રાજસ્થાનમાં સાઇબર ઇમરજન્સી: ચોરી અટકાવવા વિદ્યાર્થીનીઓના કપડા ઉતરાવ્યા

રાજસ્થાનમાં પોલીસ ભર્તી માટે પરીક્ષાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ પરીક્ષામાં ચોરી કરતા વિદ્યાર્થીઓને રોકવા માટે સમગ્ર વિસ્તારની ગતિ અટકાવી દીધી છે. જો કે નકલ અટકાવવા માટે કેટલાક એવા પગલા પણ ઉઠાવાઇ રહ્યા છે, જે ખુબ જ શરમજનક છે અને સરકારની લાપરવાહીનું પ્રતિક છે. સમગ્ર રાજ્યમાં ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. જેના કારણે લોકોને ભારે પરેશાની થઇ રહી છે. 
રાજસ્થાનમાં સાઇબર ઇમરજન્સી: ચોરી અટકાવવા વિદ્યાર્થીનીઓના કપડા ઉતરાવ્યા

જયપુર : રાજસ્થાનમાં પોલીસ ભર્તી માટે પરીક્ષાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ પરીક્ષામાં ચોરી કરતા વિદ્યાર્થીઓને રોકવા માટે સમગ્ર વિસ્તારની ગતિ અટકાવી દીધી છે. જો કે નકલ અટકાવવા માટે કેટલાક એવા પગલા પણ ઉઠાવાઇ રહ્યા છે, જે ખુબ જ શરમજનક છે અને સરકારની લાપરવાહીનું પ્રતિક છે. સમગ્ર રાજ્યમાં ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. જેના કારણે લોકોને ભારે પરેશાની થઇ રહી છે. 

પરીક્ષા સેન્ટર્સ પર યુવતીઓના કપડા ઉતરાવડાવામાં આવ્યા અને કપડા પણ કાપી નાખવામાં આવ્યા, જેનો લોકો વિરોધ કરી રહ્યા છે. આ ઘટનાના કારણે લોકોમાં રોષ છે. પરીક્ષા સેન્ટર્સ પર પોલીસે જે રીતે યુવતીઓનાં કપડા કાપવામાં આવ્યા તે કોઇ પણ રીતે યોગ્ય નથી. ઝુંઝુનમાં જ્યાં યુવતીના કપડા ફાડવામાં આવ્યા બીજી તરળ છોકરાઓની કોલર અને પેન્ટની મોળીમાં ચેકિંગ કરાવવામાં આવ્યા અને તેના બુટ પણ કઢાવવામાં આવ્યા. પરીક્ષા સેન્ટરો પર એવું લાગી રહ્યું હતું કે જાણે કોઇ બુટની દુકાન હોય .

એક માતાએ પોતાની પુત્રીના કપડા ચૂંદડીની આડમાં સેંટરની બહાર જ કપડા બદલાવવા પડ્યા હતા. આ નજારો રાજ્યનાં મોટા ભાગનાં દરેક પરીક્ષા કેન્દ્રો પર જોવા મળ્યો હતો. જો કે સરકારની તરફથી પહેલા જ ડ્રેસ કોડની માહિતી આપી દેવામાં આવી હતી અને જુતાથી માંડીને કપડાના મુદ્દે અવગત કરાવી દેવાયા હતા. તેની પહેલા પણ ઘણી પરિક્ષાઓમાં એવો જ નજારો જોવા મળ્યો હતો. 

રાજસ્થામાં ગત્ત બે દિવસોથી લોકો સાઇબર ઇમરજન્સીના કાળમાં જીવી રહ્યા છે. જ્યાં બે દિવસથી કોઇ પ્રકારી ઇન્ટરનેટ અને એશએમએશ સેવા સંપુર્ણ બંધ છે. નકલ કરનારાઓથી પરેશાન રાજસ્થાન સરકારે નકલ અટકાવવા માટે સમગ્ર પ્રદેશની સ્પીડ અટકાવી દીધી છે. અત્રે ઉલ્લેખનીય છે કે સરકારનો દાવો છે કે અમે આ બધુ જ નકલ રોકવા માટે કર્યું છે. સરકારની પણ મજબુરી છે. કોન્સ્ટેબલની ભરતીમાં હાઇટેક નકલખોરોના કારણે ત્રણ વખત ટાળવી પડી હતી. આશરે 13 હજાર પદો માટે 14 લાખ પરીક્ષાર્થી સમગ્ર રાજ્યમાં પરીક્ષા આપી રહ્યા છે. 

આ સાઇબર કર્ફ્યુનાં કારણે શનિવારે રેલ્વે, ફ્લાઇટ, બસ, બૈંકિંગ સહિત તમામ પ્રકારના ઓનલાઇન ટ્રાન્ઝેક્શન બંધ રહ્યા. ગૃહ વિભાગના અનુસાર સાંજે પાંચ વાગ્યે આજે ઇન્ટરનેટ સેવા ચાલુ થશે. રાજસ્થાનનાં ઇતિહાસમાં અને કદાચ દેશનાં ઇતિહાસમાં પણ પ્રથમ વાર એવું થઇ રહ્યું હશે કે કોઇ ભર્તી પરિક્ષા માટે સમગ્ર રાજ્યમાં ડિજિટલ કર્ફ્યુ લગાવી દીધો છે. શનિવાર અને રવિવારે ચાર કલાકની કોન્સ્ટેબલની ભર્તી માટે દસ-દસ કલાક સુધી ઇન્ટરનેટ સેવા સંપુર્ણ અટકાવાઇ રહી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news