ATM માંથી નિકળેલી રસીદ હોય શકે છે ઘાતક, રિપોર્ટમાં થયો ખુલાસો
ATM Receipt: શું તમે એટીએમમાં પૈસા કાઢતા સમયે કે પેટ્રોલ પંપ, મૉલ કે કોઈ દુકાનમાં જઈને કાર્ડથી પેમેન્ટ કર્યા બાદ રસીદ કઢાવો છો? આ રસીદને તમે સંભાળીને રાખો છો? તો આ સમાચાર તમારા માટે છે. આવું કરવું તમારા માટે ઘાતક નિવડી શકે છે. વાંચીને ચોંકી જવાય એવી આ વાત સાવ સાચી છે.
Trending Photos
ATM Receipt: શું તમે એટીએમમાં પૈસા કાઢતા સમયે કે પેટ્રોલ પંપ, મૉલ કે કોઈ દુકાનમાં જઈને કાર્ડથી પેમેન્ટ કર્યા બાદ રસીદ કઢાવો છો? આ રસીદને તમે સંભાળીને રાખો છો? તો આ સમાચાર તમારા માટે છે. આવું કરવું તમારા માટે ઘાતક નિવડી શકે છે. વાંચીને ચોંકી જવાય એવી આ વાત સાવ સાચી છે. આ રસીદ આપણા શરીરમાં એક અંડર-રિકૉગ્નાઈઝ સ્ત્રોતને લઈ જાય છે.
શું છે ખતરો?
રસીદના કાગળમાં બિસ્ફેનૉલ્સની ઉચ્ચ સાંદ્રતા હોય છે. બિસ્ફનૉલએ અને બિસ્ફેનૉલ એસ પ્રજનન હાની સાતે જોડાયેલું છે. રિપોર્ટ અનુસાર, અમેરિકાની એક ગેરલાભકારી પાર્યવરણ સેન્ટરે અહેવાલ તૈયાર કરવા માટે 22 અમેરિકાના રાજ્યો અને કોલંબિયા જિલ્લાના 144 પ્રમુખ ચેઈન સ્ટોર્સની 374 રસીદોનું પરીક્ષણ કર્યું. જેમાં કરિયાણાની દુકાન, રેસ્ટોરન્ટ,ડિપાર્ટમેન્ટલ સ્ટોર, દવાની દુકાન, ગેસ સ્ટેશનનો સમાવેશ થાય છે. આ તમામ જગ્યાની રસીદોમાંથી લગભગ 90 ટકામાં બિસ્ફેનૉલ મળી આવ્યું.
મિશિગનના ઈકોલોજી સેન્ટરમાં પર્યાવરણીય સ્વાસ્થ્ય અધિવક્તા મેલિસા કૂપર સાર્જેંટે એક નિવેદનમાં કહ્યું કે, રસીદો બિસ્ફેનૉલના વિઘટનકારી તત્વોનો શરીરમાં દાખલ થવાનો એક જોખમભર્યો માર્ગ છે તે સરળતાથી શોષાઈ જાય છે. આની અસરોથી બચવા માટે નોન-ટૉક્સિક પેપર્સનો ઉપયોગ કરવો જોઈએ. સાથે વેપારીઓને આગ્રહ કરવામાં આવ્યો કે તેઓ આવા કેમિકલ યુક્ત કાગળોનો ઉપયોગ કરીને લોકોના જીવને જોખમમાં ન નાંખે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે