કોંગ્રેસમાં પરિવર્તનઃ CWCની બેઠક આજે, 'અંતરિમ અધ્યક્ષ' પર દાવ રમવાની તૈયારી


દિલ્હીમાં સોમવારે યોજાનારી કોંગ્રેસ પાર્ટીની કાર્યસમિતિ (Congress Working Committe)ની બેઠક પહેલા પક્ષની અંદર ખેંચતાણ શરૂ થઈ ગઈ છે. પૂર્વ પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધીના સમર્થક એકવાર ફરી પાર્ટીની કમાન તેમને સોંપવા માટે સોશિયલ મીડિયાથી લઈને પત્રોના સહારે માહોલ બનાવી રહ્યાં છે.

કોંગ્રેસમાં પરિવર્તનઃ CWCની બેઠક આજે, 'અંતરિમ અધ્યક્ષ' પર દાવ રમવાની તૈયારી

નવી દિલ્હીઃ દિલ્હીમાં સોમવારે યોજાનારી કોંગ્રેસ પાર્ટીની કાર્યસમિતિ (Congress Working Committe)ની બેઠક પહેલા પક્ષની અંદર ખેંચતાણ શરૂ થઈ ગઈ છે. પૂર્વ પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધીના સમર્થક એકવાર ફરી પાર્ટીની કમાન તેમને સોંપવા માટે સોશિયલ મીડિયાથી લઈને પત્રોના સહારે માહોલ બનાવી રહ્યાં છે. નેતૃત્વના મુદ્દા પર પાર્ટી બે જૂથમાં વિભાજીત જોવા મળી રહી છે, પરંતુ આ પત્રની ખબર સામે આવવાની સાથે પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહ, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત, છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ અને પાર્ટીના ઘણા અન્ય વરિષ્ઠ તથા યુવા નેતાઓએ સોનિયા અને રાહુલ ગાંધીના નેતૃત્વમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તેમણે તે વાત પર ભાર આપ્યો કે ગાંધી-નેહરુ પરિવાર જ પાર્ટીને એકજૂથ રાખી શકે છે. 

મનમોહન, એંટની અને વાસનિક રેસમાં આગળ
સૂત્રો અનુસાર, કોંગ્રેસ સીધી રીતે રાહુલ ગાંધીને અધ્યક્ષ બનાવવાનું જોખમ લેવા ઈચ્છતી નથી. માનવામાં આવી રહ્યું છે કે સોનિયા ગાંધીના રાજીનામા આપવાની સ્થિતિમાં પાર્ટી મનમોહન સિંહ, એકે એંટની કે મુકૂલ વાસનિકને અંતરિમ અધ્યક્ષ પદ આપી શકે છે. કોરોના મહામારીના ખાત્મા બાદ કોંગ્રેસનું પૂર્ણ સત્ર બોલાવીને રાહુલ ગાંધીની પાર્ટી અધ્યક્ષના રૂપમાં તાજપોશી કરવામાં આવશે. 

સોનિયા ગાંધીના રાજીનામાના સમાચારોને કોંગ્રેસે નકાર્યા
કોંગ્રેસના ઘણા પ્રદેશ એકમના અધ્યક્ષો અને સાંસદોએ પણ સોનિયા ગાંધીને પત્ર લખીને તેમના અને રાહુલ ગાંધીના નેતૃત્વમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. કોંગ્રેસની અંદર આ વાવાઝોડુ સીડબ્લ્યૂસીની બેઠકના એક દિવસ પહેલા શરૂ થયું છે. આ બેઠક આજે વીડિયો કોન્ફરન્સ દ્વારા થવાની છે. કેટલીક ખબરોમાં કહેવામાં આવ્યું છે કે આ બેઠકમાં સોનિયા ગાંધી પાર્ટીના અંતરિમ અધ્યક્ષ પદ પરથી રાજીનામાની રજૂઆત કરી શકે છે. પરંતુ કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યુ કે, સોનિયા ગાંધીએ કોઈ સાથે વાતચીતમાં આ ઈરાદો વ્યક્ત કર્યો નથી. 

