INS Vikrant: ચીન-પાકિસ્તાનના હવે ભૂક્કા બોલાશે, આવી ગયો 'દરિયાનો બાદશાહ', PM મોદીએ INS વિક્રાંત નેવીને સોંપ્યું

INS Vikrant: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પહેલું સ્વદેશી વિમાનવાહક યુદ્ધજહાજ INS વિક્રાંત ભારતીય નેવીને સોંપ્યું. INS વિક્રાંતની ખાસ વાત એ છે કે તે એક સ્વદેશી યુદ્ધજહાજ છે. જેને 2009માં બનાવવાનું શરૂ કર્યું હતું. હવે તે 13 વર્ષ બાદ નેવીને મળ્યું છે. આ સાથે જ પીએમ મોદીએ નેવીના નવા લોગો (Ensign) નું પણ અનાવરણ કર્યું. 

INS Vikrant: ચીન-પાકિસ્તાનના હવે ભૂક્કા બોલાશે, આવી ગયો 'દરિયાનો બાદશાહ', PM મોદીએ INS વિક્રાંત નેવીને સોંપ્યું

INS Vikrant: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પહેલું સ્વદેશી વિમાનવાહક યુદ્ધજહાજ INS વિક્રાંત ભારતીય નેવીને સોંપ્યું. INS વિક્રાંતની ખાસ વાત એ છે કે તે એક સ્વદેશી યુદ્ધજહાજ છે. જેને 2009માં બનાવવાનું શરૂ કર્યું હતું. હવે તે 13 વર્ષ બાદ નેવીને મળ્યું છે. આ સાથે જ પીએમ મોદીએ નેવીના નવા લોગો (Ensign) નું પણ અનાવરણ કર્યું. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે દુનિયામાં ભારતનો જુસ્સો બુલંદ છે. INS વિક્રાંત માત્ર યુદ્ધજહાજ નથી પરંતુ તમામ ભારતીયોનું ગૌરવ છે. 

સ્વદેશી INS વિક્રાંત
સમુદ્ર પર તરતો અભેદ કિલ્લો છે આ INS વિક્રાંત. દરિયાનો બાદશાહ....પીએમ નરેન્દ્ર મોદીએ આજે સવારે કોચીના કોચીન શિપયાર્ડ લિમિટેડમાં તેને નેવીને સમર્પિત કર્યું. આઈએનએસ વિક્રાંતની ડિઝાઈન અને નિર્માણ, બધુ ભારતમાં જ કરાયું છે. પીએમ મોદીએ આ સાથે નેવીના નવા ફ્લેગનું પણ અનાવરણ કર્યું જે બ્રિટિશ રાજના પડછાયાથી દૂર છે. એકબાજુ તિરંગો અને બીજી બાજુ અશોકસ્તંભ છે. આ અવસરે રક્ષામંત્રી રાજનાથ સિંહ, રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન, મુખ્યમંત્રી પિનારાઈ વિજયન અને અન્ય હસ્તીઓ પણ હાજર રહ્યા.

વિરાટ, વિશિષ્ટ અને વિશેષ છે INS વિક્રાંત
પીએમ મોદીએ આ અવસરે કહ્યું કે કેરળના સમુદ્રના તટ પર સમગ્ર ભારત એક નવા ભવિષ્યના સૂર્યોદયનું સાક્ષી બની રહ્યું છે. તેમણે કહ્યું કે વિક્રાંત વિશાળ છે, વિરાટ છે, વિહંગમ છે. વિક્રાંત વિશિષ્ટ છે, વિક્રાંત વિશેષ પણ છે. વિક્રાંત માત્ર એક યુદ્ધ જહાજ જ નહીં પરંતુ તે 21મી સદીના  ભારતનો પરિશ્રમ, પ્રતિભા, પ્રભાવ અને પ્રતિબદ્ધતાનું પ્રમાણ છે. કેરળના સમુદ્રી તટ પર સમગ્ર ભારત એક નવા ભવિષ્યના સૂર્યોદયનું સાક્ષી બની રહ્યું છે. INS વિક્રાંત પર થઈ રહેલું આયોજન વિશ્વ ક્ષિતિજ પર ભારતના બુલંદ થતા જુસ્સાની હુંકાર છે. 

