Rajasthan New Districts: ચૂંટણી ટાણે અશોક ગેહલોતના આ એક માસ્ટર સ્ટ્રોકે બાજી પલટી નાખી? ભાજપ માટે વધશે મુશ્કેલી!

 ગેહલોત સમર્થકો તેમના આ પગલાંને માસ્ટરસ્ટ્રોક ગણાવી રહ્યા છે. તેઓ માની રહ્યા છે કે રાજસ્થાનમાં નવા જિલ્લા  બનાવવાથી 5 વર્ષની એન્ટી ઈન્કમ્બન્સી પ્રો ઈન્કમ્બન્સીમાં ફેરવાઈ જશે.  રાજસ્થાન કોંગ્રેસનો આંતરિક કલેહ પણ ઠંડો પડી જશે અને ચૂંટણી લડવા માટે તેમને નવો મુદ્દો મળી જશે. રાજસ્થાન કોંગ્રેસ આ મુદ્દે આગામી વિધાનસભા ચૂંટણી લડી શકે છે. નવા જિલ્લા બનાવવાની માંગણી રાજસ્થાનમાં લાંબા સમયથી થઈ રહી હતી. ભૌગોલિક દ્રષ્ટિથી રાજસ્થાન મોટું હોવાના કારણે આવી માંગણી થઈ રહી હતી. અશોક ગેહલોત અને તેમની સરકારનું માનવું છે કે આ નિર્ણયથી તેમને જનતાનો સાથ મળી શકે છે. 

Rajasthan New Districts: ચૂંટણી ટાણે અશોક ગેહલોતના આ એક માસ્ટર સ્ટ્રોકે બાજી પલટી નાખી? ભાજપ માટે વધશે મુશ્કેલી!

Rajashtan Politics: રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે ચૂંટણી વર્ષમાં રાજ્યમાં 19 નવા જિલ્લા બનાવવાની જાહેરાત કરી દીધી છે. ગેહલોત સમર્થકો તેમના આ પગલાંને માસ્ટરસ્ટ્રોક ગણાવી રહ્યા છે. તેઓ માની રહ્યા છે કે રાજસ્થાનમાં નવા જિલ્લા  બનાવવાથી 5 વર્ષની એન્ટી ઈન્કમ્બન્સી પ્રો ઈન્કમ્બન્સીમાં ફેરવાઈ જશે.  રાજસ્થાન કોંગ્રેસનો આંતરિક કલેહ પણ ઠંડો પડી જશે અને ચૂંટણી લડવા માટે તેમને નવો મુદ્દો મળી જશે. રાજસ્થાન કોંગ્રેસ આ મુદ્દે આગામી વિધાનસભા ચૂંટણી લડી શકે છે. નવા જિલ્લા બનાવવાની માંગણી રાજસ્થાનમાં લાંબા સમયથી થઈ રહી હતી. ભૌગોલિક દ્રષ્ટિથી રાજસ્થાન મોટું હોવાના કારણે આવી માંગણી થઈ રહી હતી. અશોક ગેહલોત અને તેમની સરકારનું માનવું છે કે આ નિર્ણયથી તેમને જનતાનો સાથ મળી શકે છે. 

અત્રે જણાવવાનું કે રાજસ્થાન વિધાનસભામાં સોમવારે નાણાકીય વર્ષ 2023-24 નું બજેટ પસાર થયું. આ સાથે જ સીએમ અશોક ગેહલોતે રાજસ્થાનમાં 19 નવા જિલ્લા અને 3 નવા સંભાગ બનાવવાની જાહેરાત કરી. અશોક ગેહલોતે પહેલા તબક્કામાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને હ્રુમન રિસોર્સ માટે 2000 કરોડ રૂપિયાનું બજેટ પ્રસ્તાવિત કર્યું. અશોક ગેહલોતે જણાવ્યું કે બજેટ 2023-24માં 1098 જાહેરાતો કરી છે જેમાંથી 250 જાહેરાતોની સ્વિકૃતિ જાહેર કરાઈ છે. 

ગેહલોતની જાહેરાત
સીએમ ગેહલોતે વધુમાં કહ્યું કે જનઘોષણાપત્રના 80 ટકા વાયદા પૂરા કરવામાં આવ્યા છે અને લગભગ 16 ટકા પર કામ ચાલુ છે. તેમણે કહ્યું કે અનુપગઢ, વ્યાવર, બાલોતરા, કુચામનસિટી, ડીગ ડીડવાના, ગંગાપુરસિટી, દુદુ, જયપુર નોર્થ, જયપુર સાઉથ, જોધપુર વેસ્ટ, કેકડી, ખેરથલ, નીમકાથાના, કોટપૂતલી, સલુંબર, ફલૌદી, સાંચૌર, શાહપુરા-ભીલવાડાને નવા જિલ્લાઓ બનાવવાની જાહેરાત કરી છે. 

મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું કે 19 નવા જિલ્લા બન્યા બાદ રાજસ્થાનમાં કુલ 50 જિલ્લા હશે. આ તમામના રાજ્ય મુખ્યાલયથી સંપર્ક સંભાગીય હેડક્વાર્ટર્સ દ્વારા થાય છે. આથી રાજસ્થાનમાં 3 નવા સંભાગ પાલી, બાંસવાડા અને સીકર બનાવવાનું એલાન પણ કરાયું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news