રાહુલ ગાંધી મંદિર કેમ જાય છે? કોંગ્રેસના આ દિગ્ગજ નેતાએ કરી નાખ્યો મોટો ખુલાસો

મધ્ય પ્રદેશ બાદ રાજસ્થાનમાં પણ ચૂંટણી પ્રચારમાં રાહુલ ગાંધીની મંદિર મુલાકાતોનો સિલસિલો ચાલુ જ છે.

રાહુલ ગાંધી મંદિર કેમ જાય છે? કોંગ્રેસના આ દિગ્ગજ નેતાએ કરી નાખ્યો મોટો ખુલાસો

નવી દિલ્હી: મધ્ય પ્રદેશ બાદ રાજસ્થાનમાં પણ ચૂંટણી પ્રચારમાં રાહુલ ગાંધીની મંદિર મુલાકાતોનો સિલસિલો ચાલુ જ છે. આ જ કડીમાં તેમણે ગત દિવસોમાં પુષ્કરના મંદિરમાં દર્શ કર્યાં અને આ ઉપરાંત પોતાને કૌલ બ્રાહ્મણ અને દત્તાત્રેય ગોત્રના જણાવ્યાં. હકીકતમાં આ અગાઉ ભાજપે તેમને ગોત્ર અંગેનો સવાલ કર્યો હતો. રાહુલ ગાંધીએ તે જ સંલગ્ન આ જવાબ આપ્યો હોય તેવું માનવામાં આવી રહ્યું છે. સ્પષ્ટ છે કે સોશિયલ મીડિયામાં આ મુદ્દે ખુબ હોબાળો મચી રહ્યો છે. 

રાહુલ ગાંધીની ટીકા થઈ રહી છે. લોકોનું માનવું છે કે દેશની સૌથી જૂની અને 'સેક્યુલર' છબીવાળી પાર્ટી કોંગ્રેસ 'નરમ હિન્દુત્વ'નું કાર્ડ રમી રહી છે. કોંગ્રેસના આ વિરોધાભાસો પર પાર્ટીના સાંસદ શશિ થરૂરે જવાબ આપ્યો છે. તેમણે દિલ્હીમાં ટાઈમ્સ લિટફેસ્ટમાં ભાગ લીધો. આ દરમિયાન તેમણે રાહુલ ગાંધી કેમ મંદિર જાય છે તે અંગે પણ જણાવ્યું. 

તેમણે કહ્યું કે 'લાંબા સમય સુધી અમે (કોંગ્રેસ) એવું અનુભવતા રહ્યાં કે પોતાની અંગત ધાર્મિક ભાવનાઓને જાહેર કરવી યોગ્ય નથી. અમે અમારી આસ્થાઓને માનતા રહ્યાં પરંતુ ક્યારેય તેને જાહેર રીતે પ્રગટ કરવાની જરૂરિયાત લાગી નહીં. તેનું એક આંશિક કારણ એ પણ હતું કે  કોંગ્રેસ નહેરુવાદી સેક્યુલરવાદથી પ્રભાવિત રહી જેના મૂળિયા આઝાદીના આંદોલન સાથે જોડાયેલા રહ્યાં.' આ સાથે જ શશિ થરૂરે કહ્યું કે કોંગ્રેસના આ વિચારને ભાજપે વાસ્તવિક હિન્દુઓ અને અનીશ્વવાદી સેક્યુલરોમાં જોવાનો પ્રયત્ન કર્યો. 

શશિ થરૂરે કહ્યું કે ' ...અને આવા દેશમાં જ્યાં ધાર્મિકતા એટલી ઊંડી છે અને જો વિમર્શને આ રીતે રજુ કરાશે તો સેક્યુલરવાદી હંમેશા હારશે. આથી અમે નક્કી કર્યું કે હવે સમય આવી ગયો છે કે આપણે આપણી આસ્થાને પ્રગટ કરીશું પરંતુ તેને એા સમાવેશી ફ્રેમવર્કમાં રજુ કરવામાં આવે જેમાં બીજા ધર્મોમાં પણ તે સ્વીકૃત થાય.'

જ્યારે શશિ થરૂરને પૂછવામાં આવ્યું કે શું રાહુલ ગાંધીનું આ મંદિરમાં જવું એક તકવાદ નથી તો તેમણે કહ્યું કે કોંગ્રેસ અધ્યક્ષની યાત્રાઓને આ રીતે જોવી તે યોગ્ય નથી. તેમણે કહ્યું કે રાહુલ ગાંધી જો પોતાને શિવભક્ત કહે છે તો તેનો અર્થ પણ તે સારી રીતે જાણે છે. તેમણે કહ્યું કે 'આ પ્રકારની મુસાફરીઓના હવે ફોટા સામે આવવા પહેલાથી રાહુલ ગાંધીની સાથે તેમના ધર્મ અને આધ્યાત્મિકતા પર સંવાદ થયેલા છે. તેઓ ધર્મ અને આધ્યાત્મિકતાના મુદ્દે ખુબ જ વિચારશીલ અને અધ્યયનશીલ ભારતીય રાજનેતા છે.'

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news