ધારાસભ્યો તો શું 1 પાર્ષદ પણ BJPમાં નહી જોડાય, PM સપના જુએ છે : તૃણમુલ
Trending Photos
નવી દિલ્હી : તૃણમુલ કોંગ્રેસનાં નેતા ડેરેક ઓ બ્રાયનેવડાપ્રધાન મોદીનાં તે નિવેદન પર નિશાન સાધ્યું જેમાં વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, ટીએમસીનાં 40 ધારાસભ્યો તેમનાં સંપર્કમાં છે. ડેરેક ઓ બ્રાયને સોમવારે વડાપ્રધાન મોદી પર નિશાન સાધતા કહ્યું કે, વડાપ્રધાન મોદીજી તમારી સાતે 1 ટીએમસીનો ધારાસભ્ય નહી જાય. ધારાસભ્ય તો છોડીઓ એક પાર્ષદ પણ ભાજપમાં ક્યારે પણ નહી જોડાય. બ્રાયને આગળ જણાવ્યું કે, વડાપ્રદાન મોદી બંઘાળમાં પ્રચાર નહી પરંતુ ઘોટા વ્યાપાર કરી રહ્યા છે. જેની ફરિયાદ અમે ચૂંટણી પંચને જ કરીશું. વડાપ્રધાન મોદીએ સમજી લેવું જોઇએ કે તેમની સરકાર જવાની છે. આ ચૂંટણી ભાજપ માટે અંતિમ ચૂંટણી થશે.
લોકસભા ચૂંટણી 2019 પોતાના ચરમ પર છે. આ વખતે ભાજપની નજર પશ્ચિમ બંગાળ પર છે. વડાપ્રધાન મોદી સતત પશ્ચિમ બંગાળની મુલાકાત લઇ રહ્યા છે. તેમણે પશ્ચિમ બંગાળનાં શ્રીરામપુરમાં જનસભા સંબોધિત કરતા દીદી (મમતા બેનર્જી) પર શાબ્દિક પ્રહારો કર્યા હતા.
મમતા બેનર્જીએ પશ્ચિમ બંગાળમાં જનતા સાથે વિશ્વાસઘાત કર્યો.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, તે દાવો કર્યો છે કે મમતા બેનર્જીએ પશ્ચિમ બંગાળમાં જનતાની સાથે વિશ્વાસઘાત કર્યો છે. એટલા માટે ચૂંટણી પરિણામો 23 મે બાદ તેમનું બચી શકવું મુશ્કેલ થશે. તેમણે કહ્યું કે, રિઝલ્ટ બાદ ચારે તરફ જ્યારે કમળ ખિલશે તો તમારા ધારાસભ્ય તમને છોડીને ભાગી જશે. તેમણે દાવો કર્યો કે દીદીનાં 40 ધારાસભ્યો આજે પણ તેમના સંપર્કમાં છે.
વડાપ્રધાન મોદીએ મમતા બેનર્જી પર નિશાન સાધતા કહ્યું કે, તેમણે જનતાનો વિશ્વાસઘાત કર્યો છે. જો કે હવે તેઓ લોકશાહીને વિશ્વાસઘાત નહી આપી શકે. હવે તેમના ગુંડાઓમાં જેટલો દમ લગાવી લે પરંતુ જનતાનાં નિર્ણયને બદલી નહી શકો. તેમણે જે ચિટફંડ ગોટાળો કર્યો છે અને તે લોકોને બચાવવાનું કામ કરી રહ્યા છે. તેમના અનુસાર જનતા જરૂર લેશે. કારણ કે જનતા ભુલ માફ નહી કરી શકે પરંતુ વિશ્વાસઘાતને માફ નહી કરે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે