Awesome Technique: હવે ભારતની ભેંસ પ્રજાતિ પુષ્કળ દૂધ અને બાળકો પેદા કરશે, સરકાર લઈને આવી આ ગજબની ટેકનિક

ભારતમાં હવે ખેડૂત અને પશુપાલકના અચ્છે દિન આવવાના છે. આજે પણ ભારતની ઈકોનોમીને વધારવામાં ગ્રામીણ ઈકોનોમીની મુખ્ય ભૂમિકા છે. તેમાં પણ પશુપાલનનું મોટું યોગદાન છે. ગાય અને ભેંસ રાખનારા પશુપાલકો સારી એવી આવક મેળવી રહ્યા છે. પરંતુ હવે તેમને વધુ આવક મળે તે માટે સરકાર પ્રયાસ કરી રહી છે.

Awesome Technique: હવે ભારતની ભેંસ પ્રજાતિ પુષ્કળ દૂધ અને બાળકો પેદા કરશે, સરકાર લઈને આવી આ ગજબની ટેકનિક

નવી દિલ્હી: ભારતમાં હવે ખેડૂત અને પશુપાલકના અચ્છે દિન આવવાના છે. આજે પણ ભારતની ઈકોનોમીને વધારવામાં ગ્રામીણ ઈકોનોમીની મુખ્ય ભૂમિકા છે. તેમાં પણ પશુપાલનનું મોટું યોગદાન છે. ગાય અને ભેંસ રાખનારા પશુપાલકો સારી એવી આવક મેળવી રહ્યા છે. પરંતુ હવે તેમને વધુ આવક મળે તે માટે સરકાર પ્રયાસ કરી રહી છે. આ પ્રયાસમાં ભેંસના પાલનને વધારવા માટે મધ્ય પ્રદેશ સરકારે એક શાનદાર ઉપાય અજમાવ્યો છે. હવે કૂટકૂટ વિકાસ નિગમ દ્વારા સેક્સ સાર્ટેડ સીમનની ટેકનોલોજીનો ઉપયોગ કરીને માદા ભેંસની સંખ્યા વધારવાનો નિર્ણય કર્યો છે. 

વધશે ભેંસની દૂધ આપવાની ક્ષમતા: 
હવે આ ટેકનિકથી ભેંસોનું કૃત્રિમ ગર્ભાધાન કરવામાં આવશે. જેમાં માદા પ્રજાતિની ભેંસ જ ઉત્પન્ન થશે. આ કારણે ભેંસનું દૂધ ઉત્પાદન વધશે. આવું થવા પર 20 લીટર સુધીનું દૂધનું ઉત્પાદન મળશે. દૂધ ઉત્પાદન વધતાં પશુપાલકોને પણ મોટો ફાયદો થશે. તમને જણાવી દઈએ કે દુનિયાના અનેક દેશ આ ટેકનિકનો ઉપયોગ કરીને પશુપાલનમાં સારી આવક મેળવી રહ્યા છે. 

ભેંસની પ્રજાતિ સુધરશે:
ભેંસની પ્રજાતિ સુધાર કાર્યક્રમમાં મુર્રા, જાફરાબાદી અને ભદાવરી પ્રજાતિની ભેંસોને સામેલ કરવામાં આવી છે. કાર્યક્રમના પહેલા તબક્કામાં મુર્રા ભેંસની પ્રજાતિ સુધારવામાં આવસે. આ પ્રક્રિયા જાફરાબાદી અને ભદાવરી પ્રજાતિની ભેંસનો વંશ સુધારવા માટે અપનાવવામાં આવશે. 

આ ટેકનિક આવી રીતે કામ કરશે:
આ ટેકનિક અંતર્ગત જે ગાય અને ભેંસ વધારે દૂધ આપે છે તેમના આખલા અને પાડાની પસંદગી કરવામાં આવશે. તેના પછી તે આખલા અને પાડાની સીમેન કલેક્ટ કરવામાં આવશે. તે સમયે બીજી ગાય અને ભેંસના હીટ પીરિયડમાં તેમની અંદરથી અંડાણુઓને કલેક્ટ કરવામાં આવે છે. પછી લેબમાં સીમેન અને અંડાણુઓની સહાયતાથી અન્ય એક ફર્ટાઈલ અંડાણુઓને વિકસિત કરવામાં આવે છે. આ અંડાણુના વિકસિત થયા પછી ગાયના વિકસિત અંડાણુને ગાયમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે છે. આ રીતે ભેંસના વિકસિત અંડાણુઓને ભેંસમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે.

જુઓ લાઈવ ટીવી

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news