સેન્ટ્રલ વિસ્ટા કન્સ્ટ્રક્શન સાઇટ પર પહોંચ્યા PM મોદી, નિર્માણ કાર્યનું કર્યું નિરીક્ષણ
પ્રધાનમંત્રી મોદી રવિવારે રાત્રે 8.45 કલાકે દિલ્હીમાં સેન્ટ્રલ વિસ્તાની કન્સ્ટ્રક્શન સાઇટ પર પહોંચ્યા, અહીં તેમણે નવી સંસદ ભવનની બિલ્ડિંગ નિર્માણનું નિરીક્ષણ કર્યું હતું.
Trending Photos
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) રવિવારે રાત્રે આશરે 8.45 કલાકે દિલ્હીના સેન્ટ્રલ વિસ્ટા (Central Vista) ની કન્સ્ટ્રક્શન સાઇટ પર પહોંચ્યા હતા. તેમણે અહીં સાઇટ પર એક કલાક પસાર કરી ્ને નવા સંસદ ભવનના નિર્માણ કાર્યનું નિરીક્ષણ કર્યુ હતું.
મહત્વનું છે કે સંસદ માટે નવા ભવનનું નિર્માણ ચાલી રહ્યુ છે. 2022માં તે તૈયાર થવાની આશા છે. નવું સંસદ ભવન ત્રિકોણીય આકારનું હશે. વર્ષ 2022માં દેશના 75માં સ્વતંત્રતા દિવસ સુધી તેના તૈયાર થવાની આશા છે. સરકાર વર્ષ 2022ના ચોમાસુ સત્રથી નવા ભવનનું મુહૂર્ત કરવા ઈચ્છે છે.
PM Narendra Modi went to the construction site of the new parliament building in New Delhi at around 8.45 pm today. He spent almost an hour at the site & did a first-hand inspection of the construction status of the new parliament building. pic.twitter.com/kYIwbgXwxq
— ANI (@ANI) September 26, 2021
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 10 ડિસેમ્બરે આ પરિયોજનાની આધારશિલા રાખી હતી. ભવનનું નિર્માણ ટાટા પ્રોજેક્ટ્સ લિમિટેડ હેઠળ કરવામાં આવી રહ્યું છે. આ પરિયોજના પર 971 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનું અનુમાન છે.
નવા સંસદ ભવનમાં લોકસભા સભ્યો માટે 888 સીટો હશે. આ સિવાય રાજ્યસભા સભ્યો માટે 326થી વધુ સીટો હશે. તેમાં એક સાથે 1224 સભ્યોને બેસવાની પણ વ્યવસ્થા હશે. આ સિવાય દરેક સભ્ય માટે 400 વર્ગફુટનું એક કાર્યાલય પણ આ ભવનમાં હશે. નવી સંસદ જૂની સંસદથી આશરે 17 હજાર વર્ગમીટર મોટી છે. નવા સંસદ ભવનમાં બધા સાંસદો માટે ઓફિસ તૈયાર કરવામાં આવશે. તેને 2024 સુધી તૈયાર કરી લેવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે