PM મોદી છોડી શકે છે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, ટ્વીટ કરી આપી જાણકારી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને આ વાતની જાણકારી આપી છે.

PM મોદી છોડી શકે છે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, ટ્વીટ કરી આપી જાણકારી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છોડવા પર વિચાર કરી રહ્યાં છે. તેમણે એક ટ્વીટ કરીને આ વાતની જાણકારી આપી છે. ટ્વીટમાં તેમણે લખ્યું, આ રવિવારે, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યૂટ્યૂબ જેવા સોશિયલ મીડિયા એકાઉન્ટ છોડવાનું વિચારી રહ્યો છું. તમને બધાને પોસ્ટ કરતો રહીશ. તેમણે પોતાના વ્યક્તિગત ટ્વીટર હેન્ડલ @narendramodi પરથી તેની જાણકારી આપી છે. 

— Narendra Modi (@narendramodi) March 2, 2020

પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું છે, 'વિચારી રહ્યો છું કે આ રવિવારે હું ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યૂટ્યૂબથી હટી જાઉં. આગળ જાણકારી આપતો રહીશ.' મહત્વનું છે કે ટ્વીટ પર પીએમ મોદીના પર્સનલ એકાઉન્ટ પર હાલ 53.3 મિલિયન ફોલોઅર છે. તો ફેસબુક પર 44,597,317 લોકો ફોલો કરે છે. ઇન્સ્ટાગ્રામ પર પીએમ મોદીના 35.2 મિલિયન ફોલોઅર છે. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ ટ્વીટથી લોકો ચોંકી ગયા છે. તેમના ટ્વીટર હેન્ડલ પર લોકો પોસ્ટ કરી તેમને આમ ન કરવાની ભલામણ કરી રહ્યાં છે. કેટલાક ટ્વીટમાં તે પણ  લખવામાં આવ્યું છે કે, તેમના કારણે તે લોકો ટ્વીટર સાથે જોડાયેલા, તેથી પીએમ સોશિયલ મીડિયા છોડવાનો નિર્ણય ન લે. 

તેના પર ભાજપના આઈટી સેલના નેતા અમિત માલવીયે કહ્યું કે, રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાની વાત રાખશે. યૂટ્યૂબ પર પીએમ મોદીને 45 લાખ લોકોએ સબ્સક્રાઇબ કર્યાં છે. પીએમ મોદાના દેશ-વિદેશના પ્રશંસક તેમના આ નિર્ણયથી ચોંકી ગયા છે અને વડાપ્રધાનને આમ ન કરવાની માગ કરી રહ્યાં છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news