Petrol Diesel Price Hike: પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ પર આવ્યું કેન્દ્ર સરકારનું નિવેદન, કહી મોટી વાત
નિર્મલા સીતારમણે રાજ્યસભામાં નાણા બિલ પર ચર્ચાનો જવાબ આપતા ગૃહને જણાવ્યું કે વર્ષ 2010-2011થી લઈને 2021-2022 સુધી પેટ્રોલ ડીઝલ પર લાગનાર સેસ દ્વારા કેન્દ્ર સરકારને 11.32 લાખ કરોડ રૂપિયા મળ્યા છે.
Trending Photos
નવી દિલ્હીઃ દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. વિપક્ષી પાર્ટીઓ મોંઘવારી અને ઈંધણની વધતી કિંમતને લઈને સરકારને ઘેરી રહી છે. આ વચ્ચે નાણામંત્રી નિર્મલા સીતારમણે મંગળવારે રાજ્યસભામાં ઈંધણની વધતી કિંમતોને અભૂતપૂર્વ ગણાવી છે. તેમણે કહ્યું કે, ઈંધણની કિંમતોમાં અભૂતપૂર્વ વધારો એક પડકાર છે.
પેટ્રોલ-ડીઝલ પર સેસથી કેટલી થઈ કમાણી?
નિર્મલા સીતારમણે રાજ્યસભામાં નાણા બિલ પર ચર્ચાનો જવાબ આપતા ગૃહને જણાવ્યું કે વર્ષ 2010-2011થી લઈને 2021-2022 સુધી પેટ્રોલ ડીઝલ પર લાગનાર સેસ દ્વારા કેન્દ્ર સરકારને 11.32 લાખ કરોડ રૂપિયા મળ્યા છે. તેમણે જણાવ્યું કે તેમાંથી સરકારે આ દરમિયાન 11.37 લાખ કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે.
દિલ્હીમાં પેટ્રોલ ફરી 100ને પાર
દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમત 99.41 રૂપિયા પ્રતિ લીટરથી વધીને આજે 100.21 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 90.77 રૂપિયા પ્રતિ લીટરથી વધીને 91.47 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે. આજે પેટ્રોલમાં 80 પૈસા પ્રતિ લીટર અને ડીઝલમાં 70 પૈસા પ્રતિ લીટરનો વધારો થયો છે.
આ પણ વાંચોઃ Delhi Budget Session: સીએમ કેજરીવાલે કેમ કહ્યું? મેં દેશ માટે ઇનકમ ટેક્સની નોકરી છોડી દીધી
પેટ્રોલ અને ડીઝલની કિંમતો દેશભરમાં વધી છે, પરંતુ તેના ભાવ સ્થાનીક કરના આધાર પર અલગ-અલગ રાજ્યોમાં અલગ-અલગ છે. ચેન્નઈ, મુંબઈ અને કોલકત્તામાં પેટ્રોલનો ભાવ પહેલાથી 100 રૂપિયા પ્રતિ લીટરને પાર કરી ગયો છે. મોટાભાગના રાજ્યોની રાજધાનીઓમાં પેટ્રોલ સદી ફટકારી ચુક્યુ છે.
દેશમાં ઈંધણની સૌથી વધુ કિંમત રાજસ્થાનના ગંગાનગર જિલ્લામાં છે. આ સરહદી જિલ્લામાં પેટ્રોલનો ભાવ117.14 રૂપિયા પ્રતિ લીટર જ્યારે ડીઝલ 99.96 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગયું છે. સ્થાનીક કર સિવાય ઈંધણના ભાવ પર ટ્રાન્સપોર્ટ્રેશનની પણ અસર પડે છે. કાચા તેલની કિંમત મંગળવારે 112 ડોલર પ્રતિ બેરલની નજીક રહી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે