મને મહારાષ્ટ્ર પરત ફરવામાં કોઇ રસ નથી, સંઘનું સરકાર બનાવવા સાથે લેવા-દેવા નથી: નિતિન ગડકરી

મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાગરમી વચ્ચે આરએસએસ પ્રમુખ મોહન ભાગવતને મળવા પહોંચેલા કેંદ્વીય મંત્રી નિતિન ગડકરીએ કહ્યું કે સંઘનું મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા સાથે કોઇ લેવા-દેવા નથી અને તેને જોડવું પણ યોગ્ય નથી. આ વિશે ભાજપ નિર્ણય લેશે. તેમણે કહ્યું કે મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટીની 105 સીટો છે અને ગઠબંધનમાં જેની સીટો વધુ હોય તેનો જ મુખ્યમંત્રી હોય છે.

મને મહારાષ્ટ્ર પરત ફરવામાં કોઇ રસ નથી, સંઘનું સરકાર બનાવવા સાથે લેવા-દેવા નથી: નિતિન ગડકરી

નાગપુર: મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાગરમી વચ્ચે આરએસએસ પ્રમુખ મોહન ભાગવતને મળવા પહોંચેલા કેંદ્વીય મંત્રી નિતિન ગડકરીએ કહ્યું કે સંઘનું મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા સાથે કોઇ લેવા-દેવા નથી અને તેને જોડવું પણ યોગ્ય નથી. આ વિશે ભાજપ નિર્ણય લેશે. તેમણે કહ્યું કે મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટીની 105 સીટો છે અને ગઠબંધનમાં જેની સીટો વધુ હોય તેનો જ મુખ્યમંત્રી હોય છે. મને વિશ્વાસ છે કે ટૂંક સમયમાં મહારાષ્ટ્રમાં સરકર બનશે અને તેના માટે અમને શિવસેનાનો સપોર્ટ મળશે. અમારી તેમની સાથે વાતચીત ચાલુ છે. હું કેન્દ્રમાં છું અને મને રાજ્યમાં પરત ફરવામાં કોઇ રસ નથી.  

એવા પણ સમાચાર આવી રહ્યા છે કે શિવસેનાને પોતાના ધારાસભ્યો તૂટવાનો ડર સતાવી રહ્યો છે. એટલા માટે શિવસેનાના સૂત્રોના હવાલેથી સમાચાર આવ્યા છે કે માતોશ્રી પર ધારાસભ્યોની મીટીંગ બાદ શિવસેનાના બધા ધારાસભ્યોને કોઇ ખાસ જગ્યાએ શિફ્ટ કરવામાં આવશે. આ સમાચારોને નકારી કાઢતાં સંજય રાઉતે પરોક્ષ રીતે ભાજપ પર હુમલો કરતાં કહ્યું કે જો કોઇમાં હિંમત હોય તો તે અમારા ધારાસભ્યોને તોડીને બતાવે. અમે અમારા ધારાસભ્યોને કોઇ અન્ય જગ્યાએ શિફ્ટ નહી કરીએ. હું તેમને પડકાર ફેંકુ છું. તેમને તેનું પરિણામ ભોગવવું પડશે. જોકે આ સાથે જ ઉમેર્યું કે કેટલાક અન્ય પક્ષોના નેતાઓ પોતાની પાર્ટીના ધારાસભ્યોના સંબંધ આ પ્રકારની આશંકા વ્યક્ત કરી છે. આવા કેસમાં જોવા મળ્યું છે કે સત્તાધારી પક્ષ હોર્સ ટ્રેડિંગ અને દબાણની રણનિતીનો ઉપયોગ કરે છે. પરંતુ જેવું કર્ણાટક અને ગોવામાં જોવા મળ્યું હતું એવું કંઇ થશે નહી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news