મહિને દોઢ લાખ પેન્શન, 8 રૂમનો બંગલો, જાણો પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળશે કઈ-કઈ સુવિધાઓ
રામનાથ કોવિંદ હવે દિલ્લીના સૌથી મોટા બંગ્લામાંથી એક 12 જનપથમાં રહશે. પરંતુ હજુ સુધી આ બંગ્લાને તેમના નામ પર ફાળવવામાં આવ્યુ નથી. રામવિલાસ પાસવાન આ બંગ્લામાં રહેતા હતા. 10 જનપથમાં રહેતા કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી રામનાથ કોવિંદના નવા પાડોશી હશે. રામનાથ કોવિંદને દર મહિને દોઢ લાખ રૂપિયા પેન્શન મળશે.
Trending Photos
નવી દિલ્લીઃ દ્રૌપદી મુર્મૂએ આજે દેશના સર્વોચ્ચય રાષ્ટ્રપતિ પદ માટેના શપથ લીધા છે. દ્રૌપદી મુર્મૂને વિપક્ષના ઉમેદવાર યશવંત સિન્હા કરતા 64 ટકા વધુ મત મળ્યા હતા. ભાજપે દાવો કર્યો કે, 125 ધારાસભ્ય અને 17 સાંસદોએ ક્રોસ વોટિંગ કરી દ્રૌપદી મુર્મૂનું સમર્થન કર્યુ હતુ
દેશના 14માં રાષ્ટ્રપતિ રામનથા કોવિંદનો કાર્યકાળ 24 જુલાઈએ પૂર્ણ થયો. આજે સવારે રાષ્ટ્રપતિ પદ માટે દ્રૌપદી મુર્મૂએ શપધ લીધા. પદ છોડ્યા બાદ રામનાથ કોવિંદને આવાસ અને મળતી સુવિધાઓમાં બદલાવ થશે. લોકો વિચારતા હશે કે, રાષ્ટ્રપતિ ભવન છોડ્યા બાદ હવે તેઓ ક્યાં વસવાટ કરશે, તેમન કઈ કઈ સુવિધાઓ મળશે. રામનાથ કોવિંદને હવે પ્રેસિડેન્ટ એમોલ્યૂમેન્ટ્સ એક્ટ 1951 હેઠળ સુવિધાઓ મળશે.
મળતી માહિતી મુજબ રામનાથ કોવિંદ હવે દિલ્લીના સૌથી મોટા બંગ્લામાંથી એક 12 જનપથમાં રહશે. પરંતુ હજુ સુધી આ બંગ્લાને તેમના નામ પર ફાળવવામાં આવ્યુ નથી. રામવિલાસ પાસવાન આ બંગ્લામાં રહેતા હતા. 10 જનપથમાં રહેતા કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી રામનાથ કોવિંદના નવા પાડોશી હશે. રામનાથ કોવિંદને દર મહિને દોઢ લાખ રૂપિયા પેન્શન મળશે.
રામનાથ કોવિંદને મળશે આ સુવિધાઓઃ
-રામનાથ કોવિંદને દર મહિને દોઢ લાખ રૂપિયા પેન્શન મળશે. જ્યારે તેમની પત્નીને 30 હજાર રૂપિયા માસિક સચિવ સહાય મળશે
-પૂર્વ રાષ્ટ્રપતિ પોતાના કાર્યાલય માટે દર વર્ષે 60 હજાર રૂપિયા સુધી ખર્ચ કરી શકશે
-રામનાથ કોવિંદને ઓછામાં ઓછા 8 રૂમવાળું સરકારી મકાન અપાશે. રાષ્ટ્રપતિને અપાતા ફર્નિશ્ય બંગ્લાનું ભાડું સરકારી ઉઠાવશે
-2 લેન્ડલાઈન, એક મોબાઈલ, બ્રેડબેન્ડ, 1 ઈન્ટરનેટ કનેક્શન પણ મળશે. સાથે જ પૂર્વ રાષ્ટ્રપતિને નિઃશુલ્ક પાણી અને વીજળી પણ મળશે
-સરકારી કાર અને ડ્રાઈવર પણ મળશે. કારના ઈંધણનો ખર્ચ અને ડ્રાઈવરનો પગાર સરકાર ચૂકવશે
-પૂર્વ રાષ્ટ્રપતિને જીવનભર નિઃશુલ્ક મેડિકલ સુવિધા મળષે. સાથે જ તેઓ એક વ્યક્તિ સાથે ભારતમાં પ્રથમ શ્રેણીની ટિકિટ મારફતે નિઃશુલ્ક ટ્રેન અને હવાઈ મુસાફરી કરી શકશે. ભારતમાં યાત્રા માટે તમામ સુવિધાઓની સાથે એક નિઃશુલ્ક વાહન પણ અપાશે
-બે સચિવ અને દિલ્લી પોલીસની સુરક્ષા અપાશે. સાથે જ તેમને 5 લોકોનો ખાનગી સ્ટાફ પણ અપાશે
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે