Mumbai ની કોર્ટમાં પરમબીર સિંહ હાજર, ભાગેડૂ જાહેર કરવા વિરૂદ્ધ અરજી
શુક્રવારે સવારે લગભગ 10:30 વાગે IPS અધિકારી પરમબીર પોતાના વકીલ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. આ દરમિયના ઝોનલ પોલીસ કમિશ્નર (DCP) અવિનાશ અંબુરે પણ પોલીસ સ્ટેશનમાં હાજરત હતા.
Trending Photos
મુંબઇ: મુંબઇના પૂર્વ પોલીસ કમિશ્નર પરમબીર સિંહ (Parambir Singh) એ શુક્રવારે થાણે કોર્ટ સમક્ષ હાજર થયા. તેમની હાજરી બાદ કોર્ટે તેમના વિરૂદ્ધ જાહેર કરેલ બિન જામીનપાત્ર વોરન્ટને રદ કરી દીધું. કોર્ટે તેમને થાણે પોલીસને તપાસમાં સહયોગ કરવાના નિર્દેશ આપ્યા છે. તમને જણાવી દઇએ કે 15 હજાર રૂપિયાના વ્યક્તિગત બોન્ડ ભર્યા બાદ આ વોરન્ટ રદ કરવામાં આવ્યું છે. તાજેતરમાં જ કોર્ટે પરમબીરને ભાગેડૂ જાહેર કર્યા હતા.
શુક્રવારે સવારે લગભગ 10:30 વાગે IPS અધિકારી પરમબીર પોતાના વકીલ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. આ દરમિયના ઝોનલ પોલીસ કમિશ્નર (DCP) અવિનાશ અંબુરે પણ પોલીસ સ્ટેશનમાં હાજરત હતા.
Maharashtra: Former Mumbai Police Commissioner Param Bir Singh leaves Thane Court.
The Court cancelled the non-bailable warrant against him after he appeared before them. Court directed him to cooperate with Thane Police in investigation. pic.twitter.com/nkXeRe69U0
— ANI (@ANI) November 26, 2021
શું હતો આખો મામલો?
તમને જણાવી દઇએ કે થાણે પોલીસે જુલાઇમાં બિલ્ડર કેતન તન્નાની ફરિયાદ પર પરમબીર અને અન્ય 28 વિરૂદ્ધ રંગદારીનો કેસ દાખલ કર્યો હતો. આ મામલે તેમના વિરૂદ્ધ બિન જામીન પાત્ર પણ વોરન્ટ પણ જાહેર કર્યું હતું. તાજેતરમાં કોર્ટે પરમબીરને ભાગેડૂ જાહેર કર્યું હતું. ઘણા મહિના સુધી તે ગુમ જતા રહ્યા હતા. પરંતુ ગુરૂવારે જાણકારી આવી કે તે ગુરૂવારે મુંબઇ પહોંચ્યા. ત્યારબાદ મુંબઇ પોલીસની ક્રાઇમ બ્રાંચે રંગદારીના એક અન્ય કેસમાં તેમને લગભગ 7 કલાક સુધી પૂછપરછ કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે