PM મોદીએ રસીકરણની ઝડપ વધારવા પર મૂક્યો ભાર, અધિકારીઓને કહ્યું- દરેક ગામ માટે અલગ રણનીતિ બનાવો

વિદેશ પ્રવાસેથી પાછા ફર્યા બાદ તરત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના 40થી વધુ જિલ્લાઓના ડીએમ સાથે સંવાદ કર્યો અને ઓછા રસીકરણ મામલે સમીક્ષા કરી. આ દરમિયાન તેમણે કહ્યું કે રસીકરણ અભિયાનને ઘરે ઘરે પહોંચાડવામાં આવશે. બેઠકમાં અનેક એવા રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ સામેલ થયા. જ્યાં રસીકરણની રફતાર ઓછી પડી છે. 

 PM મોદીએ રસીકરણની ઝડપ વધારવા પર મૂક્યો ભાર, અધિકારીઓને કહ્યું- દરેક ગામ માટે અલગ રણનીતિ બનાવો

નવી દિલ્હી: વિદેશ પ્રવાસેથી પાછા ફર્યા બાદ તરત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના 40થી વધુ જિલ્લાઓના ડીએમ સાથે સંવાદ કર્યો અને ઓછા રસીકરણ મામલે સમીક્ષા કરી. આ દરમિયાન તેમણે કહ્યું કે રસીકરણ અભિયાનને ઘરે ઘરે પહોંચાડવામાં આવશે. બેઠકમાં અનેક એવા રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ સામેલ થયા. જ્યાં રસીકરણની રફતાર ઓછી પડી છે. 

દેશે અનેક પડકારોનો સામનો કર્યો-પીએમ મોદી
જિલ્લાધિકારીઓને સંબોધન કરતા પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે, '100 વર્ષની સૌથી મોટી મહામારીમાં દેશે અનેક પડકારોનો સામનો કર્યો છે. કોરોના સામે દેશની લડતમાં એક ખાસ વાત એ પણ રહી કે આપણે નવા નવા સમાધાન શોધ્યા, ઈનોવેટિવ રીતો અજમાવી. તમારે પણ તમારા જિલ્લાઓમાં રસીકરણ વધારવા માટે નવી ઈનોવેટિવ રીતો પર વધુમાં વધુ કામ કરવું પડશે.'

દરેક ગામ માટે અલગ રણનીતિ બનાવો
પીએમ મોદીએ અધિકારીઓને કહ્યું કે પોતાના જિલ્લાઓમાં એક એક ગામ, એક એક કસ્બા માટે અલગ અલગ રણનીતિ બનાવવી પડે તો તે પણ બનાવો. તમે ક્ષેત્ર પ્રમાણે 20-25 લોકોની ટીમ બનાવીને પણ આમ કરી શકો છો. જે ટીમો તમે બનાવી હોય, તેમાં એક હેલ્ધી કોમ્પિટિશન (Healthy Competition) હોય, તેવો પણ પ્રયત્ન કરી શકો છો.

— ANI_HindiNews (@AHindinews) November 3, 2021

રસીકરણની ઝડપ વધારવા માટે ધર્મગુરુઓની મદદ લો
પીએમ મોદીએ કહ્યું કે એક પડકાર અફવાઓ અને લોકોમાં ભ્રમની સ્થિતિનો પણ છે. વાતચીત દરમિયાન પણ તેનો ઉલ્લેખ કરાયો છે. તેનું એક મોટું સમાધાન એ છે કે લોકોને વધુમાં વધુ જાગૃત કરવામાં આવે. તમે આ કાર્યમાં સ્થાનિક ધર્મગુરુઓની પણ મદદ વધુમાં વધુ લઈ શકો છો. હાલ થોડા દિવસ પહેલા જ મારી મુલાકાત વેટિકનમાં પોપ ફ્રાન્સિસજી સાથે પણ થઈ. રસી પર ધર્મગુરુઓનો સંદેશ પણ આપણે જનતા સુધી પહોંચાડવા પર વિશેષ ભાર મૂકવો પડશે. 

ઘરે ઘરે રસીની સાથે દરેક ઘરે પહોંચવાનું છે
પ્રધાનમંત્રીએ કહ્યું કે 'અત્યાર સુધી તમે બધાએ લોકો માટે રસીકરણ સેન્ટર સુધી પહોંચાડવા અને ત્યાં સુરક્ષિત રસીકરણ માટે વ્યવસ્થા કરી. હવે દરેક ઘરે રસી, ઘરે ઘરે રસી, આ જુસ્સા સાથે દરેક ઘરે પહોંચવાનું છે. દરેક ઘરે દસ્તક આપતી વખતે, પહેલા ડોઝની સાથે સાથે તમારે બધાએ બીજા ડોઝ ઉપર પણ એટલું જ ધ્યાન આપવું પડશે. કારણ કે જ્યારે પણ સંક્રમણના કેસ ઓછા થવા લાગે છે ત્યારે અનેકવાર ઉતાવળવાળી ભાવના ઓછી થઈ જાય છે. લોકોને લાગે છે કે એટલી શું ઉતાવળ છે, લગાવી લઈશું.'

આપણે એક દિવસમાં લગભગ અઢી કરોડ રસી આપી બતાવી
પીએમ નરેન્દ્ર મોદીએ અધિકારીઓને કહ્યું કે, 'બધાને રસી, મફત રસી અભિયાન હેઠળ આપણે એક દિવસમાં લગભગ અઢી કરોડ રસીના ડોઝ લગાવી ચૂક્યા છીએ. જે દેખાડે છે કે આપણી કેપેબિલિટી શું છે, આપણું સામર્થ્ય શું છે.'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news