— ANI (@ANI) September 2, 2022

આત્મનિર્ભરનું પ્રતિક છે INS વિક્રાંત
તેમણે કહ્યું કે લક્ષ્ય દુરંત છે, યાત્રાઓ દિગંત છે, સમુદ્ર અને પડકારો અનંત છે તો ભારતનો ઉત્તર છે વિક્રાંત. આઝાદીના અમૃત મહોસ્તવનું અતુલનીય અમૃત છે વિક્રાંત. આત્મનિર્ભર થતા ભારતનું અદ્વિતિય પ્રતિબિંબ છે વિક્રાંત. તે દરેક ભારતીય માટે ગૌરવની અનમોલ તક છે. તે દરેક ભારતીયનું માન, સ્વાભિમાન વધારનારો અવસર છે. હું આ બદલ દરેક ભારતીયને શુભેચ્છા પાઠવું છું. 

 

વિક્રાંતે નવો ભરોસો પેદા કર્યો
પીએમ મોદીએ કહ્યું કે આજે ભારત એ દેશોમાં સામેલ થયું છે જે સ્વદેશી ટેક્નિકથી આટલા વિશાળ એરક્રાફ્ટ કરિયરનું નિર્માણ કરે છે. આજે આઈએનએસ વિક્રાંતે દેશને એક નવા ભરોસાથી ભરી દીધો છે. દેશમાં એક નવો ભરોસો પેદા કરી દીધો છે. INS વિક્રાંતના દરેક ભાગની એક અલગ ખૂબી છે, એક તાકાત છે, પોતાની એક વિકાસયાત્રા પણ છે. આ સ્વદેશી સામર્થ્ય, સ્વદેશી સંસાધન અને સ્વદેશી કૌશલનું પ્રતિક છે. તેના એરબેસમાં જે સ્ટીલ લાગ્યું છે તે સ્ટીલ પણ સ્વદેશી છે. 

નેવીને મળ્યો નવો ધ્વજ, છત્રપતિ શિવાજી મહારાજને સમર્પિત
પીએમ મોદીએ કહ્યું કે આજે 2 સપ્ટેમ્બર 2022ની ઐતિહાસિક તારીખે ઈતિહાસ બદલનારું વધુ એક કામ થયું છે. આજે ભારતે ગુલામીના એક નિશાન, ગુલામીના એક બોજને પોતાની છાતી પરથી ઉતારી નાખ્યો છે. આજથી ભારતીય નેવીને એક નવો ધ્વજ મળ્યો છે. પીએમ મોદીએ આ અવસરે કહ્યું કે રામધારી સિંહ દિનકરજીએ પોતાની કવિતામાં લખ્યું હતું કે...

नवीन सूर्य की नई प्रभा, नमो, नमो।
नमो स्वतंत्र भारत की ध्वजा, नमो, नमो...

આજે  આ ધ્વજ વંદના સાથે હું આ નવો ધ્વજ નેવીના જનક છત્રપતિ વીર શિવાજી મહારાજને સમર્પિત કરું છું. છત્રપતિ વીર શિવાજી મહારાજે આ સમુદ્રી સામર્થ્યના દમ પર એવી નૌસેનાનું નિર્માણ કર્યું જે દુશ્મનોની ઊંઘ ઉડાવી નાખતી હતી. જ્યારે અંગ્રેજો ભારતમાં આવ્યા તો તેઓ ભારતીય જહાજો અને તેમના દ્વારા થતા વેપારની તાકાતથી ગભરાયેલા રહેતા હતા. આથી તેમણે ભારતના સમુદ્રી સામર્થ્યની કમર તોડવાનો નિર્ણય લીધો. ઈતિહાસ સાક્ષી છે કે કેવી રીતે તે વખતે બ્રિટિશ સંસદમાં કાયદો બનાવીને ભારતીય જહાજો અને વેપારીઓ પર કડક પ્રતિબંધો લગાવવામાં આવ્યા હતા. 

