પ્રગતિ મેદાન ટનલનું નિરીક્ષણ કરતા પીએમ મોદીએ ઉઠાવ્યો કચરો, આપ્યો સ્વચ્છતાનો સંદેશ, જુઓ Video

પ્રધાનમંત્રી મોદીએ આજે પ્રગતિ મેદાનની ટનલ અને અન્ડરપાસનું લોકાર્પણ કર્યુ. ત્યારબાદ તેઓ ટનલનું નિરીક્ષણ કરતા હતા તો કચરો જોવા મળ્યો. પીએમ મોદીએ આ કચરો જાતે ઉઠાવ્યો હતો. 

પ્રગતિ મેદાન ટનલનું નિરીક્ષણ કરતા પીએમ મોદીએ ઉઠાવ્યો કચરો, આપ્યો સ્વચ્છતાનો સંદેશ, જુઓ Video

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે પ્રગતિ મેદાન ઈન્ટીગ્રેટિડ ટ્રાન્સિટ કોરિડોર ટનલ અને અન્ડરપાસનું ઉદ્ઘાટન કર્યુ હતું. ઉદ્ઘાટન બાદ પીએમ ટનલનું નિરીક્ષણ કરવા લાગ્યા. આ દરમિયાન એક અજબ નજારો જોવા મળ્યો હતો. હકીકતમાં પીએમ ચાલતા હતા કો કિનારા પર એક રેપર અને પ્લાસ્ટિકની બોટલ પડેલી જોવા મળી. ત્યારબાદ તેમણે ખુદે આ કચરો ઉઠાવ્યો અને દેશવાસીઓને સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો. આ પહેલા પણ પીએમ ઘણીવારસફાઈનો સંદેશ આપતા રહ્યા છે અને ખુદ પણ કચરો ઉપાડતા જોવા મળ્યા છે. 

સ્વચ્છ ભારત અભિયાન શરૂ કરનાર પીએમ મોદી આસપાસના વાતાવરણને સાફ રાખવા પર ભાર આપે છે અને તેનું પાલન પણ કરે છે. આ પહેલા 2019માં પીએમ મોદી તમિલનાડુના મામલ્લપુરમના એક સમુદ્ર કિનારે કચરો ઉપાડતા જોવા મળ્યા હતા. તેમણે ત્યારે ટ્વીટ કરતા લખ્યું હતું કે, આજે સવારે મામલ્લાપુરમમાં એક સમુદ્ર કિનારા પર પ્લોગિંગ કરી. આ 30 મિનિટથી વધુ સમય ચાલી. મેં ભેગી કરેલી વસ્તુઓને જયરાજને સોંપી દીધી, જે હોટલના કર્મચારીમાંથી એક છે. આવો આપણે તે વાત નક્કી કરીએ કે આપણા જાહેર સ્થળોને સ્વચ્છ રાખીએ. 

— ANI (@ANI) June 19, 2022

દિલ્હીમાં પ્રગતિ ટનલનું કર્યું ઉદ્ઘાટન
ધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીના પ્રગતિ મેદાનમાં ટનલનું ઉદ્ઘાટન કર્યું. આ પહેલા પીએમ મોદીએ ટનલનું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યુ કે, દાયકાઓ પહેલા ભારતની પ્રગતિને, ભારતીયોના સામર્થ્યને, ભારતની પ્રોડક્ટ્સને, આપણી સંસ્કૃતિને શોકેસ કરવા માટે પ્રગતિ મેદાનનું નિર્માણ થયું હતું, પરંતુ પ્રગતિ મેદાનની પ્રગતિ ઘણા સમયથી રોકાયેલી હતી. તેનો પ્લાન કાગળ પર દેખાડી દેવામાં આવ્યો હતો, પરંતુ જમીન પર કંઈ થયું નહીં. અગ્નિપથ વિવાદ વચ્ચે પીએમ મોદીએ કહ્યુ કે, આ આજનું નવુ ભારત છે. આ ભારત સમાધાન કરે છે. તેમણે કહ્યું કે નવા કામ કરવા પર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. 

પીએમ મોદીએ પ્રગતિ મેદાનથી કહ્યુ કે, આ તસવીર બદલવા માટે કરવામાં આવી રહ્યું નથી પરંતુ તેનાથી ભાગ્ય પણ બદલી શકાય છે. દિલ્હીમાં કેન્દ્ર સરકારનો ભાર આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર છે. તેનું સીધુ પરિણામ અને તેની પાછળનો ઉદ્દેશ્ય ઇઝ ઓફ લિવિંગ પર છે. પીએમ મોદીએ કહ્યુ કે, દિલ્હી-એનસીઆરની સમસ્યાઓના સમાધાન માટે છેલ્લા આઠ વર્ષમાં અનેક મહત્વના પગલા ભરવામાં આવ્યા છે. છેલ્લા 8 વર્ષમાં દિલ્હી-એનસીઆર મેટ્રોની સેવાનું વર્તુળ 193 કિલોમીટરથી આશરે 400 કિલોમીટર સુધી પહોંચી ગયું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube  

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news