કૃષિ કાયદાનો વિરોધ: રાહુલ ગાંધીએ કહ્યું- 'જે દિવસે કોંગ્રેસ સત્તામાં પાછી ફરશે...'
Trending Photos
મોગા: કૃષિ કાયદાનો વિરોધ અને ખેડૂતોના સમર્થનમાં પંજાબના મોગામાં કોંગ્રેસે (Congress) ખેતી બચાવો યાત્રા કાઢી. મોગાની રેલીમાં રાહુલ ગાંધી (Rahul Gandhi) એ હાથરસ કેસનો મુદ્દો ઉઠાવતા યોગી સરકાર પર આક્રમક પ્રહારો કર્યા. આ ઉપરાંત નવા કૃષિ કાયદા (farm Law) મુદ્દે પણ મોદી સરકાર પર નિશાન સાધ્યું.
તેમણે કહ્યું કે "યુપીમાં સ્થિતિ એટલી ખરાબ છે કે જે પરિવારની પુત્રી મૃત્યુ પામી તેને જ સીએમ અને ડીએમ ધમકી આપે છે. તેમણે કહ્યું કે હું યુપી ગયો હતો જ્યાં એક પુત્રીને મારી નાખવામાં આવી. હત્યારાઓ વિરુદ્ધ કોઈ કાર્યવાહી થઈ નથી. જે પરિવારની પુત્રી મૃત્યુ પામી તેમને જ ઘરમાં કેદ કરી દેવાયા. ડીએમ અને સીએમએ ધમકી આપી. ભારતમાં આ સ્થિતિ છે. અપરાધીઓને તો કશું ન થયું પરંતુ વિક્ટિમ સામે પગલા લેવાયા."
કોરોનાકાળમાં કાયદો લાગુ કરવાની શું જરૂર
રાહુલ ગાંધીએ કૃષિ કાયદા મુદ્દે સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે કોવિડ-19 મહામારીમાં આ કાયદાને લાગુ કરવાની શું જરૂર હતી? એટલી શું ઉતાવળ હતી? જો તમારે આ લાગુ કરવા જ હતાં તો લોકસભા-રાજ્યસભામાં પહેલા ચર્ચા કરવી જોઈતી હતી. પીએમ મોદીનું કહેવું છે કે ખેડૂતો માટે કાયદો લાગુ થયો છે. જો આમ જ હતું તો તેના પર સદનમાં ખુલ્લી ચર્ચા કેમ ન થઈ?
I give you guarantee that the day Congress party come to the power, we will scrap these three black laws and throw them in waste paper basket: Congress leader Rahul Gandhi, in Punjab's Moga during party's 'Kheti Bachao Yatra'. #FarmBills pic.twitter.com/dC1ER8bPAM
— ANI (@ANI) October 4, 2020
કોંગ્રેસ સત્તામાં આવશે તો કાયદા હટાવીને ફેંકી દેશે
રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે જો ખેડૂતો તેનાથી ખુશ છે તો દેશભરમાં પ્રદર્શન કેમ ચાલે છે. કેમ પંજાબનો દરેક ખેડૂત પ્રદર્શન કરી રહ્યો છે? રાહુલે વધુમાં કહ્યું કે હું તમને ગેરંટી આપુ છું કે જે દિવસે કોંગ્રેસ સત્તામાં આવી તે સમયે આ ત્રણેય કાળા કાયદાને હટાવીને વેસ્ટ પેપર બાસ્કેટમાં ફેકી દેશે.
If farmers are happy with these laws then why are they protesting across the nation? Why is every farmer in Punjab protesting?: Rahul Gandhi, in Moga at Congress' Kheti Bachao Yatra. #FarmBills https://t.co/0Z2ZsaKdXX
— ANI (@ANI) October 4, 2020
અમેરિકાની અસફળ પ્રણાલીને થોપવાની કોશિશ-સિદ્ધુ
ખેડૂત બચાવો યાત્રામાં કોંગ્રેસના નેતા નવજોત સિંહ સિદ્ધુ ઘણા દિવસ પછી જોવા મળ્યા. સિદ્ધુએ રેલીમાં કહ્યું કે 'તેઓ અમેરિકાની ફેલ સિસ્ટમને આપણા પર થોપવાની કોશિશ કરે છે. પૂંજીપતિ દેશને ચલાવે છે. આપણા પર થોપવાની કોશિશ કરે છે. પૂંજીવાદી આ દેશને ચલાવે છે. ખેડૂતોને મળનારા લાભને 'સબસિડી'નું લેબલ લગાવવામાં આવે છે. જ્યારે અમીરોને અપાતી લાખો રૂપિયાની છૂટ 'ઈન્સેન્ટિવ' કહેવાય છે.'
જ્યાં સુધી એમએસપી અનિવાર્ય ન થાય, ત્યાં સુધી કોઈ ફાયદો નથી-સીએમ
રેલીમાં સીએમ અમરિન્દર સિંહે કહ્યું કે જ્યાં સુધી સંસદમાંથી પાસ થયેલા કાયદામાં ટેકાના ભાવ (MSP)ને અનિવાર્ય કરવા માટે સંશોધન ન થાય ત્યાં સુધી તેમના આ વાયદાનો કોઈ ફાયદો નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે