ભય્યૂ મહારાજને આપવામાં આવતો હતો નશીલી દવાઓનો ઓવરડોઝ, આ છોકરી સાથે કરી હતી આપત્તિજનક ચેટિંગ

ભય્યૂ મહારાજને આત્મહત્યા કરવા માટે પ્રેરિત કરવાના આરોપમાં આ યુવતી અને આધ્યાત્મિક ગુરૂના બે વિશ્વાસપાત્ર સહયગીઓની ધરપકડ કર્યા બાદ પોલીસે શનિવારે આ મોટો ખુલાસો કર્યો છે.

ભય્યૂ મહારાજને આપવામાં આવતો હતો નશીલી દવાઓનો ઓવરડોઝ, આ છોકરી સાથે કરી હતી આપત્તિજનક ચેટિંગ

ઇન્દોર: હાઇપ્રોફાઇલ આધ્યાત્મિક ગુરૂ ભય્યૂ મહારાજના 25 વર્ષની યુવતી સાથે કથિત સંબંધોના આધર પર બ્લેકમેઇલ કરવાની સાથે તેમને નશીલી દવાઓનો ઓવરડોઝ આપવામાં આવી રહ્યો હતો. આ ખુલાસો પોલીસે કર્યો છે. ભય્યૂ મહારાજને આત્મહત્યા કરવા માટે પ્રેરિત કરવાના આરોપમાં આ યુવતી અને આધ્યાત્મિક ગુરૂના બે વિશ્વાસપાત્ર સહયગીઓની ધરપકડ કર્યા બાદ પોલીસે શનિવારે આ મોટો ખુલાસો કર્યો છે.

ડીઆઇજી હરિનારાયણાચારી મિશ્રાએ જણાવ્યું કે ભય્યૂ મહારાજના ખાનગી સચિવના રૂપમાં કામ કરી ચૂકેલી પલક પુરાણિક (25) અને આધ્યાત્મિક ગુરૂના બે સહયોગીઓ- વિનાયક દુધાડે (42) અને શરદ દેશમુખ (34)ના મામલે ધરપકડ કરવામાં આવી છે.

આપત્તિજનક ચેટિંગ
પોલીસ ઓફિસરે જણાવ્યું કે, અમારી પાસે ભય્યૂ મહારાજ અને યુવતીની વચ્ચે સોશિયલ મીડિયા પર કરવામાં આવેલી ખુબજ આપત્તિજનક ચેંટિગની કોપી અને અન્ય ડિઝિટલ પુરાવા છે. આ પુરાવાના આધર પર ત્રણેય આરોપિઓની ધરપકડ કરવામાં આવી છે.

બ્લેકમેલિંગ
મિશ્રાએ જણાવ્યું કે ભય્યૂ મહારાજની નજીક આવેલી છોકરી પર વાંધાજનક ચેટ અને અન્ય અંગત વસ્તુઓના આધારે લગ્ન માટે કથિત રીતે દબાણ કરવામાં આવ્યું હતું. જ્યારે આધેડ ઉંમરના આધ્યાત્મિક ગુરૂએ પહેલા લગ્ન કર્યા હતા. ભય્યૂજી મહારાજની સુસાઇટ નોટ પર શંકા, પરિવારજનોએ સવાલ ઉઠાવ્યા છે.

ષડયંત્રમાં સામેલ સેવાદાર
ડીઆઇજીના જણાવ્યા અનુસાર, આધ્યાત્મિક ગુરૂના બે વિશ્વસાપાત્ર સહયોગીઓ-દુધાડે અને દેશમુખ પર આરોપ છે કે તે ભય્યૂ મહારાજને બ્લેકમેઇલ કરવાના ષડયંત્રમાં શરૂઆતથી સામેલ હતા અને તે કામમાં યુવતીની સતત મદદ કરતા હતા.

લગ્નનો દબાણ
તેમણે જણાવ્યું કે, યુવતી ભય્યૂ મહારાજને લાંબા સમયથી ધમકી આપી રહી હતી કે જો, તેમણે 16 જૂન 2018 સુધીમાં તેની સાથે લગ્ન કર્યા નહીં, તો તે તેમની સામે પોલીસ ફરિયાદ કરી તેમની છબી બગાડશે. આ ધમકીના કારણે ભય્યૂ મહારાજ માનસિક તણાવ અને દબાણનો અનુભવ કરી રહ્યા હતા. અમને એવા પુરાવા પણ મળ્યા છે કે યુવતી દ્વારા ભય્યૂ મહારાજ પાસેથી કેટલીક રકમ પણ લેવામાં આવી હતી.

દવાઓનો ઓવરડોઝ
ડીઆઇજીએ જણાવ્યું કે, ત્રણે આરોપી ભય્યૂ મહારાજના ખુબજ નજીકના હતા અને તેઓ તેમને કથિત રીત પર નશીલી દવાઓનો ઓવરડોઝ પણ આપી રહ્યાં હતા. જેનાથી આધ્યાત્મિક ગુરૂના માનસિક સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી રહી હતી. ભય્યૂજી મહારાજની પહેલી પત્નીની પુત્રી અને બીજી પત્ની વચ્ચે સંબંધો સાર ન હતા.

દાતીના સમાચારોની અસર
મિશ્રાએ ભય્યૂ મહારાજના નજીકના લોકોના નિવેદનોના આધારે જણાવ્યું કે આત્મહત્યાના પગલું ઉઠાવતા પહેલા આધ્યાત્મક ગુરૂએ સ્વયંત્રી ઉપદેશક દાતી મહારાજ પર લાગેલા બળાત્કારના આરોપો સાથે જોડાયેલા સમાચાર ટીવી ન્યૂઝ ચેનલ પર કેટલાક કલાકો સુધી જોયા હતા. તે દરમિયાન ભય્યૂ મહારાજ ખુબજ પરેશાન જોવા મળી રહ્યા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news