દેશમાં Corona સંકટ વચ્ચે PM મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન સાથે કરી વાત
દેશમાં સતત વધી રહેલા કેસો વચ્ચે પ્રધાનમંત્રીએ આજે અમેરિકાના રાષ્ટ્રપતિ બાઇડેન સાથે ફોન પર વાત કરી છે.
Trending Photos
નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના કહેર વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન (Joe biden) સાથે ફોન પર વાત કરી છે. પીએમ મોદી અને બાઇડેન વચ્ચે વાતચીત એવા સમયે થઈ છે જ્યારે અમેરિકાએ ભારતમાં કોવિશીલ્ડના ઉત્પાદન માટે તત્કાલ કાચો માલ આપવાનું કહ્યુ છે.
વૈશ્વિક મહામારીના આ સંકટમાં અમેરિકા પણ ભારતની મદદ માટે આગળ આવ્યું છે. અમેરિકી રાષ્ટ્રપતિ અને ભારતના પ્રધાનમંત્રી વચ્ચે વાતચીત એવા સમયે થઈ છે જ્યારે ભારતમાં ઓક્સિજનની અછત છે. રિપોર્ટ અનુસાર બન્ને વચ્ચે વેન્ટિલેટર્સ અને ઓક્સિજનના મુદ્દા પર પણ ચર્ચા થઈ છે.
અમેરિકા ભારતને વેન્ટિલેટર્સ પીપીઈ કિટ્સ, રેપિડ ડાયગનોસ્ટિક ટેસ્ટ કિટ્સ વગેરે ઉપલબ્ધ કરાવી રહ્યું છે. મહત્વનું છે કે રવિવારે ભારતીય એનએસએ અજીત ડોભાલ અને અમેરિકાના એનએસએ જેક સુલિવને વાત કરી હતી. ત્યારબાદ અમેરિકાએ રસી માટે કાચો માલ ઉપલબ્ધ કરાવવાનું કહ્યું હતું. આ સાથે કોરોના સામે લડવા માટે જરૂરી મેડિકલ સાધનો આપવાની જાહેરાત કરી હતી.
Just as India sent assistance to the United States as our hospitals were strained early in the pandemic, we are determined to help India in its time of need. https://t.co/SzWRj0eP3y
— President Biden (@POTUS) April 25, 2021
બાઇડેને એક ટ્વીટમાં કહ્યુ હતુ, વૈશ્વિક મહામારીની શરૂઆતમાં અમારી હોસ્પિટલો પર ખુબ દબાવ વધી ગયા બાદ જેમ ભારતે અમેરિકાને મદદ મોકલી હતી, તેમ અમે આ સમયમાં ભારતની મદદ માટે દ્રઢ સંકલ્પિત છીએ.
બન્ને દેશોના એનએસએ વચ્ચે ફોન પર થયેલી વાતચીત બાદ વાઇટ હાઉસે નિવેદન જારી કર્યુ છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અમેરિકી એનએસએ જેક સુલિવને ભારતની સાથે એકતા જાહેર કરી છે. બન્ને દેસોની સાત દાયકાની સ્વાસ્થ્ય ભાગીદારી છે, જેમાં પોલિયો, એચઆઈવી, સ્મોલપોક્સ વિરુદ્ધ લડાઈ લડી. હવે બન્ને દેશો વૈશ્વિક મહામારી કોરોના વાયરસ વિરુદ્ધ પણ સાથે લડાઈ જારી રાખશે. મહામારીની શરૂઆતમાં જે રીતે ભારતે અમેરિકાની હોસ્પિટલો માટે મદદ મોકલી હતી, તે રીતે અમેરિકા પણ ભારતને મુશ્કેલ સમયમાં મદદ માટે દ્રઢતા દેખાડે છે.
મહત્વનું છે કે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના 3,52,991 નવા કેસ સામે આવ્યા છે. ત્યારબાદ સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 1,73,13,163 સુધી પહોંચી ગઈ છે. સંક્રમણને કારણે અત્યાર સુધી 1,95,123 લોકોના મૃત્યુ થયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે