આજે ભારતને મળશે પ્રથમ રાફેલ જેટ, દુશ્મનના ભૂક્કા બોલાવી દે તેવા વિમાનની જાણો ખાસિયતો
રક્ષા મંત્રી રાજનાથ સિંહ વિજયા દશમીના શુભ અવસરે મંગળવારે ફ્રાન્સની રાજધાની પેરિસમાં ભારતીય પરંપરા મુજબ શસ્ત્ર પૂજા કરશે. વિધિવત શસ્ત્ર પૂજા કર્યા બાદ રક્ષા મંત્રી ફ્રાન્સની કંપની દસોલ્ટ પાસેથી ખરીદાયેલા ફાઈટર વિમાન રાફેલની ડિલિવરી લેશે અને તેમા ઉડાણ પણ ભરશે.
Trending Photos
નવી દિલ્હી: રક્ષા મંત્રી રાજનાથ સિંહ વિજયા દશમીના શુભ અવસરે મંગળવારે ફ્રાન્સની રાજધાની પેરિસમાં ભારતીય પરંપરા મુજબ શસ્ત્ર પૂજા કરશે. વિધિવત શસ્ત્ર પૂજા કર્યા બાદ રક્ષા મંત્રી ફ્રાન્સની કંપની દસોલ્ટ પાસેથી ખરીદાયેલા ફાઈટર વિમાન રાફેલની ડિલિવરી લેશે અને તેમા ઉડાણ પણ ભરશે. રાફેલ અત્યાધુનિક ટેક્નોલોજીથી લેસ ફાઈટર વિમાન છે. દસોલ્ટ સાથે થયેલી ડીલ મુજબ પહેલા વિમાનની ડિલિવરી આજે મળી રહી છે. ભારતમાં શસ્ત્ર પૂજાની પરંપરા અનાદિ કાળથી ચાલતી આવી છે. મહારાણા પ્રતાપની આ ધરતી પર રાજપૂત રાજાઓ દુશ્મનોના રણભૂમિમાં છક્કા છોડાવતા પહેલા અસ્ત્ર-શસ્ત્ર પૂજા કરતા રહે છે. આ પરંપરાનું પાલન કરતા ભારતીય સેનામાં પણ વિજયા દશમીના દિવસે શસ્ત્ર પૂજા થાય છે. કદાચ આ પરંપરાને નિભાવવા માટે જ રાફેલ વિમાનની ડિલિવરી માટે વિજયા દશમીનો દિવસ પસંદ કરાયો છે. આ ઉપરાંત આજે ભારતીય વાયુસેના દિવસ પણ છે.
દુશ્મનોના છક્કા છોડાવી દેશે રાફેલ
આજના દિવસે જ ભગવાન રામે લંકાના રાજા રાવણ પર વિજય મેળવ્યો હતો. આથી વિજયા દશમીને અસુરી શક્તિઓ પર દેવતાના વિજય સ્વરૂપે મનાવવામાં આવે છે. શસ્ત્ર પૂજાની સાથે ફાઈટર વિમાન રાફેલની ડિલિવરી પાછળ પણ કદાચ એ જ ધારણા હોય કે આ વિમાન ભારત તરફથી આંખ ઉઠાવનારી દરેક તાકાતને નેસ્તોનાબુદ કરવામાં દેશના સૈન્ય બળ માટે મહત્વનું સાબિત થશે.
રાફેલની ખાસિયતો
રાફેલ બે એન્જિનવાળુ ફાઈટર વિમાન છે. જેનું નિર્માણ દસોલ્ટ નામની એક ફ્રાન્સીસી કંપનીએ કર્યું છે. તેમાં મિટિઓર અને સ્કાલ્પ મિસાઈલો તૈનાત છે. જેના કારણે તે ભારતને હવામાંથી હવામાં માર કરવાની અદભૂત ક્ષમતા આપશે. એવું કહી શકાય કે આ બંને મિસાઈલો રાફેલની યુએસપી છે. ફાન્સ ભારતને 36 રાફેલ આપશે. આવો જાણીએ તેની વધુ ખાસિયતો...
1. રાફેલ એક એવું ફાઈટર વિમાન છે જેને દરેક પ્રકારના મિશન પર મોકલી શકાય છે. ભારતીય વાયુસેનાની તેના પર ઘણા સમયથી નજર હતી.
2. તે એક મિનિટમાં 60 હજાર ફૂટની ઉંચાઈ પર જઈ શકે છે. તેની ફ્યુલ કેપેસિટી 17 હજાર કિગ્રા છે.
3. રાફેલ જેટ દરેક ઋતુમાં એક સાથે અનેક કામ કરવામાં સક્ષમ છે, આથી તેને મલ્ટિરોલ ફાઈટર એરક્રાફ્ટના નામથી પણ ઓળખાય છે.
4. તેમાં સ્કાલ્પ મિસાઈલ થે જે હવામાંથી જમીન પર વાર કરવામાં સક્ષમ છે.
5. રાફેલની મારક ક્ષમતા 3700 કિમી સુધી છે જ્યારે સ્કાલ્પની રેન્જ 300 કિમી છે.
6. વિમાનમાં ફ્યુલ ક્ષમતા 17000કિગ્રા છે.
7. તે એન્ટી શિપ એટેકથી લઈને પરમાણુ એટેક, ક્લોઝ એર સપોર્ટ અને લેઝર ડાઈરેક્ટ લોન્ગ રેન્જ મિસાઈલ એટેકમાં પણ અવ્વલ છે.
8. તે 24500 કિગ્રા સુધીનું વજન લઈ જવા માટે સક્ષમ છે અને 60 કલાકની વધારાની ઉડાણ ભરી શકે છે.
9. તેની સ્પીડ 2223 કિમી પ્રતિ કલાક છે.
જુઓ LIVE TV
ભારતને મળનારા રાફેલ જેટમાં હશે આ 6 ફેરફાર
1. ઈઝરાયેલી હેલમેટ માઉન્ટેડ ડિસ્પલે
2. રડાર વોર્નિંગ રિસિવર્સ
3. લો બેન્ડ જેમર્સ
4. 10 કલાકનો ફ્લાઈટ ડેટા રેકોર્ડિંગ સિસ્ટમ
5. ઈન્ફ્રા રેડ સર્ચ
6. ટ્રેકિંગ સિસ્ટમ
પાકિસ્તાન પાસે આવું કોઈ વિમાન નથી
કહેવાય છે કે ભારતીય વાયુસેનાના કાફલામાં રાફેલ વિમાન સામેલ થવાથી દેશની વ્યુહાત્મક તાકાત અનેક ઘણી વધશે અને દક્ષિણ એશિયામાં જ્યાં પાકિસ્તાનનું વર્તન હંમેશા શત્રુ દેશ તરીકેનો રહ્યો છે ત્યારે તે આંખ ઉઠાવવાની પણ હવે હિંમત કરશે નહીં. રક્ષા વિશેષજ્ઞોનું માનીએ તો રાફેલની સરખામણીએ પાકિસ્તાન પાસે એક પણ વિમાન તેની સામે ટકી શકે તેમ નથી. ફ્રાન્સ, ઈજિપ્ત અને કતાર બાદ ભારત એ ચોથો દેશ હશે જેની પાસે રાફેલ વિમાનની શક્તિ હશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે