ફ્રી કોલિંગ બાદ JIOની ધમાલ, બ્રોડબેંડ-લેંડલાઇન-TVનો કોમ્બો એક વર્ષ સુધી મફત

જીયો ગીગા ફાઇબરની શરૂઆત થયા બાદ 1 વર્ષ સુધી લેન્ડલાઇન, ટીવી અને બ્રોડબેન્ડ સેવા મફત રહેશે

ફ્રી કોલિંગ બાદ JIOની ધમાલ, બ્રોડબેંડ-લેંડલાઇન-TVનો કોમ્બો એક વર્ષ સુધી મફત

નવી દિલ્હી : હાલ તમારે બ્રોડબેંડ, લેન્ડલાઇન અને ડીટીએચ કનેક્શન માટે અલગ અલગ બિલ ચુકવવું પડે છે. દરેકની અલગ અલગ કંપનીઓ પણ હોઇ શકે છે. આ બિલ ચુકવવાની માથાકુટ અને તેના કારણે ખીસ્સામાંથી પૈસા પણ વધારે જતા હોય છે. વિચારો કે આ ત્રણેય કનેક્શન તમને માત્ર એક કેબલથકી જ મળી જાય તો. જી હા આ વાત હવે ટુંક જ સમયમાં શક્ત બનવા જઇ રહી છે. લેન્ડલાઇ, ચેનલ અને બ્રોડબેન્ડ ત્રણેયના કનેક્શન માટે તમારે માસિક માત્ર 600 રૂપિયા જ ચુકવવા પડશે. 

મુકેશ અંબાણીના નેતૃત્વવાળી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીનાં દૂરસંચાર કંપની રિલાયન્સ જીયો GigaFiber કનેક્શન અંતર્ગત 600 રૂપિયામાં આ તમામ સુવિધાઓ લઇને આવી રહી છે. એટલું જ નહી વધારાની સુવિધાઓ સહીત 1000 રૂપિયાનાં હોમ નેટવર્કમાં GigaFiber નાં કનેક્શન હેઠળ 40 ડિવાઇસને કનેક્ટ કરી શકો છો. 

દિલ્હી-મુંબઇમાં ચાલી રહ્યું છે પરિક્ષણ
અમારી સહયોગી વેબસાઇટ www.zeebiz.com/hindi ના અનુસાર જિયોની તરફથી હાલ GigaFiber નો પાયલોટ પ્રોજેક્ટ નવી દિલ્હી અને મુંબઇમાં ચાલી રહ્યો છે. યુઝર્સે એકવાર 4500 રૂપિયા જમા કરાવવા પડશે. કસ્ટમરને 100 મેગાબાઇટ પ્રતિસેકન્ડ (Mbps) પર 100 જીબી (GB) ડેટા પુરો પાડવામાં આવશે. કંપનીના એક સુત્રએ માહિતી આપી કે કનેક્શન આગામી ત્રણ મહિનામાં ટેલિફોન અને ટેલિવિઝન સેવાઓ સાથે જોડવામાં આવશે. ત્રણેય સેવાઓ આશરે એક વર્ષ સુધી મફત રહેશે. જ્યારે સેવાનો વ્યાવસાયિક રીતે રોલ આઉટ કરવામાં આવશે. સાથે જ લેન્ડલાઇન પર અનલિમિટેડ કોલિંગ સુવિધા હશે અને ટેલિવિઝન ચેનલોને ઇન્ટરનેટ (ઇન્ટરનેટ પ્રોટોકોલ ટેલીવિઝન) પર વિતરિત કરવામાં આવશે. 
સાધ્વી પ્રજ્ઞાસિંહના રોડશોમાં કાળા વાવટા ફરક્યાં, કાર્યકરોએ યુવાનોને ઢોર માર માર્યો
40-45 ઉપરણ જોડાઇ શકે છે
અધિકારીના અનુસાર આ તમામ સેવાઓને એક ઓએનટી(ઓપ્ટીકલ નેટવર્કિંગ ટર્મિનલ) બોક્ર રાઉટરનાં માધ્યમથીસ સંચાલિત કરવામાં આવશે, જે 40-45 ઉપકરણો જેવા મોબાઇલ ફોન, સ્માર્ટ ટીવી, લેપટોપ, ટેબલેટ અને સ્માર્ટ ઉપકરણોને કનેક્ટ કરી શકે છે. અન્ય સેવાઓમાં ગેમિંગ, ક્લોઝ સર્કિટ ટેલિઝિવઝન અને સ્માર્ટ હોમ સિસ્ટમનો સમાવેશ થાય છે. 
વડાપ્રધાને 5 વર્ષમાં સૌથી વધારે આદિવાસીઓને નુકસાન પહોંચાડ્યું: રાહુલ ગાંધી
600 ચેનલો જોઇ શકાશે.
ટ્રિપલ કોમ્બો પૈક હેઠળ લેન્ડલાઇન અને 100 MBPS બ્રોડબેન્ડ સાથે 600 ચેનલો આપવામાં આવશે. તેના માટે તમારે 600 રૂપિયા દર મહિને ચુકવવા પડશે. અન્ય સ્માર્ટહોમ સેવાઓ જોડવા માટે ટેરિળ અનુસાર ચુકવણી કરવાની રહે શે. ટેરિફ પ્રતિમાસ 1000 રૂપિયા સુધી જઇ શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news