JNUમાં પીએમ મોદીએ કર્યુ વિવાકાનંદની પ્રતિમાનું અનાવરણ, કહ્યું- આ મૂર્તિ રાષ્ટ્ર પ્રત્યે પ્રેમ શીખવાડશે
PM મોદીએ પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે, હું જેએનસૂ પ્રશાસન, બધા શિક્ષકો અને વિદ્યાર્થીઓને આ અવસર પર શુભેચ્છા આપુ છું. સાથીઓ સ્વામી વિવાકાનંદ કહેતા હતા કે મૂર્તિમાં આસ્થાનું રહસ્ય તે છે કે તમે તે એક વસ્તુથી વિઝન ઓફ ડિવિનિટી વિકસિત કરી શકો છો.
Trending Photos
નવી દિલ્હીઃ વીડિયો કોન્ફરન્સ દ્વારા પીએમ મોદીએ જેએનયૂ પરિસરમાં લાગેલી વિવાકાનંદની મૂર્તિનું અનાવરણ કર્યુ છે. પ્રતિમાના અનાવરણ બાદ પીએમ મોદીએ સ્વામી વિવાકાનંદ- અમર રહેના નારા પણ લગાવ્યા હતા.
પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે, હું જેએનસૂ પ્રશાસન, બધા શિક્ષકો અને વિદ્યાર્થીઓને આ અવસર પર શુભેચ્છા આપુ છું. સાથીઓ સ્વામી વિવાકાનંદ કહેતા હતા કે મૂર્તિમાં આસ્થાનું રહસ્ય તે છે કે તમે તે એક વસ્તુથી વિઝન ઓફ ડિવિનિટી વિકસિત કરી શકો છો.
પીએમ મોદીએ આગળ કહ્યુ કે, મારી કામના છે કે જેએનયૂમાં લાગેલી સ્વામીજીની આ પ્રતિમા બધાને પ્રેરક કરે અને ઉર્જાથી ભરે. આ પ્રતિમા તે સાહસ આપે, જુસ્સો આપે, જે સ્વામી વિવાકાનંદ પ્રત્યેક વ્યક્તિમાં જોવા ઈચ્છતા હતા. આ પ્રતિમા તે કરૂણા ભાવ શીખવે, કંપેસન શીખાડે જે સ્મામીજીના દર્શનનો મુખ્ય આધાર છે. આ પ્રતિમા આપણે રાષ્ટ્ર પ્રત્યે અથાગ સમર્પણ શીખવાડે, પ્રેમ શીખવાડે જે સ્વામીજીના જીવનનો સર્વોચ્ચ સંદેશ છે. આ પ્રમિતા દેશને વિઝન વનનેસ માટે પ્રેરિત કરે જે સ્વામીજીના ચિંતનની પ્રેરણા રહી છે.
I hope his statue teaches everyone devotion and intense love towards the nation, which is supreme message of Swamiji's life. May it inspire the country for vision of oneness: PM Modi after unveiling a statue of Swami Vivekananda at JNU campus, via video conferencing https://t.co/ynFVJUVORh
— ANI (@ANI) November 12, 2020
આ કાર્યક્રમમાં હાજર શિક્ષણ મંત્રી ડોક્ટર રમેશ પોખરિયાલ નિશંકે સ્વામી વિવાકાનંદનને ભારતની સંસ્કૃતિનો વારસો ગણાવ્યો અને કહ્યુ કે, તેમનું શિકાગોમાં આપવામાં આવેલું ભાષણ એક મિસાલ છે. આ સાથે તેમણે જેએનયૂના પૂર્વ વિદ્યાર્થીઓને મૂર્તિની સ્થાપના માટે શુભેચ્છા આપી હતી. તેમણે કહ્યુ કે, આપણે નેશન ફર્સ્ટની સાથે આગળ વધી રહ્યાં છીએ.
કુણાલ કામરાની મુશ્કેલી વધી, સુપ્રીમ કોર્ટ વિરુદ્ધ ટ્વીટ કરી તિરસ્કારમાં ફસાયો
આ તકે જેએનયૂના કુલપતિ પ્રોફેસર જગદેશ કુમારે કહ્યુ કે, છેલ્લા કેટલાક સમયથી જેએનયૂ ઘણા મુદ્દે ચર્ચામાં રહ્યું. કેન્દ્રીય પુસ્તકાલનું નામ કરણ હોય કે કેમ્પસમાં રસ્તાનું નામકરણ. આપણે સમાચારોની ચર્ચામાં રહ્યા. આજે પણ સ્વામી વિવેકાનંદની પ્રતિમાના અનાવરણ માટે આપણે ચર્ચામાં છીએ.
મહત્વનું છે કે આ પ્રતિમા પંડિત જવાહરલાલ નેહરૂની પ્રતિમાથી ત્રણ ફૂટ ઊંચી બનાવવામાં આવી છે. સ્વામી વિવેકાનંદના વિચારોને વિશ્વભરમાં ફેલાવવાની મુહિમમાં લાગેલા વિપુલ પટેલની પહેલ પર પાંચ વર્ષ પહેલા સરકારે જવાહરલાલ નેહરુ વિશ્વવિદ્યાલયના વહીવટી ભવનની પાસે સ્વામી વિવેકાનંદની પ્રતિમા સ્થાપિત કરવાનો નિર્ણય લીધો હતો.
આ પ્રતિમાનું નિર્માણ જાણીતા મૂર્તિશિલ્પી નરેશ કુમાવતે કર્યુ છે. પ્રતિમા બનાવવામાં સાત મહિના લાગ્યા. મહત્વનું છે કે આ પ્રતિમાની ઊંચાઈ લગભગ 11.5 ફૂટ છે. આ પ્રતિમાને સ્થાપિત કરવા માટે ત્રણ ફૂટ ઊંચો ચબૂતરો બનાવવામાં આવ્યો છે. જેએનયૂ પરિસરમાં જવાહરલાલ નેહરૂ બાદ આ બીજી પ્રતિમા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે