દેશનું બાળપણ નબળું હશે તો વિકાસની ગતિ ધીમી થઇ જશે: PM મોદી

મંગળવારે આંગણવાડી અને આશા વર્કર કાર્યકર્તાઓને સંબોધિત કરતાં વડાપ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ કહ્યું કે દેશમાં ટીકાકરણ અભિયાન હાલ ઝડપથી ચાલી રહ્યું છે

દેશનું બાળપણ નબળું હશે તો વિકાસની ગતિ ધીમી થઇ જશે: PM મોદી

નવી દિલ્હી: વડાપ્રધાન નરેંદ્ર મોદી મંગળવારે દેશની હજારો આંગણવાડી અને આશા વર્કર કાર્યકર્તાઓ સાથે વીડિયો કોંફ્રેસિંગ દ્વારા વાતચીત કરી રહ્યા છે. તેમણે આ દરમિયાન કહ્યું કે કેંદ્ર સરકાર દેશમાં પોષણ અને સારા સ્વાસ્થ્ય માટે સેવાઓના મુદ્દા પર પુરૂ ધ્યાન આપતાં કામ કરી રહી છે. તેમણે કહ્યું કે હું 'ગર્ભવતી મહિલાઓને નિશુલ્ક સારવારવાળા ડોક્ટરોનો આભાર વ્યક્ત કરી રહ્યો છું. તેમણે કહ્યું કે નબળા પાયા પર મજબૂત બિલ્ડીંગનું નિર્માણ ન થઇ શકે. આ પ્રકારે જો દેશનું બાળપણ નબળુ રહેશે તો તેનાથી વિકાસની ગતિ ધીમી થઇ જશે. 

— ANI (@ANI) September 11, 2018

મંગળવારે આંગણવાડી અને આશા વર્કર કાર્યકર્તાઓને સંબોધિત કરતાં વડાપ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ કહ્યું કે દેશમાં ટીકાકરણ અભિયાન હાલ ઝડપથી ચાલી રહ્યું છે. આ અભિયાનમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને બાળકોને જોડવા જરૂરી છે. 

— ANI (@ANI) September 11, 2018

પીએમ મોદીએ કહ્યું કે 'હાલના સમયમાં એક આશા વર્કર કોઇ બાળકને જન્મ બાદ તેની પાસે 42 દિવસોમાં 6 વાર જાય છે. હવે હાલમાં તે વધારીને 15 મહિના કરી રહ્યા છીએ. તેનાથી આશા વર્કર એવા બાળકોની દેખરેખ માટે તેમની 15 મહિનામાં 11 વખત જઇ શકશે. મને વિશ્વાસ છે કે તમારા સ્નેહ અને પોતાનાપણાથી એક એકથી ચઢિયાતા નાગરિક દેશને મળશે.
राजस्थान: बच्चों को पौष्टिक भोजन देकर स्वस्थ रखने का धर्म निभाता एक कलेक्टर

કોઇપણ બાળક માટે જીવન પહેલાં એક હજાર દિવસ ખૂબ મહત્વપૂર્ણ હોય છે. આ દરમિયાન મળેલો પૌષ્ટિક આહાર, ખાણીપીણીની ટેવ નક્કી કરે છે કે તેનું શરીર કેવું બનશે, ભણવા લખવામાં તે કેવું તહ્શે, માનસિક રીતે કેટલું મજબૂત હશે. જો દેશનો નાગરિક યોગ્ય રીતે પોષિત થશે. વિકસિત થશે તો દેશના વિકાસને કોઇ રોકી શકશે નહી. જોકે શરૂઆતી હજાર દિવસોમાં દેશના ભવિષ્યની સુરક્ષાનું એક મજબૂત તંત્ર વિકસિત કરવાનો પ્રયત્ન થઇ રહ્યો છે. 

— ANI (@ANI) September 11, 2018

એક આશા વર્કરની વાત પર જવાબ આપતાં વડાપ્રધાન નરેંદ્ર મોદીએ કહ્યું 'જેમ કે દાદરા અને નગર હવેલીની સાથે કહી રહી હતી, નિશ્વિતપણે એનીમિયા એક મોટી સમસ્યા છે. દેશમાં મોટી સંખ્યામાં લોકો એનીમિયાના શિકાર છે. જોકે કેટલાક વર્ષોમાં આયોડીન યુક્ત મીઠાનો ઉપયોગ વધી રહ્યો છે. હવે તમે બધી કાર્યકર્તાઓને આયોડીન અને આયરન યુક્ત ડબલ ફોર્ટિફાઇડ મીઠાના ઉપયોગ માટે લોકોને વધુ જાગૃત કરવા પડશે જેથી એનીમિયા જેવી બિમારીઓને દૂર કરી શકાય. 

પીએમ મોદીએ આશા અને આંગણવાડી વર્કરોને કહ્યું કે 'સ્વસ્થ અને સક્ષમ ભારતના નિર્માણમાં તમારા બધાની શક્તિ પર મને, આખા દેશને પુરો વિશ્વાસ છે. આપણે મળીને કુપોષણ વિરૂદ્ધ, ગંદકી વિરૂદ્ધ, માતૃત્વની સમસ્યા વિરૂદ્ધ સફળતા પ્રાપ્ત થશે. ત્યારે ટ્રિપલ Aની આપણી આ તાકાતને A ગ્રેડમાં રાખશે, ટોચ પર રાખશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news