QUAD નેતાઓની વર્ચ્યુઅલ બેઠકમાં ભાગ લેશે PM નરેન્દ્ર મોદી
QUAD નેતાઓની વર્ચ્યુઅલ બેઠકમાં પીએમ નરેન્દ્ર મોદી ભાગ લેશે. આ બેઠક 3 માર્ચ 2022ના રોજ યોજાઈ છે. પીએમ મોદી અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન, ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સ્કોટ મોરિસન અને જાપાનના પ્રધાનમંત્રી ફૂમિયો કિશિદા સાથે ક્વાડ નેતાઓની બેઠકમાં ભાગ લેશે.
Trending Photos
નવી દિલ્હી: QUAD નેતાઓની વર્ચ્યુઅલ બેઠકમાં પીએમ નરેન્દ્ર મોદી ભાગ લેશે. આ બેઠક 3 માર્ચ 2022ના રોજ યોજાઈ છે. પીએમ મોદી અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન, ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સ્કોટ મોરિસન અને જાપાનના પ્રધાનમંત્રી ફૂમિયો કિશિદા સાથે ક્વાડ નેતાઓની બેઠકમાં ભાગ લેશે.
આ મુદ્દે થઈ શકે છે ચર્ચા
વિદેશ મંત્રાલયનું કહેવું છે કે આ બેઠકમાં હિન્દ પ્રશાંતમાં મહત્વપૂર્ણ વિકાસ અંગે ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત ક્વાડના નેતાઓ સમકાલીન અને સકારાત્મક એજન્ડાના ભાગ તરીકે ઘોષિત લીડર્સની પહેલને લાગૂ કરવા માટે ચાલી રહેલા પ્રયાસોની પણ સમીક્ષા કરશે. જો કે વિદેશ મંત્રાલયે એ વાતની પુષ્ટિ કરી નથી પણ ચર્ચા છે કે આ બેઠકમાં રશિયા-યુક્રેન સંકટ ઉપર પણ ચર્ચા થઈ શકે છે.
Prime Minister Narendra Modi will participate along with US President Joe Biden, Australian PM Scott Morrison, and Japanese PM Fumio Kishida in a Quad Leaders' virtual meeting today: Ministry of External Affairs pic.twitter.com/MduZsfcMJN
— ANI (@ANI) March 3, 2022
શું છે ક્વાડ
હિન્દ મહાસાગરમાં સુનામી બાદ ભારત, જાપાન, ઓસ્ટ્રેલિયા અને અમેરિકાએ આફત રાહત પ્રયાસોમાં સહયોગ કરવા માટે એક અનૌપચારિક ગઠબંધન બનાવ્યું હતું. સામાન્ય રીતે ક્વાડ ચાર દેશોનું સંગઠન છે. જેમાં ભારત, અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને જાપાન સામેલ છે.
યુક્રેન-રશિયા યુદ્ધ ભીષણ બન્યુ
હાલ દુનિયામાં યુક્રેન રશિયા યુદ્ધને લઈને ચિંતાનું મોજુ ફરી વળ્યું છે ત્યારે આ બેઠકનું મહત્વ વધી ગયું છે. છેલ્લા એક અઠવાડિયામાં તો યુક્રેનની જાણે તસવીર બદલાઈ ગઈ છે. રસ્તાઓ પર ટેંકો ફરી રહ્યા છે, મિસાઈલના હુમલાથી તૂટેલી ઈમારતો અને સૂના રસ્તા, જ્યાં એક અઠવાડિયા પહેલા ફક્ત તણાવભર્યો માહોલ હતો ત્યાં હવે ધડાકાના અવાજો અને લોકોની બૂમો સંભળાય છે. રશિયાના રાષ્ટ્રપતિએ 24 ફેબ્રુઆરીના રોજ યુક્રેન વિરુદ્ધ સૈન્ય કાર્યવાહીની જાહેરાત કરી હતી. ત્યારબાદ યુદ્ધ શરૂ થઈ ગયું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે