લખનઉમાં બોલ્યા મોદી- શાંતિથી આવ્યો આર્ટિકલ 370 અને રામ મંદિર વિવાદનો ઉકેલ

પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી (Former PM Atal Bihari Vajpayee)ની જયંતી પર આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લખનઉમાં અટલ જીની 25 ફુટ લાંબી પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. 

 લખનઉમાં બોલ્યા મોદી- શાંતિથી આવ્યો આર્ટિકલ 370 અને રામ મંદિર વિવાદનો ઉકેલ

લખનઉઃ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી (Former PM Atal Bihari Vajpayee)ની જયંતી પર આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લખનઉમાં અટલ જીની 25 ફુટ લાંબી પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. આ પ્રસંગે સીએમ યોગી આદિત્યનાથ, રક્ષા પ્રધાન રાજનાથ સિંહ અને યૂપીના રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ હાજર રહ્યાં હતા. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આજે યૂપીના સીએમે મારૂ સ્વાગત કર્યું આ કાશીનો સાંસદ તેનો આભાર માને છે. પીએમ મોદીએ કહ્યું કે, મારૂ સૌભાગ્ય છે કે આજે હું અટલ જીના જન્મજયંતિના અવસર પર તેમની સાથે જોડાયેલા બીજા કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યો છું. પીએમ મોદીએ આ પહેલા સવારે અટલ ભૂજલ યોજના અને અટલ ટનલની શરૂઆત કરી હતી. 

પીએમ મોદીએ કહ્યું કે, 'અટલ જી જ્યારે લખનઉના સાંસદ હતા તો તેમણે અહીં વિકાસના ઘણા કાર્ય કર્યાં હતા. આજે તેમનો વારસો રાજનાથ સિંહ સંભાળી રહ્યાં છે. આજે અહીં અટલ મેડકલ કોલેજનો શિલાન્યાસ થઈ રહ્યો છે. આ યૂનિવર્સિટી બનવાથી યૂપીમાં મેડિકલના અભ્યાસમાં વધુ સુધાર થવાનો છે. યૂપી સહિત દેશભરના હેલ્થ સેક્ટરના વિકાસ માટે અમારો વિઝન અને ડાયરેક્શન બંન્ને હંમેશાથી પ્રથમ રહ્યાં છે.'

— ANI UP (@ANINewsUP) December 25, 2019

પીએમ મોદીએ કહ્યું કે, અમારી સરકારે હંમેશા પ્રિવેન્ટિવ હેલ્થ કેરના કાર્યક્રમ ચલાવ્યા છે. સ્વચ્છ ભારત અને યોગ પ્રિવેન્ટિવ હેલ્થ કેરનો ભાગ છે. ઉજ્જવલા યોજના અને ફિટ ઈન્ડિયા મૂવમેન્ટ, આયુર્વેદને પ્રોત્સાહન આપવુ બધુ પ્રિવેન્ટિવ હેલ્થ કેરનો ભાગ છે. પશુનું આરોગ્ય પણ માનવ આરોગ્ય માટે પ્રિવેન્ટિવ હેલ્થમાં કામ આવે છે. હેલ્થ કેરના બીજા પાસા એટલે કે અફોર્ટિબેલિટીને પ્રોત્સાહન આપવા માટે પણ અમે કામ કર્યું છે. આયુષ્માન ભારત યોજના વિશ્વની સૌથી મોટી હેલ્થ કેર સ્કીમ છે. 

આર્ટિકલ 370 પર બોલ્યા પીએમ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, કલમ 370 દાયકા જૂની બીમારી હતી અને અમને વારસામાં મળી હતી, પરંતુ અમે તેનો ઉકેલ લાવી દીધો છે. તેના પર તમામ ધારણાઓ ખોટી પડી છે. રામજન્મભૂમિનો જૂનોમામલો શાંતિપૂર્ણ રીતે થયો, દાયકાથી તેના પર વિવાદ ચાલી રહ્યો હતો. 

પીએમે અહીં સીએએ પર પણ વાત કરી અને કહ્યું કે, લાખો ગરીબ, દલિત આઝાદી બાદ અફઘાનિસ્તાન-પાકિસ્તાન-બાંગ્લાદેશથી જે આવ્યા તેને અમારી સરકારે નાગરિકતા આપવાનું કામ કર્યું છે. હજુ પણ જે બાકી છે, તેના સમાધાન માટે દરેક ભારતવાસી પ્રયત્ન કરી રહ્યો છે. દરેક ગરીબને ઘર, દરેક ઘરને પાણી આપવું, અમે પડકારને પડકાર આપવાના સ્વભાવથી નિકળ્યા છીએ. 

— ANI UP (@ANINewsUP) December 25, 2019

લખનઉની હિંસા પર પીએમ મોદી બોલ્યા- જવાબદારીને સમજે નાગરિક
વડાપ્રધાન બોલ્યા કે અટલ સિદ્ધીની ધરતી યૂપીથી યુવા સાથી, અહીંના દરેક નાગરિકને આગ્રહ કરવા આવ્યો છું. આઝાદી બાદથી અમે સૌથી વધુ ભાર અધિકારો પર આવ્યો છે. પરંતુ હવે સમયની માગ છે કે કર્તવ્યો પર ભાર આપવામાં આવે. યૂપીમાં જે રીતે કેટલાક લોકોએ CAAના વિરોધના નામ પર હિંસા કરી, સરકારી સંપત્તિઓને નુકસાન પહોંચાડ્યું. તે એકવાર પોતાની જાતને પૂછે કે શું તેનો માર્ગ યોગ્ય હતો, જે સળગાવવામાં આવ્યું તે તેના બાળકોને કામ આવવાનું નહતું. 

— ANI UP (@ANINewsUP) December 25, 2019

હિંસામાં જે લોકોના મોત થયા, જે ઈજાગ્રસ્ત થયા, તેના પરિવાર વિશે તમારે વિચારવું જોઈએ. હું આગ્રહ કરીશ કે રોડ-ટ્રાન્સપોર્ટ સિસ્ટમ નાગરિકોનો હક છે, તેને સુરક્ષિત રાખવું તે બધાની ફરજ છે. હક અને ફરજોને સાથે રાખવી જરૂરી છે. 

પીએમ મોદીએ યોગી સરકારની કરી પ્રશંસા
કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આજે દેશમાં સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ દિવસે યૂપીનું શાસન જ્યાંથી ચાલે છે ત્યાં અટલજીની મૂર્તિનું અનાવરણ થયું છે. અટલ મેડિકલ યૂનિવર્સિટીનો પણ શિલાન્યાસ થયો છે. જ્યારે અટલજી અહીંના સાંસદ હતા ત્યારે તેમણે અનેક વિકાસના કાર્યો કર્યાં હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news