે 400 રૂપિયા પ્રતિ ડોઝ અને 600 રૂપિયા ખાનગી હોસ્પિટલો માટે પ્રતિ ડોઝ હશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news