Exit Pollના તારણોથી ઉમર અબ્દુલ્લા 'નારાજ', કહ્યું-ટીવી બંધ કરીને સોશિયલ મીડિયામાંથી લોગ આઉટ...

લોકસભા ચૂંટણી 2019ના એક્ઝિટ પોલના પરિણામોમાં દેશમાં ફરીથી એકવાર મોદી સરકાર બનતી જોવા મળી રહી છે. અનેક ચેનલોના એક્ઝિટ પોલમાં એવા તથ્યો સામે આવ્યાં છે કે એનડીએને પૂર્ણ બહુમત મળવા જઈ રહ્યું છે. રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને ગુજરાતમાં ભાજપ ક્લિન સ્વીપ કરતો જોવા મળી રહ્યો છે. એક્ઝિટ પોલ પર રાજકીય પક્ષોની પ્રતિક્રિયા પણ સામે આવવા માંડી છે. જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી તથા નેશનલ કોન્ફરન્સના નેતા ઉમર અબ્દુલ્લા એક્ઝિટ પોલના પરિણામોથી નારાજ જોવા મળી રહ્યાં છે. જમ્મુ અને કાશ્મીરમાં એબીપી નેલસનના એક્ઝિટ પોલ મુજબ ભાજપને એક બેઠકનું નુકસાન થઈ શકે છે. પીડીપી અને નેશનલ કોન્ફરન્સના ખાતામાં 2-2 બેઠકો જઈ શકે છે. 

Exit Pollના તારણોથી ઉમર અબ્દુલ્લા 'નારાજ', કહ્યું-ટીવી બંધ કરીને સોશિયલ મીડિયામાંથી લોગ આઉટ...

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2019ના એક્ઝિટ પોલના પરિણામોમાં દેશમાં ફરીથી એકવાર મોદી સરકાર બનતી જોવા મળી રહી છે. અનેક ચેનલોના એક્ઝિટ પોલમાં એવા તથ્યો સામે આવ્યાં છે કે એનડીએને પૂર્ણ બહુમત મળવા જઈ રહ્યું છે. રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને ગુજરાતમાં ભાજપ ક્લિન સ્વીપ કરતો જોવા મળી રહ્યો છે. એક્ઝિટ પોલ પર રાજકીય પક્ષોની પ્રતિક્રિયા પણ સામે આવવા માંડી છે. જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી તથા નેશનલ કોન્ફરન્સના નેતા ઉમર અબ્દુલ્લા એક્ઝિટ પોલના પરિણામોથી નારાજ જોવા મળી રહ્યાં છે. જમ્મુ અને કાશ્મીરમાં એબીપી નેલસનના એક્ઝિટ પોલ મુજબ ભાજપને એક બેઠકનું નુકસાન થઈ શકે છે. પીડીપી અને નેશનલ કોન્ફરન્સના ખાતામાં 2-2 બેઠકો જઈ શકે છે. 

umar abdullah

તેમણે ટ્વિટ દ્વારા પોતાનો ગુસ્સો વ્યક્ત કરતા કહ્યું કે "દરેક એક્ઝિટ પોલ ખોટો હોઈ શકે નહીં. આ સમય ટીવી બંધ કરવાનો, સોશિયલ મીડિયાને લોગ આઉટ કરવાનો છે. અને હવે બસ રાહ જોવી પડશે કે શું 23મી મેના રોજ 'દુનિયા' બદલવા જઈ રહી છે."

આ બાજુ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ એક્ઝિટ પોલના દાવા ફગાવી દીધા છે. મમતા બેનર્જીએ કહ્યું કે "હું એક્ઝિટ પોલ પર ભરોસો કરતી નથી. એક્ઝિટ પોલ ગોસિપના માધ્યમથી હજારો ઈવીએમમાં હેરફેર કરવાનો કે બદલવાનો ગેમ પ્લાન બનાવાયો છે. હું તમામ વિપક્ષી દળોને એકજૂથ, મજબુત અને નિર્ભય થવાની અપીલ કરું છું. અમે બધા આ લડાઈને મળીને લડીશું."

જુઓ LIVE TV

દેશમાં એકવાર ફરીથી મોદી સરકાર
આ બાજુ અત્યાર સુધી જેટલા પણ એક્ઝિટ પોલના તારણો આવ્યાં છે તે મુજબ 2019માં ફરીથી એકવાર મોદી સરકરા બનવા જઈ રહી હોય તેવું લાગે છે. ઝી ન્યૂઝના મહા એક્ઝિટપોલ (ZeeMahaExitPoll) મુજબ ભાજપના નેતૃત્વમાં એનડીએને 308 બેઠકો મળવાનું અનુમાન છે. યુપીએને 117 બેઠકો અને અન્યને 117 બેઠકો મળવાનું અનુમાન કરાયું છે. જો કે એબીપી-નીલ્સનના સર્વે મુજબ ભાજપના નેતૃત્વમાં એનડીએને પૂર્ણ બહુમત નહીં મળે. તે બહુમતના આંકડાથી માત્ર 5 જેટલી બેઠકો દૂર રહી શકે છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news