પીએમ મોદીના ભત્રીજી દિલ્હીમાં ધોળા દિવસે લૂંટાયા, પર્સ ચોરીને બે બદમાશ ફરાર

પાટનગર દિલ્હી(Delhi) માં ક્રાઈમ રેટ (Crime rate) કેટલો ઉંચો ગયો છે, અને દિલ્હીમાં દિનદહાડે કેવા ક્રાઈમ બને છે તેનો મોટો અનુભવ પીએમ નરેન્દ્ર મોદી (Narendra Modi) ની ભત્રીજી સાથે થયો છે. પીએમ મોદીની ભત્રીજી દમયંતી મોદી (Damayanti Modi) સાથે દિલ્હીમાં પર્સ ચોરીનો બનાવ બન્યો છે. દમયંતીબેન મોદી સાથે દિલ્હીના સિવિલ લાઇન્સ વિસ્તારમાં આ ઘટના બની હતી. અમૃતસરથી દિલ્હી આવ્યા બાદ ગુજરાતી સમાજ ભવન (Gujarati Bhavan) બહાર રીક્ષાથી ઉતરતા જતા હતા ત્યારે તેમનું પર્સ ચોરીને ફરાર થયો હતો. 

પીએમ મોદીના ભત્રીજી દિલ્હીમાં ધોળા દિવસે લૂંટાયા, પર્સ ચોરીને બે બદમાશ ફરાર

હિતેન વિઠ્ઠલાણી/દિલ્હી :પાટનગર દિલ્હી(Delhi) માં ક્રાઈમ રેટ (Crime rate) કેટલો ઉંચો ગયો છે, અને દિલ્હીમાં દિનદહાડે કેવા ક્રાઈમ બને છે તેનો મોટો અનુભવ પીએમ નરેન્દ્ર મોદી (Narendra Modi) ની ભત્રીજી સાથે થયો છે. પીએમ મોદીની ભત્રીજી દમયંતી મોદી (Damayanti Modi) સાથે દિલ્હીમાં પર્સ ચોરીનો બનાવ બન્યો છે. દમયંતીબેન મોદી સાથે દિલ્હીના સિવિલ લાઇન્સ વિસ્તારમાં આ ઘટના બની હતી. અમૃતસરથી દિલ્હી આવ્યા બાદ ગુજરાતી સમાજ ભવન (Gujarati Bhavan) બહાર રીક્ષાથી ઉતરતા જતા હતા ત્યારે તેમનું પર્સ ચોરીને ફરાર થયો હતો. 

પ્રાપ્ત માહિતી અનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભત્રીજી દમયંતી મોદી આજે શનિવારે સવારે અમૃતસરથી દિલ્હી પહોંચ્યા હતા. તેમનો દિલ્હીમાં બહુ જ ખરાબ અનુભવ થયો હતો. દિલ્હીમાં સિવિલ લાઈન્સ વિસ્તારમાં આવેલ ગુજરાતી સમાજમાં દમયંતી મોદીએ રુમ બૂક કરાવ્યો હતો. તેઓ જૂની દિલ્હીથી રીક્ષામાં પરિવારની સાથે ગુજરાતી ભવન પહોંચ્યા હતા. તેઓ જેમ ગેટ પર ઉતર્યા, તેમ સ્કૂટી પર સવાર બે બદમાશો તેમનું પર્સ ચોરીને ફરાર થયા હતા.

દમયંતીબેને આ મામલે પોલીસ ફરિયાદમાં જણાવ્યું કે, તેમના પર્સમાં અંદાજે 56 હજાર રૂપિયા, 2 મોબાઈલ અને કેટલાક મહત્વના દસ્તાવેજ હતા. સાંજે તેઓને અમદાવાદની ફ્લાઈટ પકડવાની હતી. ડીસીપી નોર્થ મોનિકા ભારદ્વાજે આ મામલે જણાવ્યું હતું કે, પોલીસે એફઆઈઆર દાખલ કરીને તપાસ શરૂ કરી છે.  

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news