PIB Fact Check: શું આગામી સાત દિવસ ભારત બંધ રહેશે, મોદી કેબિનેટે લીધો નિર્ણય, જાણો વાયરલ મેસેજનું સત્ય
PM Modi ની કેબિનેટે મોટો નિર્ણય લીધો છે. આ નિર્ણય વિશે કહેવામાં આવ્યું છે કે આગામી સાત દિવસ ભારત બંધ રહેશે. જાણો આ વાયરલ મેસેજનું શું હકીકત છે.?
Trending Photos
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કેબિનેટે મોટો નિર્ણય લીધો છે, જેમાં કહેવામાં આવી રહ્યું છે કે આગામી સાત દિવસ સુધી ભારત બંધ રહેશે? શું પીએમ મોદીએ કેબિનેટની બેઠકમાં ભારતને આગામી સાત દિવસ સુધી બંધ રાખવાનો નિર્ણય લીધો છે? હાલમાં સોશિયલ મીડિયા પર આ મેસેજ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. મેસેજની સાથે એક ફોટો વાયરલ થઈ રહ્યો છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે કેન્દ્ર સરકારે આગામી સાત દિવસ સુધી ભારત બંધ કરવાનો નિર્ણય લીધો છે. હવે પીઆઈબીએ આ વાયરલ મેસેજની હકીકત તપાસી તો સામે આવ્યું કે આ મેસેજ ભ્રામક છે અને પીએમ મોદીની કેબિનેટે આવો કોઈ નિર્ણય લીધો નથી.
પીઆઈબીએ કર્યું ટ્વીટ, જાણો હકીકત
પ્રેસ ઈન્ફોર્મેશન બ્યૂરોએ પોતાના સત્તાવાર ટ્વીટમાં લખ્યું છે કે એક નકલી તસવીરની સાથે આ મેસેજ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે 21 માર્ચથી આગામી સાત દિવસ માટે ભારત બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
एक फर्जी तस्वीर में दावा किया जा रहा है कि 21 मार्च से अगले 7 दिनों तक पूरे देश में भारत बंद का फैसला लिया गया है#PIBFactCheck
▶️ यह दावा फर्जी है
▶️ केंद्र सरकार द्वारा भारत बंद का फैसला नहीं लिया गया है
जुड़ें हमारे #telegram चैनल से
🔗https://t.co/zxufu1aRNO pic.twitter.com/g390CVhdoo
— PIB Fact Check (@PIBFactCheck) March 21, 2022
પીઆઈબીએ કહ્યું- ખોટો છે આ મેસેજ
પીઆઈબીએ જ્યારે સોશિયલ મીડિયા પર વાયરલ આ મેસેજની હકીકતની તપાસ કરી તો સામે આવ્યું કે આ ખોટો છે. પીઆઈબીએ જણાવ્યું કે કેન્દ્ર સરકારે ભારત બંધ કરવાનો કોઈ નિર્ણય લીધો નથી. પીઆઈબીએ જણાવ્યું કે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલાં આવા મેસેજથી સાવચેત રહો. આવા મેસેજને આગળ ફોરવર્ડ ન કરવા જોઈએ.
જો તમારી પાસે આવો કોઈ મેસેજ આવો તો તમે પીઆીબી દ્વારા તેનું ફેક્ટ ચેક કરાવી શકો છો. તે માટે તમારે સત્તાવાર લિંક https://factcheck.pib.gov.in/ પર જવું પડશે. આ સિવાય તમે વોટ્સએપ નંબર +918799711259 કે ઈમેલઃ pibfactcheck@gmail.com પર વાયરલ મેસેજ કે વીડિયો મોકલી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે