આતંકવાદી સંગઠનોએ મોટી ભૂલ કરી છે, તેની કિંમત તેમણે ચુકવવી પડશે: PM મોદી

‘દરેક ભારતીયની સંવેદનાઓ તેમની સાથે છે, દેશમાં આક્રોશ છે, લોકોનું લોહી ઉકડી રહ્યું છે. દેશની અપેક્ષાઓ છે. કંઇક કરી ગુજરવાની લાગણીઓ છે, તે સ્વાભાવિક છે. સુરક્ષા દળોને તેમની કાર્યવાહી કરવા માટે સંપૂર્ણ સ્વતંત્રતા આપવામાં આવી છે.’

આતંકવાદી સંગઠનોએ મોટી ભૂલ કરી છે, તેની કિંમત તેમણે ચુકવવી પડશે: PM મોદી

નવી દિલ્હી: પુલવામા આતંકવાદી હુમલા બાદ પ્રથમ વખત પીએમ નરેન્દ્ર મોદીએ સૈનિકોની શહીદ પર કહ્યું કે, ‘દરેક ભારતીયની સંવેદનાઓ તેમની સાથે છે, દેશમાં આક્રોશ છે, લોકોનું લોહી ઉકડી રહ્યું છે. દેશની અપેક્ષાઓ છે. કંઇક કરી ગુજરવાની લાગણીઓ છે, તે સ્વાભાવિક છે. સુરક્ષા દળોને તેમની કાર્યવાહી કરવા માટે સંપૂર્ણ સ્વતંત્રતા આપવામાં આવી છે.’

આતંકવાદી સંગઠનોએ મોટી ભૂલ કરી છે. તેની કિંમત તેમણે ચુકવી પડશે. આતંકવાદી સંગઠનો અને તેમને સહયોગ કરતાને કહેવા માગુ છું કે તેઓ મોટી ભૂલ કરી ચુક્યા છે. તેમન મોટી કિંમત ચુકવવી પડશે. હુમલાની પાછળ જે શક્તિઓ છે, જે ગુનેગારો છે, તેમને સજા અવશ્ય મળશે. જે અમારી આલોચના કરી રહ્યાં છે તેમની લાગણીઓનું હું આદર કરું છું, તેમને આલોચના કરવાનો અધિકારી છે. દરેક સાથીઓને અનુરોધ છે કે આ સંવેદનશીલ અને ભાવૂક પળ છે. પક્ષમાં અથવા વિપક્ષમાં આપણે બધા રાજકીય છીંટાકશીથી દૂર રહે. દેશ એકજૂટ થઇને મુકાબલો કરી રહ્યો છે. દેશ એક સાથે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news