રશિયા સાથે 'S-400' ડીલ કરવા ભારત મક્કમ, USને કહ્યું-અમારે શું ખરીદવું અને શું નહીં તે બીજા ન જણાવે
વિદેશ મંત્રી એસ જયશંકર (S Jaishankar)એ સોમવારે અમેરિકા તરફથી પ્રતિબંધના જોખમને ઉપરવટ જઈને રશિયાથી મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ ખરીદવાના ભારતના અધિકારનો બચાવ કર્યો છે.
Trending Photos
નવી દિલ્હી: વિદેશ મંત્રી એસ જયશંકર (S Jaishankar)એ સોમવારે અમેરિકા તરફથી પ્રતિબંધના જોખમને ઉપરવટ જઈને રશિયાથી મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ ખરીદવાના ભારતના અધિકારનો બચાવ કર્યો છે. ભારતે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે અમે સૈનિક ઉપકરણો ગમે ત્યાંથી ખરીદવા માટે સ્વતંત્ર છીએ.
અમેરિકા પ્રવાસ પર સોમવારે વિદેશ મંત્રીએ કહ્યું કે ભારત રશિયા પાસેથી એસ-400 મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ ખરીદવા માટે સ્વતંત્ર છે. એસ જયશંકરે કહ્યું કે અમે હંમેશા કહેતા આવ્યાં છીએ કે અમે જે પણ ખરીદીએ છીએ તે અમારો સંપ્રભુ અધિકાર છે. તેમણે કહ્યું કે અમે નથી ઈચ્છતા કે કોઈ દેશ અમને જણાવે કે રશિયા પાસેથી અમારે શું ખરીદવું અને શું નહીં. અમે એ પણ નથી ઈચ્છતા કે કોઈ દેશ અમને એ જણાવે કે અમેરિકા પાસેથી શું ખરીદવું કે શું નહીં.
જુઓ LIVE TV
નોંધનીય છે કે ભારતે રશિયા પાસેથી 5.2 અબજ ડોલરની પાંચ એસ-400 ડિફેન્સ સિસ્ટમ ખરીદવા પર ગત વર્ષે સહમતિ જતાવી હતી. અત્રે જણાવવાનું કે રશિયાની યુક્રેન અને સીરિયામાં સૈન્ય સંલિપ્તતા અને અમેરિકી ચૂંટણીમાં હસ્તક્ષેપના આરોપોના કારણે અમેરિકાએ 2017 કાયદા હેઠળ એ દેશો પર પ્રતિબંધો લગાવવાની જોગવાઈ રાખી છે જે રશિયા પાસેથી મોટા હથિયારો ખરીદે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે