PM Modi નો ભાજપના નેતાઓને ખાસ સંદેશ, જાણો કૃષિ કાયદા વિશે શું કહ્યું?
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ રવિવારે દિલ્હી (Delhi) ના એનડીએમસી કન્વેન્શન સેન્ટરમાં ભાજપ (BJP) ના રાષ્ટ્રીય પદાધિકારીઓની બેઠકમાં ભાગ લીધો અને પાર્ટીના નેતાઓને સંબોધન કર્યું.
Trending Photos
નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ રવિવારે દિલ્હી (Delhi) ના એનડીએમસી કન્વેન્શન સેન્ટરમાં ભાજપ (BJP) ના રાષ્ટ્રીય પદાધિકારીઓની બેઠકમાં ભાગ લીધો અને પાર્ટીના નેતાઓને સંબોધન કર્યું. આ દરમિયાન પીએમ મોદીએ કૃષિ કાયદા અંગે કહ્યું કે તે ખેડૂતોના ફાયદા માટે લાવવામાં આવ્યા છે. તેમણે ભાજપના નેતાઓને કહ્યું કે ત્રણેય કૃષિ કાયદાના જે ફાયદા છે તેને જનતા વચ્ચે લઈ જાઓ.
બંગાળ ચૂંટણી અંગે ઠીક ચાલી રહ્યું છે કામ
પદાધિકારીઓની બેઠકમાં પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ કહ્યું કે 'બંગાળમાં ચૂંટણી અંગે કામ ઠીક ચાલી રહ્યું છે. પરંતુ હજુ ખુબ કામ કરવાનું છે.' તેમણે આગળ કહ્યું કે 'ત્રણ કૃષિ કયાદા ખેડૂતોના ફાયદાને ધ્યાનમાં રાખીને લાવવામાં આવ્યા છે. ત્રણેય કૃષિ કાયદાના શું શું ફાયદા છે તે તમે ગ્રાઉન્ડ પર જનતા વચ્ચે લઈને જાઓ.'
કોરોનાના કારણે શહીદ લોકોને શ્રદ્ધાંજલિ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભાજપ (BJP) ની બેઠકમાં પહોંચ્યા બાદ સૌથી પહેલા કોરોનાના કારણે શહીદ થયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. ત્યારબાદ પ્રધાનમંત્રીએ બેઠકમાં હાજર સંગઠનના દરેક વ્યક્તિનો વ્યક્તિગત પરિચય લીધો.
પીએમનો ઈશારો સંગઠનના લોકો સૌથી ઉપર
જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Modi) એ ઉત્તર પ્રદેશના ભાજપ અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહને કહ્યું કે તમે બનારસના સાંસદને ટાઈટ-વાઈટ કરો છો કે નહીં? અત્રે જણાવવાનું કે ઉત્તર પ્રદેશના બનારસથી પીએમ મોદી પોતે જ સાંસદ છે અને તેમણે વાતવાતમાં ઈશારો કરી દીધો કે સંગઠનના લોકો સૌથી ઉપર છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે