રાજ્યસભાની 11 સીટો પર ચૂંટણીની જાહેરાત, ભાજપને થશે મોટો ફાયદો


રાજ્યસભાની 11 સીટો પર ચૂંટણી માટે ચૂંટણી પંચે નોટિફિકેશન જાહેર કરી દીધું છે. તેમાં ઉત્તર પ્રદેશની 10 અને ઉત્તરાખંડની એક સીટ પર રાજ્યસભાની ચૂંટણી યોજાવાની છે. આ બધી સીટો પર 27 ઓક્ટોબરે ઉમેદવારી અને 9 નવેમ્બરે મતદાન થશે.

રાજ્યસભાની 11 સીટો પર ચૂંટણીની જાહેરાત, ભાજપને થશે મોટો ફાયદો

નવી દિલ્હીઃ રાજ્યસભાની 11 સીટો પર ચૂંટણી માટે ચૂંટણી પંચે નોટિફિકેશન જાહેર કરી દીધું છે. તેમાં ઉત્તર પ્રદેશની 10 અને ઉત્તરાખંડની એક સીટ પર રાજ્યસભાની ચૂંટણી યોજાવાની છે. આ બધી સીટો પર 27 ઓક્ટોબરે ઉમેદવારી અને 9 નવેમ્બરે મતદાન થશે. મતદાનના દિવસે મતોની ગણતરી કરી લેવામાં આવશે અને પરિણામ 11 નવેમ્બરે જાહેર કરવામાં આવશે. 

રાજ્યસભા સભ્યોનો કાર્યકાળ થશે પૂરો
હકીકતમાં, 25 નવેમ્બરે ઉત્તર પ્રદેશથી રાજ્યસભાના 10 સાંસદોનો કાર્યકાળ પૂરો થવાનો છે. તેમાંથી સૌથી વધુ સપાના સાંસદો છે. સપાના ચન્દ્રપાલ સિંહ યાદવ, રવિ પ્રકાશ વર્મા, વિશમ્ભર પ્રસાદ નિષાદ, જાવેદ અલી ખાન, પ્રોફેસર રામગોપાલ યાદવની સીટો ખાલી થઈ રહી છે. જ્યારે ભાજપના ખાતામાંથી બે સીટ ખાલી થઈ રહી છે, જેમાં અરૂણ સિંહ અને નીરજ શેખરની સીટ છે. આ સિવાય બસપામાંથી વીર સિંહ અને રાજારામની સીટ સામેલ છે અને કોંગ્રેસના નેતા પીએલ પુનિયાનો કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે. આ સિવાય ઉત્તરાખંડથી કોંગ્રેસના રાજ્યસભા સાંસદ રાજ બબ્બરનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે. 

સપાને થશે મોટું નુકસાન
હાલના સમયની વાત કરીએ તો યૂપી વિધાનસભામાં અત્યારે 395 (કુલ સંખ્યા 403) ધારાસભ્યો છે અને 8 સીટ ખાલી છે, જેમાંથી સાત પર પેટાચૂંટણી થઈ રહી છે. તેવામાં રાજ્યસભા ચૂંટણી સુધી તેના પરિણામ આવશે નહીં. યૂપી વિધાનસભાની હાલની સ્થિતિના આધાર પર નવેમ્બરમાં યોજાનાર ચૂંટણીમાં જીત માટે દરેક સભ્યોને આશરે 37 મત જોઈએ. યૂપીમાં હાલના સમયમાં ભાજપની પાસે 306 ધારાસભ્યો છે, જ્યારે અપના દલ 9 અને અપક્ષ ત્રણ ધારાસભ્યોનું સમર્થન હાસિલ છે. તો સપા 48, કોંગ્રેસ 7, બસપા 18 અને પ્રકાશ રાજભરની પાર્ટીના ચાર ધારાસભ્યો છે. 

મહારાષ્ટ્રમાં મંદિર ન ખોલવા પર રાજકીય જંગ, રાજ્યપાલ અને સીએમ ઉદ્ધવ આમને-સામને  

યૂપીની 10માંથી 8 કે 9 સીટ ભાજપને મળશે
યૂપીના ધારાસભ્યોના આંકડા પ્રમાણે ભાજપ 10માંથી 8 સભ્યોને ચૂંટણીને ઉપલા ગૃહમાં મોકલી શકે છે. આ સિવાય તેને વધારે સમર્થન મળ્યું તો નવમી સીટ પણ જીતી શકે છે. તો સપા ધારાસભ્યોની સંખ્યા પ્રમાણે માત્ર એક સીટ મળશે તેમ લાગી રહ્યું છે,. જ્યારે બસપા અને કોંગ્રેસ પોતાના ધારાસભ્યોની મદદથી એકપણ સીટ જીતે તેમ લાગતું નથી. આ રીતે સપાને પાંચમાંથી ચાર સીટોનું નુકસાન ઉઠાવવું પડી શકે છે, તો બસપાએ બે સીટોનું. ભાજપને 6-7 સીટનો રાજકીય ફાયદો મળશે. 

રાજ્યસભામાં કુલ 245 સાંસદો છે, જેમાંથી ભાજપના નેતૃત્વ વાળા એનડીએની પાસે સૌથી વધુ સભ્યો છે. ભાજપ 85, જેડીયૂ 5, બીપીએફ 1, આરપીઆઈ 1, એનપીએફ 1, એમએનએફ 1 અને નોમિનેટ 7ને મળીને કુલ 101 સાંસદોનું સમર્થન પ્રાપ્ત છે. આ સિવાય એઆઈડીએમકેના 9 સાંસદો છે, જે એનડીએ સરકારની સાથે છે. આ રીતે 110 સાંસદો થઈ રહ્યાં છે. તેવામાં યૂપી અને ઉત્તરાખંડની 11માંથી 10 સીટ જીતવામાં સફળ રહ્યું તો આ આંકડો 120 પર પહોંચી જશે. આ રીતે એનડીએ પ્રથમવાર બહુમતના આંકડાની સાથે જોવા મળશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news