Mohan Bhagwat Vijayadashami Speech: વિજ્યાદશમીના અવસરે મોહન ભાગવતે જનસંખ્યા પર આપ્યું મોટું નિવેદન
Trending Photos
RSS Dussehra 2022: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) પ્રમુખ મોહન ભાગવતે બુધવારે કહ્યું કે ભારતમાં જનસંખ્યા પર એક સમગ્ર નીતિ બને જે બધા પર સમાન રીતે લાગૂ થાય અને કોઈને પણ છૂટ ન મળે. વિજયાદશમીના અવસરે RSS ના નાગપુર મુખ્યાલય ખાતે આયોજિત કાર્યક્રમમાં ભાગવતે કહ્યું કે જનસંખ્યા નિયંત્રણ સાથે સાથે ધાર્મિક આધાર પર જનસંખ્યા સંતુલન પણ મહત્વનો વિષય છે. જેની અવગણના થઈ શકે નહીં.
તેમણે કહ્યું કે જનસંખ્યા અસંતુલન ભૌગોલિક સરહદોમાં ફેરફારનું કારણ બની શકે છે. આવામાં નવી જનસંખ્યા નીતિ બધા પર સમાન રીતે લાગૂ થાય અને કોઈને પણ તેમાંથી છૂટ ન મળવી જોઈએ. ચીનની વન ફેમિલી-વન ચાઈલ્ડ નીતિનો ઉલ્લેખ કરતા ભાગવતે કહ્યું કે, જ્યાં આપણે જનસંખ્યા પર નિયંત્રણની કોશિશ કરી રહ્યા છીએ ત્યારે આપણે એ પણ જોવું જોઈએ કે ચીનમાં શું થઈ રહ્યું છે. તે દેશે વન ફેમિલી વન ચાઈલ્ડ નીતિ અપનાવી અને હવે તે વૃદ્ધ થઈ રહ્યો છે.
ભારત 30 વર્ષ સુધી યુવા રહેશે
તેમણે કહ્યું કે ભારતમાં 57 કરોડ યુવા વસ્તી સાથે આ રાષ્ટ્ર આગામી 30 વર્ષ સુધી યુવા બની રહેશે. ભાગવતે કહ્યું કે સનાતન ધર્મ સામે બે પ્રકારની અડચણો છે. જે ભારતની એક્તા અને પ્રગતિથી દુશ્મની રાખનારી તાકાતોએ પેદા કરી છે. તેમણે કહ્યું કે આવી તાકાતો ખોટી વાતો અને ધારણાઓ ફેલાવે છે. અરાજકતાને પ્રોત્સાહન આપે છે. અપરાધિક કામોમાં સામેલ થાય છે. આતંક, સંઘર્ષ અને સામાજિક શાંતિને પ્રોત્સાહન આપે છે.
ભાગવતે કહ્યું કે ફક્ત સમાજના મજબૂત અને સક્રિય સહયોગથી જ આપણી સુરક્ષા અને એક્તા નિર્ધારિત થઈ શકે છે. તેમણે કહ્યું કે શાસન, અને પ્રશાસનના આ શક્તિઓના નિયંત્રણ અને ઉન્મૂલનની કોશિશોમાં આપણે મદદગાર બનવું જોઈએ. સમાજનો મજબૂત અને સફળ સહયોગ જ દેશની સુરક્ષા તથા એકાત્મતાને સુનિશ્ચિત કરી શકે છે.
સામાજિક સમાનતા જરૂરી
તેમણે કહ્યું કે બંધારણના કારણે રાજનીતિક અને આર્થિક સમાનતાનો રસ્તો સાફ થઈ ગયો છે. પરંતુ સામાજિક સમાનતા લાવ્યા વગર વાસ્તવિક અને ટકાઉ પરિવર્તન આવશે નહીં. એવી ચેતવણી બાબા સાહેબ આંબેડકરજીએ બધાને આપી હતી. તેમણે કહ્યું કે આપણે કોશિશ કરવી જોઈએ કે આપણા દોસ્તોમાં બધી જાતિઓ અને આર્થિક સમૂહના લોકો હોય જેથી કરીને સમાજમાં વધુ સમાનતા લાવી શકાય.
સરસંઘચાલકે કહ્યું કે સમાજના વિભિન્ન વર્ગોમાં સ્વાર્થ અને દ્વેષના આધાર પર અંતર અને દુશ્મની બનાવવાનું કામ સ્વતંત્ર ભારતમાં પણ ચાલી રહ્યું છે. તેમણે કહ્યું કે આવા તત્વોની વાતોમાં ન ફસતા, તેમનો વિરોધ કરવો જોઈએ. તેમણે કહ્યું કે સુરક્ષાના ક્ષેત્રમાં ભારત આત્મનિર્ભર બની રહ્યું છે. શિક્ષણના મહત્વ પર તેમણે કહ્યું કે માતૃભાષામાં શિક્ષણને પ્રોત્સાહન આપતી નીતિ બનવી જોઈએ, તે સારો વિચાર છે. વિજયાદશમી ઉત્સવમાં આ વર્ષે પ્રસિદ્ધ પર્વતારોહી સંતોષ યાદવ મુખ્ય અતિથિ હતા. સંઘ પ્રમુખે કહ્યું કે સંઘના કાર્યક્રમોમાં અતિથિ તરીકે મહિલાઓની હાજરીની પરંપરા જૂની રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે