BJP ની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં પસાર કરવામાં આવ્યો રાજકીય પ્રસ્તાવ, ચૂંટણી પર થશે મંથન
લોકસભા અને વિધાનસભા પેટાચૂંટણીમાં મળેલા ઝટકા બાદ રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં આગામી વર્ષે પાંચ રાજ્યોમાં યોજાનાર વિધાનસભા ચૂંટણીની રણનીતિ પર ચર્ચા કરવામાં આવશે.
Trending Photos
નવી દિલ્હીઃ ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક નવી દિલ્હી નગરપાલિકા પરિષદના કન્વેન્શન સેન્ટરમાં ચાલી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રાજનાથ સિંહ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તેમાં સામેલ છે. તો પાર્ટીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશી વર્ચ્યુઅલ રૂપથી જોડાયેલા છે. દેશમાં 100 કરોડ રસીકરણના લક્ષ્યને હાસિલ કરવા પર પાર્ટીના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષોએ પીએમ મોદીનું સન્માન કર્યુ હતું.
લોકસભા અને વિધાનસભા પેટાચૂંટણીમાં મળેલા ઝટકા બાદ રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં આગામી વર્ષે પાંચ રાજ્યોમાં યોજાનાર વિધાનસભા ચૂંટણીની રણનીતિ પર ચર્ચા કરવામાં આવશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમન, રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ, મુખ્તાર અબ્બાસ નકવી, અનુરાગ ઠાકુર, હરદીપ સિંહ પુરી, પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો. હર્ષવર્ધન પણ રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં સામેલ થયા છે. ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક બે વર્ષ બાદ યોજાઈ છે. કોરોના સંક્રમણને કારણે 2019 બાદ આ બેઠક યોજાઈ નથી.
આ પણ વાંચોઃ ગેરકાયદેર ધર્મ પરિવર્તન કેસમાં યૂપી ATS ની મોટી કાર્યવાહી, મૌલાના ઉમર ગૌતમના પુત્રની ધરપકડ
ધર્મેન્દ્ર પ્રધાને કહ્યુ- કોરોનાની ત્રાસદીએ બે વર્ષ સુધી લોકોને ઘેરાયેલા રાખ્યા છે. તેનાથી બધી વસ્તુ પ્રભાવિત રહી, તેથી દોઢ વર્ષ બાદ આ બેઠક યોજાઈ છે. બેઠકમાં 36 એકમના 346 સભ્ય હાજર રહ્યા છે. જ્યારે વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશી ઘરેથી જોડાયા છે. પીએમ મોદીની પ્રશાસનિક પહલને વિકાસશીલ દેશ અને વિકસિત દેશ તેમની પ્રશંસા કરે છે. કોરોના કાળમાં સારા કામની બધાએ પ્રશંસા કરી છે.
Prime Minister Narendra Modi attends BJP National Executive Committee meeting in Delhi pic.twitter.com/Fvy5sY0aTI
— ANI (@ANI) November 7, 2021
ધર્મેન્દ્ર પ્રધાને આગળ કહ્યુ- પીએમ મોદી દ્વારા કરવામાં આવેલા કાર્યો મિસાલ છે. જેને લઈને આજે કાર્યકારિણીની બેઠકમાં તેમનો આભાર માનવામાં આવ્યો. પીએમના વિઝનનું પરિણામ છે કે સમગ્ર યુરોપની વસ્તી 750 મિલિયન છે, પરંતુ આપણા દેશમાં છેલ્લા એક વર્ષથી પીએમએ ગરીબ અનાજ યોજના દ્વારા ગરીબોને અનાજ આપવાનું કામ કર્યું છે.
ભાજપના મહાસચિવ અરુણ સિંહે કહ્યું, “આ બેઠકમાં એક રાજકીય ઠરાવ પણ પસાર કરવામાં આવશે. સાથે જ ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, મણિપુર, ગોવા અને પંજાબની વિધાનસભાની ચૂંટણીની તૈયારી પર વિશેષ ચર્ચા અને મંથન થશે. આ ઉપરાંત પાર્ટીના આગામી કાર્યક્રમો અંગે પણ ચર્ચા થશે. તેમણે કહ્યું કે કોરોનાના કારણે અકાળે મૃત્યુ પામેલા નેતાઓ અને લોકોને શ્રદ્ધાંજલિ આપવાની સાથે શોક પ્રસ્તાવ પણ પસાર કરવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે