ભારતમાં શરૂ થયું કોરોના વેક્સિન Sputnik-V નું ઉત્પાદન, આ કંપની દર વર્ષે બનાવશે 10 કરોડ ડોઝ

પૈનેશિયા બાયોટેકના બદ્દી સ્થિત પ્લાન્ટમાં બનેલ સ્પુતનિક રસીનો પ્રથમ જથ્તો ગુણવત્તાની ચકાસણી માટે રશિયાના ગમાલિયા ઈન્સ્ટિટ્યુટ મોકલવામાં આવશે. 

ભારતમાં શરૂ થયું કોરોના વેક્સિન Sputnik-V નું ઉત્પાદન, આ કંપની દર વર્ષે બનાવશે 10 કરોડ ડોઝ

નવી દિલ્હીઃ દેશની મોટી દવા નિર્માતા કંપની પૈનેસિયા બાયોટેકે રશિયન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ફંડ (RDIF) ના સહયોગથી સોમવારથી રશિયા વેક્સિન સ્પૂતનિક-વીનું ઉત્પાદન શરૂ કરી દીધુ છે. આરડીઆઈએફે એક નિવેદનમાં કહ્યું કે, ભારતની દવા નિર્માતા કંપની પૈનેસિયા બાયોટેક દર વર્ષે 10 કરોડ વેક્સિન ડોઝનું ઉત્પાદન કરશે. તેનું મોટાપાયા પર ઉત્પાદન ગરમીમાં શરૂ થઈ જશે. 

પૈનેશિયા બાયોટેકના બદ્દી સ્થિત પ્લાન્ટમાં બનેલ સ્પુતનિક રસીનો પ્રથમ જથ્તો ગુણવત્તાની ચકાસણી માટે રશિયાના ગમાલિયા ઈન્સ્ટિટ્યુટ મોકલવામાં આવશે. રશિયા RDIF પ્રમાણે જલદી રસીનું ભારતમાં ફુલ સ્કેલ ઉત્પાદન શરૂ થઈ જશે. આરડીઆઈએફે એક નિવેદનમાં કહ્યું પૈનેસિયા બાયોટેક તરફથી તૈયાર કરવામાં આવેલ વેક્સિનનો પ્રથમ જથ્થો ક્વોલિટી કન્ટ્રોલ માટે સ્પુતનિક-વી ને ડેવલોપ કરનાર ગમાલિયા, માસ્કો ઈન્સ્ટિટ્યુટ મોકલવામાં આવશે. 

— Sputnik V (@sputnikvaccine) May 24, 2021

ઉલ્લેખનીય છે કે આ વર્ષે એપ્રિલમાં ભારતમાં સ્પુતનિક-વી વેક્સિનને રજીસ્ટર્ડ કરવામાં આવી હતી. આ પહેલા પૈનેસિયા બાટોયેકે તે જાહેરાત કરી હતી કે આરડીઆઈએફ અને પૈનેસિયા બાયોટેક (ભારતમાં મુખ્ય દવા નિર્માતા કંપનીઓમાંથી એક) દર વર્ષે સ્પુતનિક-વીના 10 કરોડ ડોઝનું ઉત્પાદન કરશે. 

આ સમયે દેશમાં મુખ્ય રીતે એસ્ટ્રાઝેનેકાના સહયોગથી તૈયાર સીરમ ઈન્સ્સિટ્યુટની કોવિશીલ્ડ અને ભારત બાયોટેકની કોવૈક્સીનની રસી લોકોને લગાવવામાં આવી રહી છે. પરંતુ મોટી વસ્તીને જોતા બન્ને કંપની પૂરતી માત્રામાં વેક્સિન આપવામાં સક્ષમ નથી. તેવામાં અન્ય કંપનીઓની વેક્સિન પર સતત વિચાર કરવામાં આવી રહ્યો છે. જેથી દેશની માંગને પૂરી કરી શકાય. 
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news