રામદેવ-IMA વિવાદમાં કૂદી આયુર્વેદિક ડોક્ટરોની સંસ્થા NIMA, સ્વાસ્થ્ય મંત્રીને લખ્યો પત્ર

યોગ ગુરુ રામદેવ (Ramdev) અને ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) વિવાદમાં હવે આયુર્વેદિક ડોકટરોની એક સંસ્થા નેશનલ ઈન્ટિગ્રેટેડ મેડિકલ એસોસિએશન (NIMA) પણ કૂદી છે

રામદેવ-IMA વિવાદમાં કૂદી આયુર્વેદિક ડોક્ટરોની સંસ્થા NIMA, સ્વાસ્થ્ય મંત્રીને લખ્યો પત્ર

નવી દિલ્હી: યોગ ગુરુ રામદેવ (Ramdev) અને ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) વિવાદમાં હવે આયુર્વેદિક ડોકટરોની એક સંસ્થા નેશનલ ઈન્ટિગ્રેટેડ મેડિકલ એસોસિએશન (NIMA) પણ કૂદી છે. NIMA એ દેશના સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષ વર્ધનને (Harsh Vardhan) પત્ર લખીને પૂછ્યું છે કે, 'શું દેશમાં કોરોના સંક્રમણને કારણે રિકવરી રેટ વધારે છે અને મૃત્યુ દર ઓછો છે તે ફક્ત એલોપથીક ડોકટરોની મહેનત છે, આયુર્વેદિક ડોક્ટરોનું કોઈ યોગદાન નથી?'

રામદેવને અભણ છે કહેનારાઓને જવાબ
શુક્રવારે લખેલા પોતાના પત્રમાં આયુર્વેદિક ડોકટરોના સંગઠને ભારતીય મેડિકલ એસોસિએશન (IMA) પર પણ નિશાન સાધ્યું હતું. IMA ને એલોપેથીક યુનિયન ઓફ ઈન્ડિયા કહેતા NIMA એ લખ્યું છે કે, IMA એ અધિકારીઓ આજે રામદેવને નિશિક્ષર તરીકે નિશાન બનાવી રહ્યા છે, તેઓ પોતે પણ પોતાના અંગત સ્વાર્થને કારણે કોરોના કાળમાં (Corona Pandemic) હડતાલ પર ઉતરવાની ધમકી આપતા હતા.

સ્યુડોસાયન્સ કહેતા લોકોએ માનવજાતનું અપમાન કર્યું
પોતાના પત્રમાં NIMA એ સ્વાસ્થ્ય મંત્રીને કહ્યું હતું કે જે રીતે તેમણે સ્વામી રામદેવને લખેલા પોતાના પત્રમાં લખ્યું છે કે દેશને કોરોના સંક્રમણના મારથી બચવા માટે ફક્ત એલોપથીક ડોકટરોએ જ ફાળો આપ્યો છે. આ ઉપરાંત NIMA એ સ્વાસ્થ્ય મંત્રીને આયુર્વેદને સ્યુડોસાયન્સ (Pseudo Science) કહેનારા લોકો સામે પગલાં લેવાની પણ માંગ કરી છે. NIMA એ તેના પત્રમાં કહ્યું છે કે, જે લોકો આયુર્વેદને સ્યુડોસાયન્સ કહે છે તેઓ દેશનું જ નહીં પરંતુ સમગ્ર માનવ જાતિનું અપમાન કરી રહ્યા છે.

રાષ્ટ્ર વિરોધીઓ સામે સરકાર કરે કડક કાર્યવાહી
એવામાં સ્વાસ્થ્ય મંત્રી આ લોકો પર કાર્યવાહી ક્યારે કરશે જે ભારતીયતાનું સતત અપમાન કરે છે પત્રમાં NIMA નું કહેવું છે કે, જે રીતે આ સમય દેશમાં આયુર્વેદ અને એલોપેથીની લડાઈ ચાલી રહી છે તે દેશ અને દેશવાસીઓ માટે ઘાતક છે. એવામાં સ્વાસ્થ્ય મંત્રીથી અપીલ છે કે, તેઓ કોઈ દબાણમાં આવવાને બદલે રાષ્ટ્ર વિરોધી લોબીના ઈશારા પર એવા તત્વોને શોધી કાઢે જેઓ દેશના ગૌરવને ડામવાનો પ્રયાસ કરી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news