ગુલામ નબી આઝાદના નેતૃત્વમાં બિન ગાંધી અધ્યક્ષની માગ!
રાજ્યસભામાં નેતા વિપક્ષ ગુલામ નબી આઝાદ સહિત 23 નેતાઓએ સોનિયા ગાંધીને પત્ર લખીને પાર્ટીમાં સામૂહિક નેતૃત્વની જરૂરીયાત પર ભાર આપતા કહ્યું કે, કોંગ્રેસને પૂર્ણકાલિન અધ્યક્ષ મળવા જોઈએ જે જમીન પર સક્રિય હોય. તેમણે તે પણ કહ્યું કે, નવા અધ્યક્ષ કોંગ્રેસ મુખ્યાલય તથા પ્રદેશ કોંગ્રેસ કમિટિઓના મુખ્યાલયમાં પણ ઉપલબ્ધ હોય. અમરિંદર સિંહ, ગેહલોત, બધેલ, લોકસભામાં કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સલમાન ખુર્શીદ અને અશ્વિની કુમારે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીનું પૂરજોરથી સમર્થન કર્યું છે. 

તો અધ્યક્ષ પદને લઈને કોંગ્રેસમાં બે ભાગ?
બીજીતરફ ગુલામ નબી આઝાદ, આનંદ શર્મા, કપિલ સિબ્બલ, મુકુલ વાસનિક, મનીષ તિવારી, શશિ થરૂર અને હરિયાણાના પૂર્વ અધ્યક્ષ ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા વિરોધી ગ્રુપમાં જોવા મળી રહ્યાં છે. પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહે કોંગ્રેસમાં ગાંધી પરિવારના નેતૃત્વને પડકાર આપનાર પાર્ટીના કેટલાક નેતાઓના પગલાનો વિરોધ કરતા કહ્યું કે, આ પ્રકારના પગલા ભરવાનો સમય નથી. અમરિંદરે કહ્યું કે, કોંગ્રેસને એવા નેતૃત્વની જરૂર છે જે માત્ર કેટલાક લોકો માટે નહીં પરંતુ સમગ્ર પાર્ટી, કાર્યકર્તાઓ અને દેશ માટે સ્વીકાર્ય હોય. ગાંધી પરિવાર આ ભૂમિકા માટે યોગ્ય છે. 

ગેહલોત પણ ગાંધી પરિવારના સમર્થનમાં
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યુ કે, મને આ પ્રકારના કોઈ પત્ર વિશે જાણકારી નથી, પરંતુ જો તે સાચુ હોય તો દુર્ભાગ્યપૂર્ણ છે. આ બધા લોકોએ પાર્ટીની સાથે લાંબા સમય સુધી કામ કર્યું છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પાર્ટીની કમાન 1998મા સંભાળી અને બધા પડકારો છતાં પાર્ટીને એક રાખી છે. 

કોંગ્રેસ કાર્યસમિતિની બેઠકમાં હંગામાની સંભાવના
સમજી શકાય છે કે પૂર્વ મંત્રીઓ અને કેટલાક સાંસદોએ આ મહિનાની શરૂઆતમાં તે પત્ર લખ્યો, ત્યારબાદ વર્કિંગ કમિટિની બેઠકમાં હંગામો થવાની શક્યતા છે. બેઠકમાં અસંતુષ્ટ નેતાઓ દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દા પર ચર્ચા થવાની સંભાવના છે. આ નેતાઓએ શક્તિનું વિકેન્દ્રીકરણ, પ્રદેશ એકમોના સશક્તિકરણ અને કેન્દ્રીય સંસદીય બોર્ડની રચના જેવા સુધાર લાવીને સંગઠનમાં મોટા ફેરફાર કરવાનું આહ્વાન કર્યું છે. આમ તો કેન્દ્રીય સંસદીય બોર્જ 1970ના દાયકા સુધી કોંગ્રેસમાં હતું, પરંતુ બાદમાં તેને સમાપ્ત કરી દેવામાં આવ્યું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news