Defence Minister Rajnath Singh, Governor Arif Mohammad Khan, CM Pinarayi Vijayan and other dignitaries are present here. pic.twitter.com/JCEMqKL4pt

— ANI (@ANI) September 2, 2022

4 એફિલ ટાવરના વજન જેટલું વપરાયું છે લોઢું અને સ્ટીલ
INS વિક્રાંતનું વજન આશરે 45000 ટન છે. એટલે કે તેને બનાવવામાં એટલે કે તેને બનાવવામાં ફ્રાન્સ સ્થિત એફીલટાવરના વજનથી ચાર ગણું લોઢું અને સ્ટીલ વપરાયું છે. એટલું જ નહીં તેની લંબાઈ 262 મીટર અને પહોળાઈ 62 મીટર છે. એટલે કે તે ફૂટબોલના બે મેદાન બરાબર છે. પહેલા સ્વદેશી યુદ્ધજહાજમાં 76 ટકા સ્વદેશી ઉપકરણ લાગેલા છે. જેના પર 450 મારક ક્ષમતાવાળી બ્રહ્મોસ મિસાઈલ પણ તહેનાત રહેશે. જેમાં 2400 કિમી કેબલ લાગ્યા છે. એટલે કે કોચીથી દિલ્હી સુધી કેબલ પહોંચી શકે છે. 

એક સાથે 30 વિમાન તહેનાત થઈ શકે
IAC Vikrant (Indigenous Aircraft Carrier) માં 30 જેટલા એરક્રાફ્ટ તહેનાત થઈ શકે છે. આ ઉપરાંત તેનાથી મિગ 29K ફાઈટર જેટ પણ ઉડાણ ભરીને એન્ટી એર, એન્ટી સરફેસ અને લેન્ડ એટેકમાં ભૂમિકા ભજવી શકે છે. તેનાથી Kamov 31 હેલિકોપ્ટર પણ ઉડાણ ભરી શકે છે. વિક્રાંતના નેવીમાં સામેલ થયા બાદ હવે ભારત એ દેશોની હરોળમાં આવી ગયું છે જેમની પાસે સ્વદેશી વિમાનવાહક જહાજની ડિઝાઈન અને નિર્માણ ક્ષમતા છે. 

વિક્રાંતથી હળવા હેલિકોપ્ટર (ALH) અને હળવા ફાઈટર વિમાન (LCA) ઉપરાંત મિગ-29 ફાઈટર જેટ,  Kamov-31, MH-60R અને મલ્ટી રોલ હેલિકોપ્ટરો સહિત 30 વિમાનથી યુક્ત એરવિંગના સંચાલનની ક્ષમતા છે. શોર્ટ ટેક ઓફ બટ, રેસ્ટેડ લેન્ડિંગ જેવા નવા વિમાન ચાલન મોડનો ઉપયોગ પણ તેમાં કરાયો છે. 

28 (નોટ) સમુદ્રી માઈલ છે સ્પીડ
વિક્રાંતમાં 2300 કમ્પાર્ટમેન્ટ સાથે 14 ડેક છે જે લગભગ 1500 જવાનોને લઈ જઈ શકે છે અને તેમના ભોજનની જરૂરિયાતને પૂરી કરવા માટે તેની રસોઈમાં લગભગ 10,000 રોટી બનાવી શકાય છે. આ યુદ્ધ જહાજમાં 88 મેગાવોટ વિજળીની ચાર ગેસ ટર્બાઈન લાગેલા છે. તેની વધુમાં વધુ ગતિ 28 (નોટ) સમુદ્રી માઈલ છે. તે 20,000 કરોડના ખર્ચે બનેલું છે. આ સમગ્ર પ્રોજેક્ટ રક્ષા મંત્રાલય અને સીએસએલ વચ્ચે ડીલના ત્રણ તબક્કામાં આગળ વધ્યો છે. જે મે 2007, ડિસેમ્બર 2014 અને ઓક્ટોબર 2019માં પૂરો થયો છે. તે આત્મનિર્ભર ભારતનું આદર્શ ઉદાહરણ છે. જે મેક ઈન ઈન્ડિયા પહેલ પર ભાર મૂકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news