Bhopal: કોરોના દર્દીઓને નોર્મલ ઇન્જેક્શન આપી રેમડેસિવિર ચોરી લેતી હતી નર્સ, બહારમાં બ્લેકમાં વેચતો હતો પ્રેમી
મધ્યપ્રદેશની રાજધાની ભોપાલથી રેમડેસિવિર ઇન્જેક્શન (Remedivir injection) ચોરીને લઈને એક અજીબ ઘટના સામે આવી છે. આ ઘટનાએ તમામ લોકોને ચોંકાવી દીધા છે. હકીકતમાં ભોપાલની જેકે હોસ્પિટલમાં એક નર્સ કોરોના સંક્રમિત દર્દીઓને રેમડેસિવિરની જગ્યાએ નોર્મલ ઇન્જેક્શન આપી તેને ચોરી લેતી હતી.
Trending Photos
ભોપાલઃ કોરોના વાયરસને કારણે દેશભરમાં હાહાકાર મચેલો છે. આ વચ્ચે મધ્યપ્રદેશની રાજધાની ભોપાલથી રેમડેસિવિર ઇન્જેક્શન (Remedivir injection) ચોરીને લઈને એક અજીબ ઘટના સામે આવી છે. આ ઘટનાએ તમામ લોકોને ચોંકાવી દીધા છે. હકીકતમાં ભોપાલની જેકે હોસ્પિટલમાં એક નર્સ કોરોના સંક્રમિત દર્દીઓને રેમડેસિવિરની જગ્યાએ નોર્મલ ઇન્જેક્શન આપી તેને ચોરી લેતી હતી. ત્યારબાદ નર્સ ચોરી કરેલ રેમડેસિવિરને પોતાના પ્રેમી દ્વારા બ્લેકમાં વેચાણ કરાવતી હતી.
રેમડેસિવિર ઇન્જેક્શનની ચોરીનો ખુલાસો ત્યારે થયો, જ્યારે કોલાર પોલીસે ઇન્જેક્શનની કાળાબજારીને લઈને એક યુવકની ધરપકડ કરી. પોલીસ પ્રમાણે જેકે હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ શાલિની અને દાનિશકુંજ નિવાસી ઝલકન સિંહ પ્રેમી-પ્રેમિકા છે. શાલિની હોસ્પિટલથી રેમડેસિવિર ઇન્જેક્શનની ચોરી કરી પોતાના પ્રેમીને બ્લેકમાં વેચવા માટે આપતી હતી. પરંતુ આ ઘટનાના ખુલાસા બાદ આરોપી નર્સ ફરાર છે.
આ પણ વાંચોઃ ઓક્સિજન, હોસ્પિટલમાં બેડ કે કોરોના સાથે જોડાયેલી કોઈ માહિતી જોઈએ છે, આ નંબર પર કરો તત્કાલ ફોન
ઝલકન સિંહે પોલીસ પૂછપરછમાં જણાવ્યુ કે હોસ્પિટલમાં શાલિની દર્દીઓને રેમડેસિવિરની જગ્યાએ નોર્મલ ઇન્જેક્શન લગાવી દેતી હતી. ત્યારબાદ તે રેમડેસિવિર ઝલકન સિંહને આપતી હતી. ઝલકન આ ઇન્જેક્શનને બજારમાં 20 થી 30 હજારમાં વેચતો હતો. આરોપી ઝલકન સિંહે જણાવ્યુ કે, તેણે જેકે હોસ્પિટલના ડોક્ટર શુભમ પટેરિયાને આ ઇન્ડેક્શન 13 હજારમાં વેચ્યુ છે.
માહિતી પ્રમાણે જેકે હોસ્પિટલમાં એડમિટ એક દર્દીના પરિજને ઝલકન સિંહ સાથે રેમડેસિવિર ઇન્જેક્શન માટે ડીલ કરી હતી. પરંતુ ડીલની કિંમતને લઈને ખેચતાણ ચાલી રહી હતી. આ વચ્ચે દર્દીનું મોત થયું. તેવામાં દર્દીના નારાજ પરિવારજનોએ ગોપનીય રીતે રેમડેસિવિરની કાળાબજારીની સૂચના પોલીસને આપી દીધી. સૂચના મળ્યા બાદ પોલીસે આરોપી પર નજર રાખી. શંકા બાદ જ્યારે પોલીસને ઇન્જેક્શન હોવાની સંપૂર્ણ માહિતી મળી તો તત્કાલ તેની ઘેરાબંધી કરી ધરપકડ કરી લેવામાં આવી હતી.
આ પણ વાંચોઃ oxygen crisis: ઓક્સિજન રોકનારાને અમે ફાંસીએ લટકાવી દેશું, દિલ્હી હાઈકોર્ટનું રૌદ્ર સ્વરૂપ
આ ઘટનાની આરોપી નર્સ શાલિની વર્મા હજુ ફરાર છે અને તેની શોધખોળ ચાલી રહી છે. આરોપી વિરુદ્ધ પોલીસે આઈપીસીની કલમ 389, 269, 270 સહિત અન્ય કમલો નોંધી ધરપકડ કરી લીધી છે. સાથે આરોપીઓ પર રાસકા લગાવવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે