Rozgar Mela 2022: 71000 યુવાઓને સરકારી નોકરીની 'ભેટ', PM મોદીએ આપ્યા અપોઈન્ટમેન્ટ લેટર

પીએમ મોદી કાર્યક્રમમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સામેલ થયા. કાર્યક્રમમાં અનેક કેન્દ્રીય મંત્રીઓ અલગ અલગ રાજ્યોથી જોડાયા હતા. ગુજરાત અને હિમાચલને બાદ કરતા આ પ્રોગ્રામ સમગ્ર દેશના 45 શહેરોમાં થયો. પીએમ મોદીએ કહ્યું કે મહામારી અને યુદ્ધ વચ્ચે દુનિયાભરના યુવાઓ સામે નવી તકોનું સંકટ છે. આવા સમયમાં ઈકોનોમિસ્ટ અને એક્સપર્ટ્સ કહે છે કે ભારત પાસે આર્થિક ક્ષમતા પ્રદર્શિત કરવા માટે અને નવી તકોને પ્રોત્સાહન આપવા માટે સોનેરી તક છે.

Rozgar Mela 2022: 71000 યુવાઓને સરકારી નોકરીની 'ભેટ', PM મોદીએ આપ્યા અપોઈન્ટમેન્ટ લેટર

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે રોજગાર મેળા હેઠળ 71 હજાર યુવાઓને અપોઈન્ટમેન્ટ લેટર આપ્યા. પીએમ મોદી કાર્યક્રમમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સામેલ થયા. કાર્યક્રમમાં અનેક કેન્દ્રીય મંત્રીઓ અલગ અલગ રાજ્યોથી જોડાયા હતા. ગુજરાત અને હિમાચલને બાદ કરતા આ પ્રોગ્રામ સમગ્ર દેશના 45 શહેરોમાં થયો. 

પીએમ મોદીએ કહ્યું કે મહામારી અને યુદ્ધ વચ્ચે દુનિયાભરના યુવાઓ સામે નવી તકોનું સંકટ છે. આવા સમયમાં ઈકોનોમિસ્ટ અને એક્સપર્ટ્સ કહે છે કે ભારત પાસે આર્થિક ક્ષમતા પ્રદર્શિત કરવા માટે અને નવી તકોને પ્રોત્સાહન આપવા માટે સોનેરી તક છે. ભારત આજે સર્વિસ એક્સપોર્ટના મામલે વિશ્વની એક મોટી શક્તિ બની ગયું છે. હવે એક્સપર્ટ ભરોસો જતાવી રહ્યા છે કે ભારત વિશ્વનું મેન્યુફેક્ચરિંગ પાવર હાઉસ પણ બનશે. 

આ સાથે જ પ્રધાનમંત્રી કર્મયોગી પ્રારંભ મોડ્યુઅલ પણ શરૂ કરવામાં આવ્યું. આ મોડ્યુલ હેઠળ સરકારી વિભાગોમાં તમામ નવી નિયુક્તિઓ માટે એક ઓનલાઈન ઓરિએન્ટેશન કોર્સ હશે. કર્મયોગી ભારત ટેક્નોલોજી પ્લેટફોર્મમાં અનેક ઓનલાઈન કોર્સ છે, તેનાથી અપસ્કિલિંગમાં ઘણી મદદ મળશે. તેમાં સરકારી કર્મચારીઓ માટે આચાર સંહિતા, કાર્યસ્થળ નૈતિકતા અને અખંડિતતા, માનવ સંસાધન નીતિઓ અને અન્ય લાભ સામેલ હશે. જે તેમને નીતિઓ અને નવી ભૂમિકાઓને નિભાવવામાં મદદ કરશે. 

— BJP (@BJP4India) November 22, 2022

તેમને પોતાના જ્ઞાન અને કૌશલને વધારવા માટે  igotkarmayogi.gov.in પ્લેટફોર્મ પર અનેક કોર્સની જાણકારી મેળવવાની તક પણ મળશે. 

જે પદો માટે અપોઈન્ટમેન્ટ લેટર આપવામાં આવ્યાં તેમાં શિક્ષક, લેક્ચરર, નર્સ, નર્સિંગ, ઓફિસર, ડોક્ટર, ફાર્માસિસ્ટ, રેડિયોગ્રાફર અને અન્ય ટેક્નિકલ અને પેરામેડિકલ જેવા પદ સામેલ છે. અનેક કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો (CAPF)માં ગૃહ મંત્રાલય દ્વારા મોટી સંખ્યામાં પદો પર ભરતી થઈ રહી છે. 

વધુ વિગતો માટે જુઓ વીડિયો...

પીએમ મોદીએ કહ્યું કે આજનો આ વિશાળ રોજગાર મેળો દેખાડે છે કે સરકાર કઈ રીતે સરકારી નોકરીઓ આપવા માટે મિશન મોડ પર કામ કરી રહી છે. ભારત જેવા યુવા દેશમાં આપણા કરોડો યુવાઓ આ રાષ્ટ્રની સૌથી મોટી તાકાત છે. પોતાના યુવાઓની પ્રતિભા અને ઉર્જા, રાષ્ટ્ર નિર્માણમાં વધુને વધુમાં ઉપયોગમાં લેવાય તેને કેન્દ્ર સરકાર સર્વોચ્ચ પ્રાથમિકતા આપી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news