આંદમાન અને નિકોબારના 3 ટાપુઓનું બદલ્યું નામ, રોસ આઇલેન્ડનું નામ હશે નેતાજી સુભાષચંદ્ર બોઝ

રોસ આઇલેન્ડનું નામ બદલીને નેતાજી સુભાષચંદ્ર બોઝ, નીલ આઇલેન્ડનું નામ શહીદ ટાપુ અને હેવલોક આઇલેન્ડનું નામ સ્વરાજ ટાપુ કરી દેવામાં આવ્યું છે. ભારતીય જનતા પાર્ટી (બીજેપી)એ ટ્વિટ કરી પ્રધાનમંત્રી દ્વારા ત્રણ ટાપુઓનું નામ બદલવાની પુષ્ટી કરી છે.

આંદમાન અને નિકોબારના 3 ટાપુઓનું બદલ્યું નામ, રોસ આઇલેન્ડનું નામ હશે નેતાજી સુભાષચંદ્ર બોઝ

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નેરેન્દ્ર મોદીએ રવિવારે પોર્ટ બ્લેયરમાં એક કાર્યક્રમ દમિયાન આંદમાન અને નિકોબારના ત્રણ ટાપુનું નામ બદલવાની જાહેરતા કહી હતી. તેમાંથી રોસ આઇલેન્ડનું નામ બદલીને નેતાજી સુભાષચંદ્ર બોઝ, નીલ આઇલેન્ડનું નામ શહીદ ટાપુ અને હેવલોક આઇલેન્ડનું નામ સ્વરાજ ટાપુ કરી દેવામાં આવ્યું છે. ભારતીય જનતા પાર્ટી (બીજેપી)એ ટ્વિટ કરી પ્રધાનમંત્રી દ્વારા ત્રણ ટાપુઓનું નામ બદલવાની પુષ્ટી કરી છે.

ભાજપે તેમના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર લખ્યું છે કે, પ્રધાનમંત્રી રવિવાર સાંજે જાહેરાત કરી છે કે હવેથી રોસ ટાપુને નેતાજી સુભાષચંદ્ર બોઝ ટાપુના નામથી, નીલ ટાપુને શહીદ ટાપુના નામથી અને હેવલોક ટાપુને સ્વરાજ ટાપુના નામથી ઓળખવામાં આવશે.

આંદમાન અને નિકોબાર ટાપુ પર સુભાષચંદ્ર બોઝે 1943માં ધ્વજ ફરકાવ્યો હતો. પ્રધાનમંત્રીએ આ મહાન ઘટનાના 75 વર્ષ પૂર્ણ થવાના અવસર પર આંદમાન અને નિકાબાર પહોંચ્યા અને ધ્વજ ફરકાવ્યા બાદ કહ્યું કે, સુભાષ બાબુએ અહીંયા 75 વર્ષ પહેલા ધ્વજ ફરકાવવાનું સાહસિક કાર્ય કર્યું હતું અને હવે હું આ ધ્વજ ફરકાવીને ગર્વ અનુભવ કરી રહ્યો છું.

પ્રધાનમંત્રીએ રવિવારે 2004માં આવેલા સુનામી પીડિતોની યાદમાં બનેલા સ્મારકની મુલાકાત કરી હતી. સાથે જ મોદીએ માસ જેટ્ટી નજીક તટવર્તી સુરક્ષાના નિર્માણ માટે અને કેમ્પબેલ બે જેટ્ટીના વિસ્તરણ માટે પાયો નાખ્યો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news