ભારતે પાકિસ્તાનને ગણાવી આતંકની ઇન્ડસ્ટ્રી, US કહ્યું- આતંકવાદ ફેલાવવાનું બંધ કરો

ભારત સહિત અન્ય દેશોમાં આતંકવાદ ફેલાવનાર પાકિસ્તાનને ફરી એકવાર અમેરીકા અને ભારતની ખરીખોટી સાંભળવી પડી રહી છે. ગુરૂવારે નવી દિલ્હીમાં વિદેશ મંત્રી એસ જયશંકરે સ્પષ્ટપણે કહ્યું હતું કે, પાકિસ્તાન આતંકવાદની ઇન્ડસ્ટ્રી છે.

ભારતે પાકિસ્તાનને ગણાવી આતંકની ઇન્ડસ્ટ્રી, US કહ્યું- આતંકવાદ ફેલાવવાનું બંધ કરો

નવી દિલ્હી: ભારત સહિત અન્ય દેશોમાં આતંકવાદ ફેલાવનાર પાકિસ્તાનને ફરી એકવાર અમેરીકા અને ભારતની ખરીખોટી સાંભળવી પડી રહી છે. ગુરૂવારે નવી દિલ્હીમાં વિદેશ મંત્રી એસ જયશંકરે સ્પષ્ટપણે કહ્યું હતું કે, પાકિસ્તાન આતંકવાદની ઇન્ડસ્ટ્રી છે. આ સાથે જ અમેરીકાના વિદેશ મંત્રી માઇખ પામ્પિયોએ પાકિસ્તાનને કડક શબ્દોમાં ચેતવણી આપતા કહ્યું ભારતમાં આતંકવાદ ફેલાવવાનું બંધ કરો. સાથે એવું પણ કહ્યું હતું કે, પાકિસ્તાન આફગાનિસ્તાનમાં પણ આતંવાદી ઘૂષણખોરી રોકે.

વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે, પાકિસ્તાન સરકાર દ્વારા સંચાલિત મોટા સ્તરની આતંકની ઇન્ડસ્ટ્રી તેને એક સામાન્ય પડોશી દેશની સરકાર જેવું કામ કરવાથી રોકે છે. નવી દિલ્હીમાં વીડિયો લિંક દ્વારા બકિંગહામ શાયરમાં યૂકે- ઇન્ડિયા વીકને સંબોધન કરતા એસ જયશંકરે પાકિસ્તાન પર નિશાન સાધ્યુ હતુ.

તેમણે તે દરમિયાન કહ્યું કે, પાકિસ્તાનમાં ચાલી રહેલી મોટા સ્તરની આંતકવાદ ઇન્ડસ્ટ્રી સરકારના રહેમોકરમ પર ચાલી રહી છે. કેમ કે, પાકિસ્તાન સરકાર તેને પોતાના પાડોશી દેશ માટે હથિયાર ગણે છે. ભારત તેને ક્યારેય સહન કરશે નહીં. સાથે જ મોટાભાગના દેશ પણ આ તરફ આગળ વધી રહ્યાં છે.

ત્યારે અમેરીકાના વિદેશ મંત્રી માઇક પામ્પિયોએ એક અંગ્રેજી સમાચાર પત્રથી કહ્યું કે, અમેરીકાએ પાકિસ્તાનને લઇને કેટલાક કડક પગલા લેવામાં આવ્યા છે. અમે આ એટલા માટે કરીએ છે જેથી પાકિસ્તાન ભારતમાં આતંકી ગતિવિધીઓ રોકે, આ સાથે જ પાકિસ્તાન આફગાનિસ્તાનમાં આતંકવાદીઓને મદદ કરવાનું બંધ કરે.

જુઓ Live TV:- 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news