Nirbhaya Case: એક નક્કી સમયમાં થઈ જાઈ ફાંસીની સજા, કેન્દ્ર સરકાર પહોંચી SC
કેન્દ્રએ કહ્યું કે, જો કોઈ ગુનેગાર દયા અરજી દાખલ કરવા ઈચ્છે છે તો તે સ્પષ્ટ હોવું જોઈએ કે નિચલી અદાલત દ્વારા ડેથ વોરંટ જારી થયાના સાત દિવસની અંદર જ તેણે દયા અરજી કરવી પડશે.
Trending Photos
નવી દિલ્હીઃ નિર્ભયા (Nirbhaya)ના ગુનેગારોની ફાંસીની સજાના અમલમાં થઈ રહેલા વિલંબને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે ફાંસીની સજા પામેલા ગુનેગારોને કાયદાકીય રાહતના અધિકારને લઈને 2014ના શત્રુઘ્ન ચૌગાણ જજમેન્ટમાં આપવામાં આવેલી વ્યવસ્થામાં ફેરફારની માગ કરી છે.
સરકારે માગ કરી છે
- ફાંસીની સજા મેળવેલા દોષીની પુનર્વિચાર અરજી રદ્દ થયા બાદ ક્યૂરેટિવ અરજી દાખલ કરવા માટે તેને એક ચોક્કસ સમયમર્યાદા મળવી જોઈએ.
- જો કોઈ ગુનેગાર દયા અરજી દાખલ કરવા ઈચ્છે છે તો તે સ્પષ્ટ થવું જોઈએ કે નિચલી અદાલત દ્વારા ડેથ વોરંટ જારી થયાના સાત દિવસની અંદર જ તેણે દયા અરજી દાખલ કરવી પડશે.
- SC, કોર્ટ, રાજ્ય સરકારો અને જેલ અધિકારીઓને નિર્દેશ આપે લે દયા અરજી રદ્દ થયાના 7 દિવસની અંદર ડેથ વોરંટ જારી કરવામાં આવે અને તેના આગામી સાત દિવસની અંદર ફાંસીની સજા પર અમલ થાય. ભલે દોષીની અરજી (રિવ્યૂ, ક્યૂરેટિવ, યદા અરજી) ગમે તે સ્ટેજ પર હોય.
કેન્દ્ર સરકારે કહ્યું કે, ફાંસીની સજા પામેલા ગુનેગારની પુનર્વિચાર અરજી, ભૂલ સુધાર અરજી અને દયા અરજીના નિકાલની સમય મર્યાદા નક્કી હોવી જોઈએ.
કેન્દ્ર સરકારે કહ્યું કે, જો કોઈ રાષ્ટ્રપતિની પાસે દયા અરજી દાખલ કરવા ઈચ્છે છે તો ડેથ વોરંટ જારી થયાના સાત દિવસની અંદર જ તેને મંજૂરી હોય. કેન્દ્ર સરકારે કહ્યું કે, જો કોઈની દયા અરજી નકારવામાં આવે તો તેને સાત દિવસની અંદર ફાંસી આપવામાં આવે.
તેની પુનર્વિચાર અરજી કે ભૂલ સુધાર અરજીનું કોઈ મહત્વ ન રહે. જો રાષ્ટ્રપતિ દયા અરજી રદ્દ કરે તો સાત દિવસની અંદર ફાંસી થવી જોઈએ. કેન્દ્ર સરકારે તે પણ માગ કરી છે કે કોર્ટની સાથે રાજ્ય સરકાર અને જેલ અધિકારીને પણ ડેથ વોરંટ જારી કરવાનો અધિકાર આપવામાં આવે. હાલ માત્ર મેજિસ્ટ્રેટ જ ડેથ વોરંટ જારી કરી શકે છે.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે