કલમ 370: સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને જવાબ દાખલ કરવા માટે આપ્યો 4 અઠવાડિયાનો સમય 

જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના વિરોધમાં દાખલ થયેલી અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં આજથી સુનાવણી શરૂ થઈ. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આ અંગે જવાબ દાખલ કરવા માટે 4 અઠવાડિયાનો સમય આપ્યો છે.

કલમ 370: સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને જવાબ દાખલ કરવા માટે આપ્યો 4 અઠવાડિયાનો સમય 

નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના વિરોધમાં દાખલ થયેલી અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં આજથી સુનાવણી શરૂ થઈ. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આ અંગે જવાબ દાખલ કરવા માટે 4 અઠવાડિયાનો સમય આપ્યો છે. જસ્ટિસ એન વી રમન્નાની અધ્યક્ષતાવાળી પાંચ જજોની બંધારણીય બેન્ચ આ મામલે આગામી સુનાવણી 14 નવેમ્બરે હાથ ધરશે. 

સોમવારે સીજેઆઈ રંજન ગોગોઈએ કહ્યું હતું કે પ્રતિબંધો વિરુદ્ધની અરજીઓને મુખ્ય કેસ સાથે જોડી દેવામાં આવી છે. જેના પર મંગળવારે સુનાવણી થશે. આ અગાઉ ચીફ જસ્ટિસની બેન્ચે કેન્દ્ર અને જમ્મુ કાશ્મીર પ્રશાસનને બે અઠવાડિયામાં કાશ્મીરના હાલાત પર જવાબ દાખલ કરવાનું કહ્યું હતું. કોર્ટે પૂછ્યું હતું કે સોગંદનામુ દાખલ કરીને જણાવો કે રાજ્યમાં હાલાત ક્યાં સુધીમાં સામાન્ય થશે. કોર્ટે સરકારને કહ્યું હતું કે જમ્મુ કાશ્મીરમાં સામાન્ય જનજીવન સુનિશ્ચિત કરો. પરંતુ આ અંગે રાષ્ટ્રીય સુરક્ષાને પણ ધ્યાનમાં રાખવામાં આવે. આ મામલો ઘણો ગંભીર છે. 

જુઓ LIVE TV

SCએ ફારુક અબ્દુલ્લાની અટકાયત અંગેની અરજી ફગાવી, CJIએ કહ્યું-'હવે આ કેસમાં કઈ બાકી નથી'
જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લાને ગેરકાયદેસર રીતે અટકાયતમાં રાખવાના આરોપવાળી MDMK નેતા વાઈકોની અરજીને સુપ્રીમ કોર્ટે સોમવારે ફગાવી દીધી હતી. ચીફ જસ્ટિસે કહ્યું કે હવે આ મામલે કશું બચ્યું નથી. આ ઉપરાંત જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવાયા બાદ જમ્મુ અને કાશ્મીરમાં લગાવવામાં આવેલા પ્રતિબંધો વિરુદ્ધની અરજીઓ પર હવે સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચ મંગળવારે સુનાવણી કરશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news