ગુજરાત કેડરના IPS અધિકારી દિલ્હીના નવા પોલીસ કમિશનર બન્યા
ગુજરાત કેડરના આઈપીએસ અધિકારી રાકેશ અસ્થાનાને નવી જવાબદારી મળી છે.
Trending Photos
નવી દિલ્હીઃ સરહદ સુરક્ષા દળ (BSF) ના ડાયરેક્ટર જનરલ રાકેશ અસ્થાનાને દિલ્હીના પોલીસ કમિશનર બનાવવામાં આવ્યા છે. ગુજરાત કેડરના 1984ના આઈપીએસ અધિકારી રાકેશ અસ્થાનાને બીએસએફના ડીજી તરીકે બદલી કરી દિલ્હીના નવા પોલીસ કમિશનર બનાવવામાં આવ્યા છે. રાકેશ અસ્થાનાને સેવાનિવૃત થવાના ત્રણ દિવસ પહેલા દિલ્હી પોલીસ કમિશનરની કમાન મળી છે. આ માટે સરકારે સત્તાવાર આદેશ જારી કરી દીધો છે.
આઈપીએસ અધિકારી રાકેશ અસ્થાના ઝારખંડના નેતરહાટ વિદ્યાલયથી ભણેલા છે. 1984ની બેચના આઈપીએસ અધિકારી અસ્થાનાના પિતા હરે કૃષ્ણ અસ્થાના નેતરહાટ વિદ્યાલયમાં શિક્ષક હતા. મેટ્રિકની પરીક્ષા પાસ કર્યા બાદ અસ્થાનાએ રાંચીની સેન્ટ ઝેવિયર કોલેજમાંથી શિક્ષણ મેળવ્યુ હતું. આઈપીએસ અધિકારી તરીકે પસંદગી થયા બાદ ગુજરાત કેડર મળી હતી. સંયુક્ત બિહારમાં ચારા કૌભાંડ સંબંધિત મામલાની તપાસમાં પણ રાકેશ અસ્થાનાની મહત્વની ભૂમિકા રહી હતી.
Rakesh Asthana appointed as the Delhi Police Commissioner
(file photo) pic.twitter.com/FhsLoQRAdB
— ANI (@ANI) July 27, 2021
સીબીઆઈ એસપી રહેતા ચારા કૌભાંડની તપાસ તેમના નેતૃત્વમાં કરવામાં આવી હતી. સીબીઆઈમાં રહેતા તત્કાલીન ડાયરેક્ટર આલોક વર્મા સાથે થયેલા વિવાદ બાદ રાકેશ અસ્થાના ચર્ચામાં આવ્યા હતા, ત્યારબાદ તેમની બદલી કરી દેવામાં આવી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે