કોણ હતા બાબા Baba Neem Karoli? જેમના પીએમ મોદી અને ઝુકરબર્ગ સહિતના મહાનુભાવો પણ માને છે
Baba Neem Karoli Kainchi Dham: બાબા નીમ કરોલીને હનુમાનજીની ઉપાસનાથી અનેક સિદ્ધિઓ પ્રાપ્ત થઈ હતી. જોકે તે આડંબરથી દૂર રહેતા હતા. એકદમ સામાન્ય માણસની જેમ જીવન જીવનારા બાબા પોતાના પગ પણ કોઈને સ્પર્શ કરવા દેતા ન હતા. તે હનુમાનજીના ચરણ સ્પર્શ કરવાનું કહેતા હતા.
Trending Photos
નવી દિલ્હીઃ બાબા નીમ કરોલીને હનુમાનજીની ઉપાસનાથી અનેક સિદ્ધિઓ પ્રાપ્ત થઈ હતી. જોકે તે આડંબરથી દૂર રહેતા હતા. એકદમ સામાન્ય માણસની જેમ જીવન જીવનારા બાબા પોતાના પગ પણ કોઈને સ્પર્શ કરવા દેતા ન હતા. તે હનુમાનજીના ચરણ સ્પર્શ કરવાનું કહેતા હતા. ઉત્તરાખંડમાં હિમાલયની તળેટીમાં વસેલો એક નાનો આશ્રમ છે. નામ છે -નીમ કરોલી બાબા આશ્રમ.
એકદમ શાંત, સ્વચ્છ જગ્યા, ચારેબાજુ હરિયાળી, એકદમ શાંતિનો અહેસાસ. સમુદ્ર તળથી 1400 મીટરની ઉંચાઈ પર નૈનીતાલ- અલ્મોડા માર્ગ પર આ આશ્રમ ધર્માવલંબીઓની વચ્ચે કૈંચી ધામના રૂપમાં લોકપ્રિય છે. આ આશ્રમ બનાવવામાં આવ્યો છે બાબા નીમ કરોલી મહારાજજીના સમર્પણમાં. હિંદુ આધ્યાત્મિક ગુરુના રૂપમાં પૂજાતા બાબા નીમ કરોલી હનુમાનજીના બહુ મોટા ભકત હતા. તેમને માનનારા તેમને હનુમાનજીનો અવતાર જ માનતા હતા.
અમદાવાદની સોનાલી માટે શિકાગોનો માઈકલ શીખી રહ્યો છે ગુજરાતી ભાષા! રોજ થેપલાંને ગાંઠીયા ખાય છે ભૂરિયો!
20મી સદીના મહાન સંતોમાં થાય છે ગણના:
નીમ કરોલી કે નીબ કરૌરી બાબાની ગણતરી 20મી સદીના મહાન સંતોમાં કરવામાં આવે છે. તેમનો જન્મ ઉત્તર પ્રદેશમાં ફિરોજાબાદ જિલ્લાના અકબરપુર ગામમાં થયો હતો. નૈનીતાલ, ભુવાલીથી 7 કિલોમીટર દૂર કૈંચી ધામ આશ્રમની સ્થાપના બાબાએ 1964માં કરી હતી. 1961માં તે અહીંયા પહેલીવાર પહોંચ્યા હતા અને પોતાના એક મિત્ર પૂર્ણાનંદની સાથે આશ્રમ બનાવવાનો વિચાર કર્યો હતો. માત્ર ઉત્તરાખંડ જ નહીં પરંતુ વિદેશોમાં પણ બાબાના ચમત્કારોની ચર્ચા થાય છે. ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગ, પ્રધાનમંત્રી મોદી પણ બાબા વિશે ચર્ચા કરી ચૂકયા છે.
17 વર્ષની ઉંમરે ઈશ્વર વિશે થઈ ગયું હતું જ્ઞાન:
કહેવામાં આવે છે કે બાબા નીમ કરોલીને 17 વર્ષની ઉંમરમાં જ ઈશ્વર વિશે ઉંડુ જ્ઞાન થઈ ગયું હતું. હનુમાનજીને પોતાના ગુરુ અને આરાધ્ય માનતા હતા. બાબાએ પોતાના જીવનમાં 108 હનુમાન મંદિર બનાવડાવ્યા. માન્યતા છે કે બાબા નીમ કરોલીને હનુમાનજીની ઉપાસનાથી અનેક ચમત્કારિક સિદ્ધિઓ પ્રાપ્ત થઈ હતી. જોકે તે આડંબરથી દૂર રહેતા હતા. એકદમ સામાન્ય માણસની જેમ જીવન જીવનારા બાબા પોતાના પગ પણ કોઈને સ્પર્શ કરવા દેતા ન હતા. તે હનુમાનજીના ચરણ સ્પર્શ કરવાનું કહેતા હતા.
દેશ-વિદેશમાંથી અનેક જાણીતી હસ્તીઓ કરી ચૂકી છે આશ્રમની મુલાકાત:
તેમને આ યુગના દિવ્ય પુરુષોમાંથી એક માનવામાં આવે છે. ઉત્તરાખંડમાં આવેલ કૈંચી ધામમાં જ્યારે જૂનમાં વાર્ષિક સમારોહ થાય છે. ત્યારે તેમના ભક્તો મોટી સંખ્યામાં ઉમટે છે. કૈંચી ધામમાં માત્ર ભારતના જ નહીં પરંતુ દુનિયાના અનેક દેશોના અનુયાયી પણ અહીંયા આવે છે. પ્રધાનમંત્રી મોદી, હોલીવુડ અભિનેત્રી જુલિયા રોબર્ટ્સ, એપલના ફાઉન્ડર સ્ટીવ જોબ્સ અને ફેસબુકના સંસ્થાપક માર્ક ઝુકરબર્ગ જેવી હસ્તીઓ બાબાના ભક્તોમાંથી એક છે. તેમણે આ આશ્રમની મુલાકાત લઈને અનોખી શાંતિનો અનુભવ કરેલો છે.
બાબાના અનેક ચમત્કારો છે જાણીતા:
બાબા નીમ કરોલીના આ પાવન ધામને લઈને અનેક ચમત્કારિક કિસ્સા જાણીતા છે. એક લોકવાયકા એવી પણ છે કે ભંડારા દરમિયાન એકવખત ઘીની ખોટ પડી. ત્યારે બાબાના આદેશ પર નીચે વહી રહેલી નદીમાંથી પાણી ભરીને લાવવામાં આવ્યું. પ્રસાદ માટે જ્યારે ઉપયોગ કરવામાં આવ્યો તો પાણી ઘીમાં ફેરવાઈ ગયું હતું. બીજી એક વાત એ પણ છે કે બાબાએ આકરા તાપમાં એક ભક્ત માટે વાદળની છત્રી બનાવીને તેને યથાસ્થાને પહોંચાડ્યો હતો. બાબાના ભક્ત અને જાણીતા લેખક રિચાર્ડ અલ્બર્ટે મિરેકલ ઓફ લવ નામથી લખેલા પુસ્તકમાં તેમના ચમત્કારોનું વર્ણન કર્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે